________________
મધ્યકાલીન ગુજરાતી જૈન પદકવિતા ] ૪૩
* તેરો દરસ ભલે પાયો રિષભજી, મેં તેરો દરસ ભલે પાયો,
કાલ અનંતહિ ભટકત, પુન્ય અનંત મિલાયો.
* માતા મરુદેવીના નંદ, દેખી ત્હારી મૂરતિ મારું મન લોભાણુંજી, મારું મન લોભાણું જી, કે મારું દિલ લોભાણું જી. * પ્રીતલડી બંધાણી રે અજીત જિણંદશું, નેહઘેલું મન મ્હારું રે, પ્રભુ અળગે રહે.
* આવો આવો પાસજી મુજ મળિયા રે. * સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવતાર, ભવમંડપમાં રે નાટક નાચીઓ.
*ગિરુઆ રે ગુણ તમ તણા શ્રી વર્ધમાન જિનરાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મળ થાયે કાયા રે. સેવો ભવિયા વિમલ જિનેશ્વર, દુલહા સજન સંગાજી, એવા પ્રભુજીનું દર્શન લેવું તે આળસ ચાહે ગંગાજી.
આ ચોવીશીનાં કેટલાંક પદો બોધાત્મક ઉપદેશાત્મક છે. મધ્યકાળના પ્રત્યેક કવિમાં આ પ્રકારની રચનાઓ મળે છે. આગળ દર્શાવ્યું છે તેમ, આ પદોના રચિયતા જૈન મુનિઓ હોવાને કારણે ઉપદેશાત્મક કે બોધાત્મક રચનાઓ એમની પાસેથી મળે એ સ્વાભાવિક છે :
* જનારું જાય છે જીવન, જરા જિનવ૨ને જપતો જા,
હૃદયમાં રાકી જિનવરને, પુરાણા પાપ ધોતો જા.
ખીલ્યાં જે ફૂલડાં આજે, જરૂ૨ તે કાલે કરમાશે.
* ધોબીડા, તું ધોજે મનનું ધોતીયું રે, રખે લાગતો મેલ લગાર રે,
એ તે મેલે જગ મેલો કર્યો રે, વિણધોયું ન રાખે લગાર રે.
માનવીના રોજિંદા કર્મનું અવલંબન લઈ ઉપદેશ આપતી ૨ચના પણ મળે
છે ઃ
દાતણ કરતાં ભાવીએજી, પ્રભુગુણજલ મુખ શુદ્ધ,
ઉલ ઉતારી પ્રમત્તતાજી, હો મુખ નિર્મલ બુદ્ધ,
જતનાયે સ્નાન કરીએજી, કાઢો મેલ મિથ્યાતા.
ઉપદેશનાં પદોમાં શુષ્કતા આવી જતી હોય છે. એમાં કાવ્યત્વની દૃષ્ટિએ સામાન્ય રચનાઓ પણ જોવા મળે છે ઃ
કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે,
રીસ તણો રસ જાણીયે, હલાહલ તોલે.
ક્રોધથી, મોહથી, માયાથી દૂર રહેવાનો ઉપદેશ અનેક કવિઓએ આપ્યો છે. પ્રેમલક્ષણા ભક્તિની અસર નીચે લખાયેલાં પદો જૈન ધારામાં મળી આવે છે. જૈન પદોમાં સંભોગશૃંગારનું નામનિશાન ન મળે એ હકીકત છે પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org