________________
મધ્યકાલીન જૈન ફાગુ-બારમાસા સાહિત્ય : એક દૃષ્ટિપાત D ૩૯
કંપતા મનનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે તાદ્રશ છે. કાલિદાસ મેઘને સંદેશવાહક બનાવી સમગ્ર ભારતની પ્રકૃતિ અને સંસ્કૃતિનું કાવ્યસૌરભથી મહેકમહેક થતું વર્ણન આપે છે તો અહીં ટૂંકા ફલક ઉપર વષવર્ણનની સાથે કોશાના હૃદયભાવની વાત મૂકીને સોપસ્થિતિ દ્વારા ચમત્કૃતિ સિદ્ધ કરી છે. આમેય ફાગુઓમાં આવતાં શૃંગારવર્ણનો કે કામોદ્દીપક પ્રસંગો કેટલીક વાર કાવ્યોચિત કૉન્ટ્રાસ્ટ દ્વારા અંતે સધાતા ઉપશમને અસરકારક બનાવે છે.
નેમિનાથ વિશેનાં ફાગુઓમાં રાજશેખરસૂરિ અને જયસિંહસૂરિનાં જૂનાં છે. ‘નેમિનાથ ફાગુ'માં નેમિનાથનું સગપણ ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે થયેલું. નેમિનાથની જાન ઉગ્રસેનને ત્યાં જાય છે. એમની નજર વાડામાં પુરાયેલાં ઘેટાં-બકરાં ઉપર પડી. આ તો તેમના ભક્ષ્ય માટેની તૈયારી છે. પશુઓની હિંસાના ખ્યાલથી તેમને વૈરાગ્ય આવ્યો. પરણ્યા વિના પાછા ફર્યા. આ તરફ રાજિમતી રાહ જોતી રહી. સાચી વાત જાણતાં તેને પણ ખેદ થયો. એણે પણ તપશ્ચયનો માર્ગ પસંદ કર્યો. અહીં વસંતવિહારનું વર્ણન છે પણ એની છેવટની પરિણતિ જીવનની સાચી વસંતના પ્રાગટ્યમાં થાય છે. કવિ સુન્દરમ્ એક કાવ્યમાં કહે છે કે અમારી મનગોપિકા બસ અથંભ રાસે ચગે. આ રાસ તે અખાએ કહ્યું હતું તેમ નિત્ય રાસ નારાયણનો છે. રાજિમતીનું, નેમિનાથના વરઘોડાનું અને કન્યાના શણગારનું વર્ણન ચિત્રાત્મક છે. વરને આતુરતાપૂર્વક નીરખવા બેઠેલી રાજિમતીનું વર્ણન તાદૃશ છે. એ પછી આવતો ભાવપલટો સ્વાભાવિક છે. રાજિમતીની પ્રવજ્યા આકસ્મિક લાગતી નથી. એક રસમાંથી બીજા રસમાં ગતિ કરવાની ફાવટ આ કવિઓને સ્વાભાવિક હતી.
જબૂસ્વામી ફાગુ' સૌથી જૂનું એક અજ્ઞાત કવિનું છે. એમાં ધનાઢ્ય શેઠ ઋષભદત્તના એકના એક પુત્રને માતાપિતા પરણાવવા માગે છે. એકસામટાં આઠ કન્યાઓનાં માગાં આવ્યાં. ઋષભદત્તે આઠેનું સગપણ સ્વીકાર્યું. પરંતુ સુધમસ્વિામીના ઉપદેશથી જંબૂસ્વામીને સંસાર ઉપર વૈરાગ્ય ઊપજ્યો. માતાપિતાને દીક્ષા લેવાની વાત કરી. માતા પુત્રને વરના વેશમાં જોવા ઇચ્છે છે. ઋષભદત્તે આઠે કન્યાઓનાં માબાપને બોલાવીને જણાવ્યું કે લગ્ન પછી તેમનો પુત્ર દિક્ષા લેવાનો છે. કન્યાઓએ તે જ્યારે દીક્ષા લેશે ત્યારે પોતે પણ લેશે એમ કહ્યું. છેવટે આઠે કન્યાઓ સાથે લગ્ન થયું. એવામાં પ્રભવ નામે ચોરોનો સરદાર શેઠનો ભંડાર લૂંટવા આવ્યો પણ બ્રહ્મચર્યનિષ્ઠ જંબૂસ્વામીએ એને મહાત કર્યો. એટલું જ નહીં પણ પ્રભવને પણ સંસારની અસારતા સમજાવી. આ કન્યાઓ અને તેમનાં માતાપિતા સમેત સૌએ સુધમસ્વિામી પાસે દીક્ષા લીધી. આ ફાગુમાં આવતું વસંતઋતુનું વર્ણન જંબૂકમારના જીવનની વસંત સાથે પ્રતીકાત્મક રીતે સંવાદી બન્યું છે. એ એના રચયિતાની કવિત્વશક્તિનું પરિચાયક છે. આ વર્ણન બતાવે છે કે પ્રકૃતિનું આ પ્રાચીન કવિઓનું નિરીક્ષણ કેટલું ઝીણું અને આત્મીયતાપૂર્વકનું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org