________________
મધ્યકાલીન જૈન કવિતામાં પત્રલેખ
રમેશ ર. દવે
ગુજરાતી ભાષાનાં નવલકથા, ટૂંકી વાર્તા અને કવિતા જેવાં સાહિત્યસ્વરૂપોમાં એક નિરૂપણ પ્રવિધિ લેખે પત્રલેખનની એક પુષ્ટ પરંપરા છે. એના આરંભનું પગેરું શોધતાં શોધતાં લોકસાહિત્ય સુધી પહોંચાય છે.
લાવો, લાવો દોત-કલમ કે,
આણલદેને કાગળ લખીએ.. અથવા
ઊભીઊભી ઊગમણે દરબાર રે,
કાગળિયા આવ્યા રાજના હો જી... તેમજ જૂનાગઢના રાજા રા' નવઘણને એની દૂધ-બહેન જાહલે સિંધના રાજવી હમીર સુમરાએ કરેલી કનડગત અંગેની ફરિયાદ કરી રક્ષણ મેળવવા લખેલી ચિઠ્ઠી :
જાહલ ચિઠ્ઠી મોકલે, વાંચે નવઘણ વીર,
સિંધમાં રોકી સુમરે, મુંને હાલવા નો થે હમીર.
આ સઘળી રચનાઓ પત્ર-લેખનનાં ફુટકળ દૃષ્ટાંતો છે. ‘ઊભીઊભી લોકગીતમાં રાજમાંથી આવેલો કાગળ “બારબાર ઘાણીઓનાં તેલ અને અધમણ રૂની દિવેટ બાળીને છેક પરોઢ થતાં સુધીમાં માંડમાંડ ઉકેલી શકાયાનું અતિશયોક્તિપૂર્ણ પણ રસિક નિરૂપણ થયું છે.
પણ આ બધા પત્ર અંગેના ઉલ્લેખો છે. એમાં પત્ર એક ભાગ તરીકે આવે છે, પણ રીતસરના પત્ર અને કેવળ પત્રનાં એ ઉદાહરણો નથી.
લોકસાહિત્યથી આગળ વધતાં પત્રલેખનની આ પરંપરા પ્રેમાનંદત આખ્યાનોમાં સમૃદ્ધ થઈ ગોવર્ધનરામ, મુનશી, દર્શક અને રઘુવીર ચૌધરી જેવાઓની નવલકથાઓ સુધી લંબાય છે. એમાં રીતસરના પત્ર આપણને જોવા મળે છે. હીરાબહેન પાઠકની દીર્ઘકાવ્યકૃતિ પરલોકે પત્રમાં પત્રને કાવ્યરૂપ અપાયું છે.
અહીં સમસ્ત ગુજરાતી સાહિત્યના સંદર્ભે પત્ર-લેખન-પ્રવિધિની તપાસનો અવકાશ નથી. સૂચિત વિષયના એક વિષયાંગ રૂપે માત્ર “જૈન કવિતામાં પત્ર' પર કેન્દ્રિત થઈને વાત કરવી છે.
સૂચિત વિષયની પસંદગી પછી પાક્ય-સામગ્રીની આદરેલી ખોજ દરમ્યાન સ્પષ્ટ થયું કે જૈન કવિતામાં પત્રને બહુધા લેખ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org