________________
૨૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
પાંડવોનું કથાવસ્તુ ગૂંથી લેવાયું છે. કૌરવ તથા કર્ણ અહીં જૈન ધર્મ અંગીકાર કરતા દશવાયા છે. અંતે તો પાંડવો પણ જૈન બની નિર્વાણ પામે છે. ઈ.સ. ૧૨૦૦ આસપાસ રચાયેલું દેવપ્રભસૂરિકૃત ૧૮ સગવાળું પાંડવચરિત્ર', ૧૫મી સદીનું ૩૯ સર્ગ ધરાવતું સકલકીર્તિરચિત “હરિવંશ', વાદિચંદ્રકૃત ‘પાંડવપુરાણ', ઈ.સ. ૧૫૫૧માં શુભચંદ્ર લખેલું જૈન “મહાભારત' તથા અન્ય અપભ્રંશ સાહિત્યમાં નિરૂપાતી મહાભારતની કથાવસ્તુ ધરાવતી રચનાઓ પણ પૌરાણિક કથાવર્ગની ગણી શકાય. (૨) ચરિતાત્મક
સંસ્કૃત ધારાનાં પુરાણ અને મહાકાવ્યની પરંપરાના પીયૂષથી ઊછરેલા જૈન ધારાના ચરિય કે ચરિત્ર નામાભિધાન પામતા કથાગ્રન્થોમાં ધર્મખ્યાત પુરુષોના જીવનની ઐતિહાસિક તથા અનુકૃત્યાત્મક હકીકતો નિરૂપાઈ છે. કથાવસ્તુની દૃષ્ટિએ કથાગ્રન્થોનો આ વર્ગ ચરિતાત્મક એવી સંજ્ઞા વડે ઓળખાવી શકાય. પૌરાણિક રૂપે જેમ વિવિધ તીર્થકરોના જીવનનું કથાત્મક નિરૂપણ થયું છે તેમ વિલાસવતી, સુકુમાલ, પ્રદ્યુમ્ન, જિનદત્ત, બાહુબલિ. નાગકુમાર, સુલોચના ઈત્યાદિ ધર્મખ્યાત પાત્રોના ચરિત્રાત્મક અંશોનું પણ કથા તરીકે આલેખન થયું છે. આ પ્રકારનાં સંધિબદ્ધ કથાકાવ્યો મધ્યકાલીન ગુજરાતી કથાના પૂર્વજો છે. આ કથાનકો રાસાઓમાં ઊતરી આવ્યાં. અપભ્રંશ રાસાઓ મધ્યકાલીન ગુજરાતી કથાઓની નજીકમાં નજીકની કડી છે. (૩) લોકકથાત્મક
રાસામાં નિરૂપાતાં ચરિત્રોમાં કથારસની માત્રા તીવ્ર બનાવે તેવાં લોકકથાનાં આકર્ષક અંગો જૈન ધારામાં લગભગ સવશે સ્વીકૃત બન્યાં છે. આથી રાસાઓનાં કથાવસ્તુનો વિપુલ રાશિ લોકકથાત્મક વર્ગનો છે. અદ્ભુતરસિક અને પ્રેમકથાત્મક અંશો ધર્મના સંસ્કાર પામી આલેખાયા છે. લુપ્ત થયેલી મૂળ પ્રાકૃતમાં લખાયેલી પાદલિપ્તકૃત ‘તરંગલોલા’ તથા સંસ્કૃતમાં લખાયેલી 'તરંગવતી', હરિભદ્ર ગદ્યમાં લખેલી “સમરાઈકહા' ઇત્યાદિ સવશે લોકકથાત્મક કથાવસ્તુ ધરાવતી આ પ્રકારની રચનાઓ છે. પ્રેમ, શૌર્ય અને અભુત ચમત્કારવાળાં મધ્યમ કદનાં લોકોનાં હૈયાંને વશ કરી ચૂકેલાં કથાનકોના ઉત્કટ આકર્ષણને ધ્યાનમાં લઈને જૈન યતિઓએ આ પ્રકારને પોતાની રચનાઓમાં સવિશેષ પ્રમાણમાં સમાવિષ્ટ કર્યો છે. આથી મધ્યકાલીન લોકકથાને આજ પર્યત સુરક્ષિત રહી શકવાનો પરોક્ષ લાભ મળતો રહ્યો. આ કથાઓમાંથી ધર્મનો પુટ દૂર કરવાનું કાર્ય અત્યંત સરળ છે. મોક્ષ કે દીક્ષામાં પરિણમતા વૈરાગ્યમૂલક અંતને અન્યથા. કલ્પવાથી જ લોકકથા તરીકેનું એનું મૂળભૂત સ્વરૂપ ઊપસી આવે છે. મધ્યકાલીન પદ્યકથાનાં વિષયવસ્તુ અને સ્વરૂપને ઘડવામાં આ પ્રકારની જૈન રચનાઓનો ઘણો મોટો ફાળો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org