________________
મધ્યકાલીન ગુજરાતી જૈન પદકવિતા
રસિક મહેતા
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં વિવિધ કાવ્યપ્રકારોમાંનો એક લોકપ્રિય કાવ્યપ્રકાર પદ . અપભ્રંશમાંથી પદ આપણી ભાષામાં ઊતરી આવ્યું છે. આ કાવ્યપ્રકારને એ યુગના પ્રત્યેક ધર્મ અને સંપ્રદાયના કવિએ ખેડ્યું છે, વિકસાવ્યું છે. પદના આ કાવ્યપ્રકારને વિકસાવવામાં આપણાં દેવમંદિરોનો ફાળો વિશેષ છે.
મધ્યકાલીન જૈનેતર પદસાહિત્યની આપણે ત્યાં વીગતે ચર્ચા થઈ છે પરંતુ જૈન પદસાહિત્યની વીગતપૂર્ણ ચર્ચા મળતી નથી. સંભવ છે કે મધ્યકાલીન જૈન પદસાહિત્યના રચયિતાઓ જૈન સૂરિઓ હોવાને કારણે એ રચનાઓને માત્ર સાંપ્રદાયિક ગણીને એની વિશેષ ચર્ચા કરવામાં ન આવી હોય. ઉપાશ્રયના શાંત એકાંતમાં કર્મનો ક્ષય કરતાં અને મોક્ષમાર્ગની આરાધના અને ઉપાસના કરતાંકરતાં અનેક જૈન કવિઓએ સરસ પદકવિતા રચી છે.
જૈન પદકવિતા ખૂબ મોટી સંખ્યામાં મળી આવે છે. ગ્રંથસ્થ થયેલાં આશરે બે હજાર પદો મળી આવે છે. માનવહૈયાંની ભિન્નભિન્ન ઊર્મિઓમાંથી જૈન મુનિઓએ ભક્તિની ઊમિને આ પદોમાં નૈસર્ગિક વાચા આપી છે. આજની આપણી કલાદ્રષ્ટિને સંતોષ અને ઊર્મિકાવ્યની વિશેષતાઓને પ્રગટ કરી આપે એવાં પદોની સંખ્યા પણ ઠીકઠીક મોટી છે. આનંદઘનજી, યશોવિજયજી, કીતિવિજયજી, ન્યાયસાગરજી વગેરેની રચનાઓ ઉલ્લેખનીય બની રહે છે.
પદના જૈન કાવ્યપ્રકારને વિષયષ્ટિએ આ મુજબ દશવી શકાય ?
(૧) ૨૪ તીર્થકરોનાં ગુણગાન ગાતી ભક્તિરચનાઓ “ચોવીશી' તરીકે તેમજ વીશ વિહરમાન દેવોને લગતી પદરચનાઓ “વીશી' તરીકે જાણીતી છે. અનેક જૈન સૂરિઓએ આ પ્રકારની ચોવીશી-વીશીઓ રચી છે.
જૈન ચોવીશીઓનો વીગતપૂર્ણ અભ્યાસ કરતાં એની અનેકવિધ સમૃદ્ધિ ખુલ્લી થાય છે. ભાવની અને ભાષાની સચોટતા, સરળતા, મધુરતા અને પ્રાસાદિકતા. વિવિધ દેશીઓ-લય-ઢાળનું અનોખાપણું તથા સંવેદનની ઉત્કટતા એમાંની કેટલીય રચનાઓમાં કવિત્વના આવેશનો આપણને અનુભવ કરાવે છે. દાખલા તરીકે –
* પ્રથમ જિનેશ્વર પ્રણમીયે. જાસ સુગંધી રે કાય,
કલ્પવૃક્ષ પરે તાસ ઈન્દ્રાણી, નયન જે ભૃગ પેરે લપટાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org