________________
૬૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
બાલા. મળ્યા છે, પણ એ “સ્તબક = બા' છે. (જે.ગૂ.ક. ૩, પૃ.૭), એ રીતે હર્ષવલ્લભ (સમકાલીન)ના “ઉપાસકદશાંગ”ને બાલા.' કહ્યો છે. તેને કર્તા બાલાવબોધ' પણ કહે છે અને વ્યાખ્યા” તથા “ટબાર્થ” (એજન, પૃ.૯) પણ કહે છે. કનકસુંદરનો “જ્ઞાતાધર્મસૂત્ર બાલા. પણ સ્તબક કહેવાયો છે. જ્યારે ‘દશવૈકાલિકસૂત્ર બાલા.” (સં. ૧૬૬૬ ઈ.સ.૧૬૧૦) તો “બાલા.” જણાય છે. શ્રીપાલ ઋષિનો દશવૈકાલિકસૂત્ર બાલા.” (સં. ૧૬૬૪/ઈ.સ.૧૬૦૮)', યશોવિજયનો “લોકનાલિકા બાલા.” (સં.૧૬૬૫/ઈ.સ. ૧૬૦૯), વિમલકીર્તિના ‘વિચારષત્રિશિકા (દેડક) બાલા.’ અને ‘ષષ્ટિશતક બાલા.” (બંને સં. ૧૬૯૦/ ઈ.સ.૧૬૩૪ આસપાસ), નાનજીનો ‘ઋષિમંડળ બાલા.' (સં.૧૬૭૦ ઈ.સ. ૧૬૧૪), હીરચંદ્રનો કમવિપાક બાલા.” (સમકાલીન), સહજરત્નનો ‘લોકનાલ (દ્વાત્રિશિકા) બાલા.” (સમકાલીન), ઉદયસાગરનો ‘લઘુ) ક્ષેત્રસમાસ બાલા.” (સં.૧૬૭૬ ઈ.સ.૧૬૨૦૨), શ્રીસાર પાઠકનો “ગુણસ્થાનક્રમારોહ બાલા.' (સં.૧૬૮૧/ ઈ.સ.૧૬૨૫), શુભવિજયનો “પાંચ બોલનો મિચ્છામિ દોકડો બાલા.” (સં. ૧૬૫૬ ઈ.સ.૧૬૦૦) – આ બાલા.ની ભાષા “.. તેહ જ પાંચ બોલનુ અર્થ કોઈ એક વિપરીત કરઈ છઈ તે માટે તેહ જ પાંચ બોલનુ અર્થ શાસ્ત્રનઈ અનુસારિં જિમ છઈ તિમ જ લિખીએ છઈ.” (અમદાવાદમાં લખેલ છે) – આમાં “માટેની જોડણીથી પકડાય છે કે ભાષા અર્વાચીન છે, લહિયે અન્યત્ર જૂની જોડણી આપી છે (જે.ગૂ. ક. ૩, પૃ.૨૩૧).
| વિજયશેખર (વિ.સં.ની ૧૭મી સદીના ઉત્તરાર્ધ)નો “જ્ઞાતાસૂત્ર બાલા.', જયકીતિનો પ્રતિક્રમણ સૂત્ર બાલા.” (સ.૧૬૯૩/ઈ.સ. ૧૬૩૭), સૂરચંદ્રનો “ચાતુમાસિક વ્યાખ્યાન બાલા.” (સં.૧૬૯૪ ઈ.સ.૧૬૩૮), જ્ઞાનમૂર્તિનો સંગ્રહણી બાલા.' (સમકાલીન), કુશલધીરનો “પૃથ્વીરાજ કૃષ્ણવેલી બાલા.” (સં. ૧૬૯૬) ઈ.સ.૧૬૪૦), ધનવિમલનો “પ્રજ્ઞાપનાસૂત્ર બાલા.” (સં.૧૯૬ો ઈ.સ.૧૬૪૦ આસપાસ), નયવિલાસનો ‘લોકનાલ બાલા.' (સં. ૧૬૯૮ ઈ.સ. ૧૬૪ર પહેલાં), ધનવિજયનો છ કર્મગ્રંથ બાલા.” (સં. ૧૭૦૦ ઈ.સ.૧૬૪૪), આ ઉપરાંત અજ્ઞાત કતઓના આ સદીના ૬૪ જેટલા બાલાવબોધ જાણવામાં આવ્યા છે (એજન, પૃ.૩૪૮-૨૫૬). આ સદીના અજ્ઞાત કતઓના બીજા નવ મળે છે (એજન, પૃ.૩૮૫-૩૯૫).
વિક્રમની ૧૮મી સદીમાં પણ બાલાવબોધો રચાયા છે. જયસોમના કર્મગ્રંથ પરના છ બાલાવબોધ, ષષ્ટિશતક બાલા.” અને “સંબોધસત્તરી બાલા.” એને ૧૭મી-૧૮મીની સંધિના કહી શકાય. જિનહર્ષ (જશરાજ)ના બે દીપાલિકાકલ્પ બાલા.” (સં.૧૭૬૩/ઈ.સ. ૧૭૦૭ ?) અને ‘(સ્નાત્ર)પૂજાપંચાશિકા બાલા.)' ક્ષેમવિજયનો “કલ્પસૂત્ર બાલા.” (સં. ૧૭૦૭ઈ.સ. ૧૬પ૧) તેમ ભગવતી સૂત્ર બાલા.” (સં. ૧૭૦૭/ઈ.સ.૧૬૫૧ અને સં.૧૭૩૪/ઈ.સ.૧૬૭૮ વચ્ચે), હંસરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org