________________
૩૬ [] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
શૃંગારનું કાવ્ય બની રહેતું હોય એવું જવલ્લે જ બને છે. જયવંતસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ’, ગુણવંતસૂરિકૃત ‘વસંત ફાગ’ જેવી રચનાઓ અપવાદરૂપ જ ગણાય. ‘સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ'માં કોશાના વિરોારો જ છે અને કાવ્યાત્તે સાધુવેશે સ્થૂલિભદ્રનું આગમન થાય છે, તોયે કોશાપ્રતિબોધ સુધી વૃત્તાન્ત જતું નથી અને સહુને સ્વજનમિલનનું સુખ મળે એવી ફલશ્રુતિ સાથે કાવ્ય પૂરું થાય છે. વસંત ફાગ'માં વસંતૠતુમાં વિરહશૃંગાર અને સંયોગશૃંગારનાં ચિત્રણો જ છે. જૈન મુનિનું નામ ન હોય તો આ કૃતિને કોઈ જૈન રચના જ ન માને.
૬. જૈન ફાગુકાવ્યોના કેટલાક વિષયો તો એવા છે કે એમાં વસંતવર્ણનનો પ્રસંગ રહેતો નથી. વસંતવર્ણન આવે છે ત્યાં પણ ઘણી વાર અલ્પ અને આનુષંગિક હોય છે. નેમિનાથ વિશેનાં ફાગુકાવ્યોમાં વસંતક્રીડા કૃષ્ણ અને એમની રાણીઓની વર્ણવાય છે. નેમિનાથ તો એથી અલિપ્ત. વસંતઋતુને બદલે વર્ષાઋતુ પણ આવે કેમકે જૈન સાધુઓ ચાતુર્માસ એક સ્થળે ગાળતા હોય છે. જિનપદ્મસૂરિના ‘સ્થૂલિભદ્ર ફાગુ’માં વર્ષાઋતુ છે. વર્ષાઋતુ વિરહભાવના ઉદ્દીપનવિભાવ તરીકે આપણે ત્યાં હમેશાં જોવાઈ છે. આ કાવ્યમાં પણ વિરહિણીના વિરહભય, કામપીડા આદિ ભાવોને વર્ષાૠતુનું વાતાવરણ ઉત્કટતા અર્પતું વર્ણવાયું છે.
૭. જૈન ફાગુકાવ્યોના નાયકો તીર્થંકરો ને મુનિવરો છે, એટલું જ નહીં, નેમિનાથ ને જંબુસ્વામી જેવા તો જન્મથી વિરક્ત છે. કુટુંબીનોના આગ્રહથી એ લગ્નસંબંધ સ્વીકારે છે, પણ તક મળતાં જ એ વૈરાગ્યધર્મ તરફ વળી જાય છે. એમાં સંયોગશૃંગારના આલેખનને ક્યાંથી અવકાશ હોય ? એકપક્ષી પ્રેમ અને જેને વિપ્રલંભશૃંગાર તરીકે ઓળખાવી શકાય એવા રાજુલ વગેરેના આકાંક્ષા, ઉત્સુકતા, રાગવિવશતા, વિયોગની વ્યથા એ ભાવો જ વર્ણવાય. સ્થૂલિભદ્ર તો કોશા વેશ્યાને ત્યાં બાર વર્ષ રહ્યા હતા. એમનાયે સંયોગશૃંગારને આલેખવાનું જૈન મુનિકવિઓએ ઇછ્યું નથી. કોશાનો પણ વિરહભાવ જ આલેખાયો છે. જૈન કવિઓનું શૃંગાર-આલેખન ઘણી વાર વિરહવર્ણનનો પણ લાભ લેતું નથી, સ્ત્રીના સૌંદર્યવર્ણન-આભૂષણવર્ણનમાં જ પિરસમાપ્ત થાય છે. તીર્થંકરદેવની ભક્તિ કરતી નારીઓનું પણ સૌન્દર્યવર્ણન. બીજી બાજુ, નારીનાં અંગોનું વૈરાગ્યબોધક ઉપમાનોથી પણ વર્ણન થયું છે.
આચાર્યોની પ્રશસ્તિનાં ફાગુકાવ્યોમાં કેટલીક વા૨ કામવિજયનો પ્રસંગ આલેખાયો છે, એમાં કામદેવની સામગ્રી તરીકે વસંતનાં અને નારીના રૂપશૃંગારનાં વર્ણન આવે છે.
આમ, કોઈ પણ રીતે ‘ફાગુ' નામને સાર્થક કરવાનો પ્રયત્ન થયો છે, તેમ છતાં કેટલાંક કાવ્યો આવા પ્રાસંગિક, આછા, રૂપકાત્મક વસંત-શૃંગા૨વર્ણનથી પણ વંચિત રહ્યાં છે.
૮. જૈન ફાગુઓનો વિષયવિસ્તાર અને રચનાપ્રસ્તાર જોતાં ધીમેધીમે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org