________________
(૨૨) - તમારૂં શૂરાતન વિનામાં અડગ રહેવાના તમારા સામને સાબીત કરી બતાવે છે. બસ, હવે તમારી હિમ્મતને ઉત્સાહના અમૃતથી સિચીને કાર્ય સિદ્ધિના મીઠાં ફળ તેમાં લાવી બતાવે–એવી શુભ ભાવનાથી હું તમને વિદાયગિરી આપું છું.”
આટલું બોલી રહ્યા પછી રાજા મૌન રહ્યો આ વખતે ક્ષણવાર સભા પણ સચિવને અનિમેષ નયને નિહાળી રહી. તેના શૌર્ય અને ધર્મની સૌ અંતરમાં પ્રશંસા કરવા લાગ્યા. રાજ પક્ષના કેટલાક પ્રપંચી પુતળાઓ પ્રમાદ પામ્યા. ધર્મના પ્રભાવની પ્રશંસા કરનારા કેટલાક ધર્માત્માએ તેને અંતરથી આશીર્વાદ આપવા લાગ્યા, કેટલાક સજજને રાજાના કદાગ્રહને મનથી નિંદવા લાગ્યા કેટલાક કૌતુક પ્રિય જનની કૌતુક કામના પૂર્ણ થઈ તેથી તેઓ મનમાં જ મસ્ત થઈ રહ્યા. પ્રચંડસિંહ અને દુષ્ટસિંહ પાથરેલ પ્રપંચ જાળમાં મહામંત્રી મતિસાગર સપડાયે તેથી તેમની ખુશાલીને પાર ન રહ્યો. અરે! દુષ્ટ દગાબાજો ! તમે તેના પ્રચંડ પુણ્યરૂપ પ્રદીપની આગળ પતંગીયા જેવા છે. તેના ધર્મરૂપ મહા તેજસ્વી સૂર્યની આગળ તમે ખદ્યોત (ખજુઆ) સમાન છે, તમે તમારા પ્રપંચથી અત્યારે ફાવી જવાથી પ્રમાદ પામે છે. પણ દૈવ એ તમારા કારસ્તાનને હજાર નયને નિરખી રહ્યું છે. અત્યારે તમારા પુણ્યની પ્રબળતાથી બે ઘડી પ્રમાદ પામી લ્યો, પણ આખિર ‘દગા કિસકા સગા નહિખોદ તે પડે અને “વાવો તેવું લણે' આ કહેવત તમને લાગુ પડ્યા વિના રહેશે? અંતે જરૂર તમારા પાપને ઘડે કુટશે એને તેમાંથી નીકળતી મહા જવાળાઓ તમને બાળીને ખાખ કરશે. પાપ પોતેજ છેવટે કાળે સાપ થઈ આવીને દશે છે. જુઓ, જાઓ, પાતકી પ્રમાદીઓ! આ લેક તમને કે કીંમતી બેધ આપે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org