________________
૨૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
કારણે જ, વૈદિક અને જૈન બન્ને ધારામાં યમ-યમીસંવાદ અને પુષ્પચૂલપુષ્પચૂલ માં મળે છે. આમ, કથાસાહિત્યમાં નિરૂપિત માનવવ્યવહારની પરિસ્થિતિ એક રીતે તો કોઈ કાળે અસ્તિત્વ ધરાવતી વાસ્તવિક પરિસ્થિતિની પરિચાયક હોય છે ને બીજી રીતે કાળક્રમે તે અમુક સિદ્ધાંત સ્થાપવા માટેના જરૂરી દૃષ્ટાંતનું કાર્ય પણ બજાવે છે.
ધર્મ-સંપ્રદાયોમાં કથાનકોનો ભિન્નભિન્ન ઉપયોગ થયો તે સ્વતંત્ર અભ્યાસ રૂપે તપાસવા જેવો વિષય છે. પ્રાચીન સાહિત્યમાં વિપુલ રીતે ખેડાયેલા અને અવનવા અવતાર પામેલાં કથાનકોને આધારે એક જ પાત્ર અને એક યુગને સ્પર્શતી. કથાઓ કેવા કેવા રૂપરંગે રજૂ થઈ તેનો વાસ્તવિક ચિતાર ભિન્નભિન્ન ધારાઓમાં ઊછરેલાં કથાનકોના સામ્યમૂલક અભ્યાસ (comparative study) દ્વારા આપી શકાય. ભારતીય કથાસાહિત્યમાં રામકથા અને કૃષ્ણકથા (પાંડવકથા-સંયુક્ત)નો અભ્યાસ આ દૃષ્ટિએ કરવા જેવો છે. રામ અને કૃષ્ણ બ્રાહ્મણધારાના મુખ્ય અને પ્રાણભૂત છે, કેમકે તે ધર્મના અવતાર રૂપે મનાયા છે, છતાં બૌદ્ધ અને જૈન ધારામાં આ કથાઓ પ્રચલિત રહી વિકસતી આવી છે. બ્રાહ્મણધારાની આ પ્રાચીન ધર્મકથાઓ બૌદ્ધ અને જૈન ધારામાં આલેખાતાં એમાં નાનાંમોટાં પરિવર્તનો થયેલાં
આ બધાં પરિવર્તનો ધર્મસંપ્રદાયોએ પોતાના ધર્મસિદ્ધાંતને અનુકૂળ રહીને કર્યા છે, તેમ છતાં એમ કરવામાં તે-તે સંપ્રદાયનો હેતુ આ પ્રકારનાં પરિવર્તનો દ્વારા પોતાના સંપ્રદાયની શક્તિ અને મહત્તા વધારવાનો છે, એવું માનીને ચાલવાને બદલે સાચા અભ્યાસીએ તો આ બધાં પરિવર્તનો અને રૂપાંતરો ભિન્નભિન્ન ઉદ્ગમ અને પરંપરામાં સમાન્તર સંવર્ધન શી રીતે પામ્યાં તેનો અભ્યાસ કરવો જરૂરી છે. કોઈ એક જ કથાના જુદાજુદા પ્રવાહો એ કથાના ઘડતર-વિકાસમાં જેટલે અંશે નિર્ણાયક બને છે તેથી વિશેષ અંશે પ્રવર્તિત પરિસ્થિતિ અને સાંસ્કૃતિક મૂલ્યોનાં પણ નિર્દેશક બની ઐતિહાસિક તથ્યને તારવવામાં ઉપયોગી બને છે. હરિર્ષણના કથાકોષ' અને “વસુદેવહિંડી'માં મળતી વિષ્ણુકુમારની વાતનો સંબંધ જૈન હરિવંશ' જોડે છે. કેટલાંક કથાનકોનો સ્વતન્ત્ર ઉગમ ભિન્નભિન્ન ધારાઓમાં થયેલો છે. રામકથા અને કૃષ્ણ કથાનો સાહજિક સંબંધ બ્રાહ્મણધારા સાથે છે, છતાં એની દીર્ઘ પ્રાચીન પરંપરા બૌદ્ધ અને જૈન બન્નેમાં મળે છે. સ્થપાતો અને વિસ્તરતો સંપ્રદાય અન્ય સંપ્રદાયના પરંપરાપ્રાપ્ત કથાનકને અપનાવી એક વિશાળ સમુદાયને પોતાના ધર્મ પ્રત્યે અભિમુખ કરવા માટે લોકશ્રદ્ધાના અવિભાજ્ય અંગરૂપ બનેલી વિભૂતિઓનો સંબંધ પોતાના પંથની સાથે સાંકળી, કથાના મૂળભૂત માળખામાં પોતાના સંપ્રદાયની ધર્મઝાંય (religious shades) ઉમેરવા પ્રેરાય એ શક્યતાને નકારી ન શકાય, પરંતુ રામકથા અને કૃષ્ણકથાનું બૌદ્ધ-જૈન રૂપમાં આવું થયું છે. એમ માનવું ઉચિત નથી. જૈનાવતારની રામકથા અને કૃષ્ણકથા પાછળથી થયેલાં પરિવર્તનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org