________________
જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિકતા | ૨૯
(૪) સંગ્રહરૂપ
જૈન ધારાના કથાસાહિત્યનો ચોથો વર્ગ તે કથાકોષ નામે જાણીતો, ટૂંકા અને મધ્યમ કદનાં વિવિધ કથાનકોના સંગ્રહરૂપ સંપાદનગ્રન્થોનો. સંસ્કૃતધારાના બૃહત્કથાકુળના ગ્રન્થો સામે હોડમાં ઊતરી શકે એટલો સમૃદ્ધ આ વર્ગ છે. આ પ્રકારમાં સંગ્રહ પામેલાં અસંખ્ય નાનાંમોટાં કથાનકો આપણા પ્રાચીન અને મધ્યકાલીન કથાસાહિત્યનું બહુમૂલ્ય ધન છે. જૈન ધારામાં છેક આગમ, નિયુક્તિ, પષ્ણાસ અને આરાધનાદિથી, સંપાદિત કથાનકોનાં ઝૂમખાં મળી આવે છે. ધર્મશાસ્ત્રાનુષંગે એ કથાનકો મુખ્યત્વે ઉપદેશાત્મક દૃષ્ટાંત રૂપે રહ્યાં છે. મૂળ ધર્મગ્રન્થમાં ક્યારેક માત્ર ઉલ્લેખરૂપ રહી જતાં કથાનકો ટીકાગ્રન્થમાં સંપૂર્ણ રૂપે માંડીને કહેવામાં આવ્યાં છે. આવાં કથાનકો ગદ્ય કે પદ્ય તો ક્વચિત્ ગદ્ય-પદ્યના સંમિશ્રણ રૂપે નિરૂપાતાં હોય છે. ઉપદેશના હેતુથી કહેવામાં આવતા વિવિધ કથાગુચ્છો “કથાકોષ' એવી સંજ્ઞારૂપે પ્રાકૃત તેમજ સંસ્કૃતમાં મળે છે. કોઈ એક મુખ્ય સૂત્રરૂપ કથાનક સાથે વિવિધ અન્ય ટૂંકાં કથાનકો સાંકળી લેવામાં આવતાં હોય છે. અહીં મુખ્ય હેતુ ઉપદેશ આપવાનો હોવા છતાં વિવિધ પ્રકારની કથાઓની માળા બને છે. સ્વતંત્ર રચના રૂપે અસ્તિત્વ ધરાવતી કથાઓનું સંક્ષિપ્ત રૂપ અહીં પ્રાપ્ત થાય છે. આથી કથાકોષ વિવિધ પ્રકારની કથાઓનો આછેરો પરિચય આપતો પ્રતિનિધિરૂપ પ્રકાર છે.
હરિણ, પ્રભાચન્દ્ર, મેરૂતુંગસૂરિ, સમયસુંદર વગેરેના કથાકોશ', હેમચન્દ્રાચાર્યનું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત', મેરૂતુંગસૂરિના “પ્રબંધચિંતામણિ', ‘સ્થવિરાવલી', પુરાતનપ્રબંધસંગ્રહ' દ્વાસતતિપ્રબંધ” અને “ચતુરશીતિપ્રબંધ’ જેવા ગ્રંથો, ‘ભારહટ્ટ-દ્વાર્નાિશિકા', શુભશીલગણિની “પ્રબંધપંચશતી' વગેરે પૌરાણિક, ઐતિહાસિક અને લૌકિક કથાઓની સંખ્યાબંધ સંગ્રહાત્મક રચનાઓ મળે છે. આનું અનુસંધાન મધ્યકાલીન ગુજરાતીમાં પણ જોવા મળે છે. ભરડકબત્રીસી' અને અન્ય કેટલીક કૃતિઓ ગુજરાતીમાં ઉતરી આવી છે, તે ઉપરાંત ઉદયધર્મકૃત કથાબત્રીસી', હરજીકૃત “વિનોદચોત્રીસી' વગેરે સંગ્રહાત્મક રચનાઓ મળે છે. જણાયધમકહાઓ “ઉવએસમાલા ઉપદેશર–કોશ' વગેરે ઉપદેશના તારથી ગૂંથાયેલી કથાઓના સંગ્રહો છે અને એ પણ ગુજરાતમાં ઊતરી આવેલ છે.
વિષયવસ્તુની દૃષ્ટિએ પાડેલા ઉપર્યુક્ત ચાર વર્ગોમાં સમાવિષ્ટ થતા જૈન ધારાના સમગ્ર વાર્તાધનને ધર્મકથા અને મનોરંજક કથા એમ બે વર્ગમાં તાત્ત્વિક રીતે વિભક્ત કરી શકાય. આ બન્ને વર્ગની કથાઓના અભ્યાસથી વાર્તાથી આપણને પ્રાચીન તેમજ મધ્યકાળમાં શું અપેક્ષિત હતું, તેનો નિર્દેશ મળી રહે છે. એટલેકે આવો અભ્યાસ. વાતવિભાવનાની દૃષ્ટિએ, તેમજ જૈન ધારાનાં કથાનકોના અભ્યાસની દૃષ્ટિએ મહત્ત્વનો બની રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org