________________
લલિતવિસ્તરા ભાગ-૩ આ વિધિથી=પૂર્વમાં કાં એવા પ્રકારનાં સ્તોત્રોથી વયમાણ પ્રતિજ્ઞાને ઉચિત ચિતના ભાવને પ્રાપ્ત કરીને વંદના સંપાદન માટે જિનમુદ્રાથી ઊભો રહે છે એ વિધિથી, તે મહાત્મા-ચૈત્યવંદન કરવા માટે તત્પર થયેલા મહાત્મા, વંદનાની ભૂમિકાની આરાધના કરે છે=વંદનાને અનુકૂળ ઉચિત ચિત નિષ્પન્ન કરે છે, અને આની આરાધના કરીને=વંદનાની આરાધના કરીને, પરંપરાથી નક્કી નિવૃત્તિને પામે છે=વંદના દ્વારા પ્રગટ થયેલા શુભ ચિત્તની ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ પરંપરા દ્વારા તે મહાત્મા અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે, વળી, ઇતરથા=પૂર્વમાં કહેલી વિધિ દ્વારા વંદનાની ભૂમિકાની આરાધના કર્યા વગર ચૈત્યવંદન કરે તો, ફૂટ નટના નૃત્યની જેવું અભાવિત અનુષ્ઠાનરૂપ વિદ્વાનોને આસ્થાનું કારણ નથી=અભાવિત અનુષ્ઠાન વિદ્વાનોને કર્તવ્ય ભાસતું નથી, આથી અહીં=વંદનાની ભૂમિકાને પ્રગટ કરવામાં, યત્ન કરવો જોઈએ. ભાવાર્થ
પૂર્વમાં વર્ણન કર્યું એવા સ્તોત્રો વડે સાધુ કે શ્રાવક અરિહંત ચેઇયાણું સૂત્ર દ્વારા જે પ્રતિજ્ઞા કરવાની છે તેને ઉચિત ચિત્તને પ્રાપ્ત કરે છે, તેથી જેઓ દૃઢ પ્રણિધાનપૂર્વક નમુત્થણે સૂત્રને બોલીને ત્યારપછી નમુત્યુર્ણ સૂત્ર સદંશ જ પ્રાયઃ ભગવાનના ગુણોને કહેનારાં સ્તવનો બોલે જેનાથી ચિત્ત ભગવાનના ગુણોને અત્યંત અભિમુખ બને છે, ત્યારપછી અરિહંત ચેઇયાણ સૂત્ર દ્વારા કાયોત્સર્ગ કરવાની જે પ્રતિજ્ઞા કરવાની છે તેને અનુકૂળ સમૃદ્ધ ચિત્ત બને છે અને તેવું ચિત્ત પ્રગટ કર્યા પછી ભક્તિના અતિશય માટે ભગવાનને પંચાંગ પ્રણિપાતપૂર્વક નમસ્કાર કરે છે અને પ્રમોદની વૃદ્ધિના જનક એવા આચાર્ય આદિને નમસ્કાર કરે છે; કેમ કે આચાર્ય આદિ મહાપુરુષો ભગવાનનું પારમાર્થિક ચૈત્યવંદન કરવા સમર્થ છે, એથી તેવા પૂર્ણ વિધિ અનુસાર ચૈત્યવંદન કરનારા મહાપુરુષોને નમસ્કાર કરવાથી પોતે પણ કંઈક અંશથી તેમના તુલ્ય દૃઢ પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદન કરવાને અનુકૂળ આગૃહીત ભાવવાળા બને છે=પ્રાપ્ત થયેલા સીર્યવાળા બને છે, ત્યારપછી સહૃદય નટની જેમ ચૈત્યવંદનને અનુકૂળ ભૂમિકા સંપાદન માટે વિવેકી સાધુ કે શ્રાવક ચેષ્ટા કરે છે અર્થાત્ જેમ સહૃદય નટ જે જે ભાવો કરે છે તે તે ભાવો તેના હૈયાને સ્પર્શે તે રીતે કરે છે, તેમ સાધુ કે શ્રાવક ચૈત્યવંદન સમ્યગૂ નિષ્પન્ન થાય તેને અનુરૂપ ઉપયોગ પ્રવર્તે તે માટે અરિહંત ચેઇયાણં સૂત્ર બોલવા પ્રયત્ન કરે છે અને તે સૂત્ર બોલીને કાયોત્સર્ગકાળમાં જે ચૈત્યવંદન સંપાદન કરવું છે તે સંપાદન કરવા માટે જિનમુદ્રાથી ઊભો રહીને અરિહંત ચેઇયાણં સૂત્ર બોલે છે. આ પ્રકારે જે મહાત્મા સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે તે મહાત્મા વંદનાની ભૂમિકાને આરાધના કરે છે અર્થાત્ ચૈત્યવંદનની નિષ્પત્તિ સમ્યગુ થાય તેને અનુરૂપ ચિત્તની ભૂમિકાને પ્રાપ્ત કરે છે અને તે પ્રાપ્ત કર્યા પછી એક એક નવકારના કાઉસ્સગ્ગ દ્વારા ચાર થોયો બોલે છે, તે ચાર થોયો ચૈત્યવંદન સ્વરૂપ છે અને તેની આરાધના કરીને તે મહાત્મા પરંપરાએ નક્કી મોક્ષને પ્રાપ્ત કરે છે; કેમ કે કાયોત્સર્ગકાળમાં તીર્થકરની, ચોવીસ તીર્થંકરની, શ્રુતજ્ઞાનની ભક્તિ માટે કાઉસ્સગ્ન કરે છે અને અરિહંત ચેઇયાણ આદિ સૂત્ર દ્વારા ચિત્તની ભૂમિકાને સંપાદન કરીને જેઓ તીર્થંકર, સર્વ તીર્થકરો અને તીર્થકરો દ્વારા બતાવાયેલા શ્રુતજ્ઞાન પ્રત્યે ભક્તિનો અતિશય પ્રાપ્ત કરે છે, તે ભક્તિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને તે મહાત્માને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ કરાવશે.