Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
* ૭૦૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન રાજારજવાડાઓ કેટલી બધી ટૂંકી દૃષ્ટિવાળા હતા એ ખરેખર આશ્ચર્યકારક છે. વિદેશી દુશ્મનની સામે એકત્ર થવાનું તેમણે કદી વિચાર કર્યો જ નહિ. દરેક જણ એકલે હાથે લડ્યો અને હારી ગયે; અને તે હારવાને પાત્ર જ હતા.
બ્રિટિશ સત્તાની તાકાત વધતી ગઈ તેમ તેમ તે વધારે ને વધારે હુમલાખોર અને ઘાતકી બનતી ગઈ. કંઈક બહાનું શોધી કાઢીને કે કશા બહાના વિના પણ તેણે લડાઈ કરવા માંડી. આવી ઘણી લડાઈઓ થઈ. એ બધીનું ખ્યાન કરીને હું તને થકવવા નથી ચહાતે. લડાઈ એ કંઈ મજાનો કે આનંદજનક વિષય નથી. અને ઇતિહાસમાં તેને ઘણું વધારે પડતું મહત્ત્વ આપવામાં આવ્યું છે. પણ એને વિષે હું કંઈ જ ન કહું આ ચિત્ર અધૂરું રહે. મૈસૂરના હૈદરઅલી અને અંગ્રેજો વચ્ચે થયેલા બે વિગ્રહ વિષે હું તને આગળ કહી ગયો છું. એમાં મોટે ભાગે હૈદર વિજયી થયે. તેને પુત્ર ટીપુ સુલતાન અંગ્રેજોને કટ્ટો શત્રુ હતો. તેને અંત આણવા માટે ૧૭૯૦–૯૨ અને ૧૭૯૯માં એમ બીજા બે વિગ્રહો કરવા પડ્યા. ટીપુ લડત લડતો મરણ પામ્યો. મૈસૂરની પાસે તેની જાની રાજધાની શ્રીરંગપટ્ટમનાં ખંડિયેરે તું હજી જોઈ શકે છે. ત્યાં આગળ તેની કબર પણ છે.
મરાઠાઓ હજી અંગ્રેજોના આધિપત્યનો સામનો કરી રહ્યા હતા. હિંદના પશ્ચિમ ભાગમાં પેશવા, ગ્વાલિયરન શિંદે અને ઇંદોરના હોલકર તેમ જ બીજા કેટલાક નાના નાના રાજાઓ બાકી હતા. પરંતુ મહાદજી શિંદે અને નાના ફડનવીસ જેવા બે મહાન મરાઠા રાજપુરુષનાં મરણ પછી મરાઠી સત્તા છિન્નભિન્ન થઈ ગઈ. ગ્વાલિયરને મહાદજી શિંદે ૧૭૭૪ની સાલમાં અને પેશવાઓને પ્રધાન નાના ફડનવીસ ૧૮૦૦ની સાલમાં મરણ પામે. આમ છતાંયે મરાઠાઓને માત કરવા હજી ઘણી લડાઈઓ લડવી પડી અને ૧૮૧૯ની સાલમાં તેમની સત્તા છેવટની ઊથલી પડી તે પહેલાં તેમને હાથે અંગ્રેજોને હાર પણ ખમવી પડી હતી. મરાઠા સરદારોને એક પછી એક હરાવવામાં આવ્યા અને દરેક જણે કશી સહાયતા આપ્યા વિના અળગા ઊભા રહીને બીજાને ધૂળ ભેગે થતે જોયા કર્યો. શિંદે અને હેલકર અંગ્રેજોનું આધિપત્ય સ્વીકારનારા પરાધીન રાજાઓ બન્યા. વડોદરાના ગાયકવાડે તે વિદેશી સત્તા સાથે એથી પણ અગાઉ સમજૂતી કરી હતી.
મરાઠાઓની રજા લેતાં પહેલાં મધ્ય હિંદમાં પ્રખ્યાતિ પામેલા એક નામનો ઉલ્લેખ કરવાની મારી ઇચ્છા છે. આ વ્યક્તિ તે ૧૭૬૫થી ૧૭૯૫ની સાલ સુધી રાજ્ય કરનાર ઇદરની રાણી અહલ્યાબાઈ ગાદી પર આવી ત્યારે તે ૩૦ વરસની તરણ વિધવા હતી અને પિતાના રાજ્યને વહીવટ ચલાવવામાં તેણે અસાધારણ સફળતા મેળવી. બેશક, તે પડદે નહોતી રાખતી. મરાઠા સ્ત્રીઓ કદીયે પડદો રાખતી નહતી. રાજકાજમાં તે જાતે ધ્યાન આપતી અને