________________
જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિકતા 7 ૨૫
ચૂ, ભાષ્ય અને ટીકામાં બીજાં પૂરક કથાનકો સુલભ બન્યાં છે. હરિભદ્ર, શીલાંક, શાન્ત્યાચાર્ય, દેવેન્દ્ર, મલયગિરિ, ઇત્યાદિની ટીકાઓમાં નાની-મોટી અનેક કથાઓ મળે છે.
મૂળ ધર્મગ્રન્થોમાં બીજ રૂપે રહેલાં વિવિધ કથાનકોની સ્વતંત્ર રચનાઓ છેક પાંચમી સદીથી શરૂ કરીને તે પંદરમી સદી સુધીમાં રચાયેલાં રિય, પ્રબંધ, રાસા કે થાકોષ રૂપે ઉપલબ્ધ બને છે. ભારતીય કથાસાહિત્યના વિકાસ અને વૈવિધ્યનું અચ્છું ચિત્ર ઉપસાવતી સામગ્રી જૈન ધારાના આ તબક્કાના કથાસાહિત્યમાં સર્વસુલભ રહી શકી છે. ધર્મના પ્રચાર અને પ્રસાર અર્થે વિદ્યાવ્રતી જૈન યતિઓને મુકાબલે અન્ય પારિવ્રાજકોએ લૌકિક જ્ઞાન અને ઉપયોગી અન્ય માહિતી પરત્વે ઓછું લક્ષ આપ્યું છે. પગપાળા પરિવ્રજ્યા કરી ચાર માસ કોઈ એક સ્થળે ગાળતા જૈન સંપ્રદાયના સાધુઓ વિવિધ પ્રવાસના ભાથારૂપ સંચિત જ્ઞાનરાશિનો ધર્માર્થ વિનિયોગ કરી લેવાનું ચૂક્યા નથી. ધર્માર્થ ઉપદેશ આપતા, કથાઓ રચતા કે વાચન કરતા જૈન યતિઓ સાહિત્ય અને ધર્મ ઉપરાંત જ્યોતિષ અને વૈદક જેવાં શાસ્ત્રના પણ શાતા હોઈ તેમણે મંત્રતંત્ર અને ચિકિત્સાના ચમત્કારોનું કથાઓમાં નિરૂપણ કર્યું છે. રાજા અને રાજ્યનો જૈન યતિઓને આદર પ્રાપ્ત થયો અને રાજ્યાશ્રયથી પ્રચાર-પ્રસ્તાર વધ્યો તેનું કારણ યતિઓનું શાસ્ત્રજ્ઞાન છે. હિરષણના ‘કથાકોષ'માં તથા સંઘદાસણના ‘વસુદેવહિંડીમાં વૈદકના કેટલાક અજબ નુસખાઓ આલેખાયા છે. હિરષણના ‘કથાકોષ’ના ૧૩મા કથાનકમાં ગંધોદકની દવા તરીકેની અસરનું અને લક્ષપાક તેલની ચામડીના દાઝ પરની અસરનું, વસુદેવહિંડી’માં કૃમિરોગને દૂર કરવાના ઉપાયોનું વર્ણન મળે છે. વાનાજીકૃત રાસરચનામાં હસ્તિરોગ મટાડતા પતિની વાત આવે છે. વિવિધ ચમત્કારોનું અને વાર્તાના ચમત્કારોનું જનસામાન્યને અદમ્ય આકર્ષણ છે, એવું જાણતા યતિઓએ વિવિધ ગ્રન્થો અને કંઠોમાં વેરાયેલી વિવિધ સામગ્રી અને વાર્તાઓને એક૨સમાં ઘૂંટી પ્રબંધ, ચરિય, રાસ ઇત્યાદિ રચ્યાં.
કથાઓનું માધ્યમ
પ્રાચીન જૈન ધારામાં કથાઓનું મુખ્ય માધ્યમ તો ગદ્ય જ બન્યું છે. કેટલેક સ્થળે જ પઘનો ઉપયોગ થયો છે. ‘ણાયધમ્મકાઓ'માં કથાના હેતુસાર પદ્યમાં છે. ‘ઉવાસગદસાઓ'માં પ્રયોજાતું પઘ સમગ્ર કથાનકનું માળખું સ્પષ્ટ કરતું હોય છે. કથાના મુખ્ય માળખાને સાંકળી રાખતા પઘપ્રયોગોની સ્મૃતિસહાયે નિરૂપક સમગ્ર કથાનકને માંડીને કહી શકે એમ છે. આગમનું સંસ્કરણ મહાવીરના મૃત્યુ પછીના બસો વર્ષે થયું હતું. મૂળ પદ્યપ્રયોગની સ્મૃતિસહાયે બે સદી વીત્યું થયેલું સંપાદન શક્ય બન્યું હશે. આ આધારે જોકે મૂળ કથાઓ સર્વાંશે પદ્યમાં જ હશે, એવી સંભાવનાને સ્થાન નથી, કેમકે, સમગ્ર કથાનકો જો સર્વાંશે પદ્યમાં જ હોય, તો એને અનુસરવાને બદલે, સારું પદ્યમાં અને અન્ય નિરૂપણ ગદ્યમાં, એવો પરંપરાલોપ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org