________________ ધર્મતત્ત્વવિચાર 13 આપોઆપ ફલિત થાય છે; ઈશ્વરની હસ્તી વિશે માણસમાં સાચી શ્રદ્ધા હોય તો એવું જીવન ગાળ્યા વિના એનો છૂટકો જ ન થાય. મનુષ્યના અંતરમાં વસતો પરમાત્મા એ જો પરમ સત્ય હોય, તો એ અંતર્યામીની આજ્ઞાને અનુસરીને કરેલું આચરણ તો આદર્શ આચરણ કહેવાય.” આ આદર્શને અનુસરનારો “મનુષ્ય ત્યાગ, નમ્રતા, બંધુપ્રેમ અને વિશુદ્ધિની મૂર્તિરૂપ હશે. આત્મબળ વડે ઇન્દ્રિયો પર જય મેળવવાથી દ્વેષનાં વાદળ અને વાસનાનાં ધુમ્મસ ઓસરી જાય છે. એટલે એવો જિતેન્દ્રિય પુરુષ ભારે સંકટની ઘડીએ સંપૂર્ણપણે શાન્ત અને સ્વસ્થ રહેશે. ગમે તેવાં અંગત દુ:ખ કે પ્રજાકીય આફત આવી પડે તોયે તે હેબતાઈ દિમૂઢ નહિ બને. તેની પાસે આત્માની શાંતિ, અડગ હૃદય અને દીર્ઘદર્શી આંખ હશે, એટલે તે યોગ્ય સમયે યોગ્ય રીતે જ વર્તશે. તે કોઈ એક યા બીજા દેશનો પ્રજાજન નહિ હોય, પણ સાચા અર્થમાં જગતનો નાગરિક હશે, વસુધાને કુટુંબ માનનારો હશે. તેના જીવનમાં આનંદ અને પ્રેમના આદર્શવાળો સત્ત્વગુણ એ સત્તાની ઝંખના ને ગર્વવાળા રજોગુણ તથા મોહ અને જડતા ઉપજાવનાર તમોગુણ પર પ્રાધાન્ય ભોગવે છે.”૨૯ આમ, 1. નીતિ એ સમાજજીવનનો પાયો છે અને 2. ધર્મ નીતિ માટેનો જોરદાર આગ્રહ રાખે છે અને તે માટેનો દઢ પાયો પૂરો પાડે છે-એ બે બાબતો પરથી એમ સ્પષ્ટ થાય છે કે સમાજને તંદુરસ્ત અને પ્રગતિશીલ રાખવામાં ધર્મનો ઘણો મોટો હિસ્સો છે. ધર્મ શબ્દનો અર્થ આ જ હકીકત સ્પષ્ટ કરે છે. ધર્મ શબ્દ મૂળ " (ધારણ કરવું) ધાતુ પરથી આવેલો છે. આથી જ મહાભારતકાર કહે છે કે, “ધર્મ ધારણ કરે છે-ટકાવી રાખે છે તેને લીધે જ તેને “ધર્મ' નામ અપાયું છે. જગતની પ્રજાને ધર્મ જ ટકાવી રાખેલી છે.”૩૦. ધર્મ માટે વપરાતો અંગ્રેજી શબ્દ “રિલિજિયન’ પણ લેટિન શબ્દો "Re' અને “Legere'માંથી આવેલો છે, જેનો અર્થ થાય છે “ફરી બાંધવું. આને અનુલક્ષીને ડૉ. રાધાકૃષ્ણને યથાર્થ કહ્યું છે કે “ધર્મનો શબ્દાર્થ જ એમ સૂચવે છે કે ધર્મ એ માનવસમાજની વ્યવસ્થાને સુદઢ બનાવનારું અને માનવસમાજની એક્તાને જાળવી રાખનારું પરિબળ હોવું ઘટે.”૩૧