________________
પર D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
બગડવું. ગાંઠની ખીચડી ખરચીને ઘેલાનો સાથ કરવો, રાજરાણીને ખોળ ખાવાનું મન થાય તેમ બુદ્ધિનું પણ કંઈક કાચા પુણ્યના કારણે પલટાવું અને પાણી પીધા પછી ઘર કઈ જ્ઞાતિનું છે એવો પ્રશ્ન પૂછવાથી થતી હાંસી – એવાં નાનાવિધ રૂઢ પ્રયોગો તથા કહેવતોની સહાયથી સધાતી સચોટતા કૃતિને ગતાનુગતિકતામાંથી બચાવી લે છે.
- પ્રિયજનના વિયોગથી નીપજતી વ્યથા એ લેખકૃતિના ઉદ્દીપન અને અલંબન – ઉભય વિભાવ બને છે. એનો આરંભ પ્રિયજનને, લેખપત્ર ન લખવા અંગે અપાતા ઉપાલંભથી થતો હોય છે ?
તુઝ ગામ કાગલ નથી, કિ મસિ નથી ત્રિલોકિ, કઈ ખપ નથી અહ્મારડું, લેખ ન લિખી એક. જઉં એક આંગલ ચિઠડી, મોકલવા ધરી નેહ,
તુ તે વાલત ચઉગણી, પાડ ન રાખત એહ. અને હવે આ જુઓ વિરહાવસ્થાની વ્યાકુળતાનું મર્મસ્પર્શી નિરૂપણ :
ભમરું સમરઈ માલતી, હાથી સમરાં વિંઝ, મથલ સમ૨ઇ કરહડુ, તિમ સમરું હું તુજઝ. કમલિ બંધાણઉ ભમરલઉ, જિમ સહિર કિરણે, જોઈ સૂરય વાટડી, તિમ હૂ તુમ્હ નયણેલ. દિન ફિટી થાઈ વરસડા, ઘડી ટલી થાઈ માસ, સજન તાહરઇ વિયોગડઈ, ઝૂરી થઈ પલાસ. જિમ અતિ તરસિઉં પંથીઉં, ઉન્હાલાં ભર લૂઈ,
વંછાં સજલ સછાય સર, તિમ વંચ્છુ તુમ્હ હૂંઈ. વિરહજન્ય એવી આ વ્યાકુળતા કોને કારણે છે તે દર્શાવવા થતું પ્રિયજનનું ગુણદર્શન પણ પૂરી રસિકતા તેમજ રમણીયતાપૂર્વક થાય છે. ધરતીનો કાગળ, ગંગાસાગરની મસિ, વનરાઈની લેખણ વગેરે ઉપકરણોના પ્રયોગ પછી પણ પ્રિયજનના ગુણ લખ્યા જાય એમ નથી, એવી પરંપરાગત ઉક્તિ કર્યા પછી વધુ ઊંડે ઊતરતાં લેખના લખનારની મનઃસ્થિતિ વિશેષ ઉજાગર – વિશદ બને છે ?
તુમ્હ ગુણ ઊજલ દૂધ જિમ, મિસિ અતિકાલિ હોઈ, એહવું જાણી ચિતડઈ, લેખ ન લિખી તોઇ. પહિલા ગુણ કેતા લિખું, કેતા પછઈ સાર,
તુમ્હ ગુણ સઘલા સરિખા, મુજ મન પડિહું વિચાર. પત્રના અંતે, સમાપનમાં સમસ્યાકથન થાય છે તે અવાન્તર રીતે તો જ્ઞાનવર્ધનનો જ એક તરીકો છે. આ રીતે થતું સમસ્યાકથન અને વળતા પત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org