Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદ્રમાં વિગ્રહો અને વિપ્લવ
કે૯ ૧૩
એ જોયા પછી આ ૧૯મી સદીની સભ્યતાના લાલિત્ય તથા તેના કાયમીપણા વિષેના તારા વિશ્વાસ પહેલાં જેટલે દૃઢ નહિ રહે. તેના દેહનું બાહ્ય સ્વરૂપ તો સુંદર હતું પરંતુ તેના હૃધ્યમાં સડો લાગુ પડ્યો હતા; મધ્યમવર્ગના સ્વાસ્થ્ય અને પ્રગતિ વિષે તે બહુ વાતા ચાલતી હતી પરંતુ સડેા તેની સભ્યતાના મતે કારી રહ્યો હતા.
૧૯૧૪ની સાલમાં કડાકૈા થયા. સવા ચાર વરસના વિગ્રહમાંથી યુરોપ પાર ઊતયું ખરું, પરંતુ તેના દેહ ઉપર-કારી ધા થયા હતા અને તે હજી પણ રુઝાયા નથી. પરંતુ એ વિષે હું તને આગળ ઉપર કહીશ.
૧૦૯. હિંદમાં વિગ્રહા અને વિપ્લવ
૨૭ નવેમ્બર, ૧૯૩૨
૧૯મી સદીનું આપણે ઠીક ઠીક લાંબુ અવલાકન કર્યું. હવે આપણે દુનિયાના બીજા ભાગો તરફ વધારે ઝીણવટપૂર્વક નજર કરીએ. હિંદુસ્તાનથી આપણે એની શરૂઆત કરીશું.
હિંદમાંના પોતાના પ્રતિસ્પર્ધી એ ઉપર અંગ્રેજોએ કેવી રીતે વિજય મેળવ્યો એ વિષે મેં થેાડા વખત ઉપર તને વાત કરી હતી. નેપોલિયનના યુદ્ધોના સમય દરમ્યાન ચાને ચોક્કસપણે દૂર કરવામાં આવ્યા હતા. મરાઠાઓ, મૈસૂરમાં ટીપુ સુલતાન અને પંજાબમાં શીખા થોડા વખત માટે અંગ્રેજોને ખાળી રહ્યા હતા. પરંતુ તે લાંબા વખત સુધી તેમને સામને ન કરી શક્યા. દેખીતી રીતે જ બ્રિટિશ સત્તા સૌથી બળવાન અને વધારે સાધનસામગ્રીવાળી હતી. તેમની પાસે વધારે સારાં હથિયારો અને વધારે સારું સંગઠન હતું અને એ ઉપરાંત છેવટના આસરા માટે તેમની પાસે દરિયાઈ તાકાત પણ હતી. પરાજયને પ્રસંગે ... અને તેમને અનેક વાર પરાજય થયા છે. • પણ તેમને નિર્મૂળ નહાતા કરી શકાયા, કેમકે દરિયાઈ માર્ગો ઉપરના તેમના કાબૂને લીધે તે ખીજી સાધનસામગ્રી મેળવી શકતા. સ્થાનિક સત્તા માટે તે પરાજય એ જેતેા ઉપાય ન કરી શકાય એવી ભારે આપત્તિરૂપ નીવડતો. અંગ્રેજ સૈનિકા પાસે વધારે સારી લડાયક સાધન સામગ્રી હતી તેમ જ તેમની સંગઠનશક્તિ પણ વધારે સારી હતી એટલું જ નહિ, પણ તે તેમના સ્થાનિક હરીફા કરતાં ધણા વધારે ચતુર હતા અને તેમની માંહેામાંહેની હરીફાઈ ના તેમણે પૂરેપૂરો લાભ ઉઠાવ્યા. એટલે અનિવાય પણે બ્રિટિશ સત્તા ફેલાવા પામી અને તેના હરીફાને એક પછી એક જમીનદેોસ્ત કરી દેવામાં આવ્યા. ઘણી વાર તે આમ કરવામાં ખીજાઓની મદદ લેવામાં આવી, પરંતુ થોડા જ વખતમાં ધૂળભેગા થઈ જવાના તેમના વારો પણ આવતા. તે સમયના હિંદના
-