________________
ગુજરાતનું ઘડતર ૧૫
કલચુરિ સંવત વપરાતો.
મંદિરોમાં સ્થાપત્ય-સ્વરૂપમાં પગથીબંધી પિરામિડ ઘાટના શિખરમાં સીધી સળંગ ઊભી રેખાવાળાં અંગ ઉમેરાતાં ગયાં, જેને લઈને આગળ જતાં શંકુઘાટનું નાગર શૈલીનું શિખર વિકસ્યું. આ ક્રમિક વિકાસના અંતરાલ તબક્કા સૌરાષ્ટ્રમાં વિસાવાડા, બીલેશ્વર, સુત્રાપાડા વગેરેનાં મંદિરોમાં નજરે પડે છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા તથા સાબરકાંઠા જિલ્લામાં પણ આવાં થોડાંક મંદિર જોવામાં આવે છે. દેવદેવીઓની પ્રતિમાઓમાં શિલ્પકલાનો સ્પષ્ટ વિકાસ વરતાય છે. ગુજરાતની પૂર્વ સીમા પાસે આવેલી બાઘ ગુફાઓનાં ચિત્રોમાં અજંતા ગુફાઓની ચિત્રશૈલી જેવી એક વિશિષ્ટ ચિત્રશૈલી જોવા મળે છે.
અનુમૈત્રક કાળ વલભીના મૈત્રક રાજ્યના અંત પછી ગુજરાતમાં એવું મોટું રાજ્ય સ્થપાતાં લગભગ દોઢ સેકો લાગ્યો. એ દરમ્યાન ઉત્તર ગુજરાતમાં પંચાસરના ચાવડા રાજ્યનો નાશ થયો ને એ પછી પચાસ વર્ષે અણહિલવાડમાં વનરાજ ચાવડાના વંશનું રાજ્ય પ્રવર્તે, પરંતુ આ રાજ્યનો પ્રદેશ ઘણો મર્યાદિત રહ્યો. દક્ષિણ ગુજરાતમાં જે રાષ્ટ્રકૂટ રાજ્ય હતું તેની સત્તા હવે ઉત્તરમાં છેક સાબરકાંઠા સુધી પ્રસરી ને એની રાજધાની ખેટક(ખેડા)માં ખસેડાઈ. દખ્ખણના રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદરાજ-ત્રીજાએ લાટમંડલ પોતાના ભાઈ ઇંદ્રરાજને સોંપ્યું. અહીં ઇંદ્રરાજની શાખા લગભગ એક શતક સુધી સત્તારૂઢ રહી. નવમી સદીના અંતભાગમાં વળી અહીં દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનું સીધું શાસન પ્રવર્તે. દખ્ખણના રાષ્ટ્રકૂટોના પ્રતિસ્પર્ધી હતા કનોજના પ્રતીહારો. પ્રતીહાર નરેશ નાગભટ-બીજાના સમયથી સૌરાષ્ટ્ર પર પ્રતીહારોનું આધિપત્ય પ્રવર્તે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં એક ચાલુક્ય કુળનું રાજ્ય હતું ને ઉત્તરપૂર્વ સૌરાષ્ટ્રમાં એક ચાપ કુળનું. આ બંને રાજ્યોના રાજાઓ કનોજના પ્રતીહાર રાજાધિરાજોનું આધિપત્ય અંગીકાર કરતા. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જયદ્રથર્વશી ગણાતા સૈધવ રાજાઓનું રાજ્ય ચાલુ રહ્યું. સૌરાષ્ટ્રમાં એ ઉપરાંત વાળાઓ, ચૂડાસમાઓ વગેરેનાં રાજ્ય પ્રવર્તતા, આથી આ કાળને “અનુમૈત્રક કાળ' તરીકે ઓળખવો પ્રાપ્ત થાય છે.
રાકૂટોના રાજ્યમાં શક સંવત પ્રચલિત થયો. ઉત્તર ગુજરાતના ચાવડા વંશના કોઈ અભિલેખ મળ્યા નથી, એથી એ રાજ્યમાં કયો સંવત પ્રવર્તતો એ જાણવા મળ્યું નથી. વઢવાણના ચાપ રાજ્યમાં પણ શક સંવત વપરાતો. સૈધવ રાજ્યમાં ગુપ્ત સંવત પ્રચલિત હતો. દક્ષિણ સૌરાષ્ટ્રના ચાલુક્ય રાજ્યમાં વલભી સંવત ઉપરાંત વિક્રમ સંવત વપરાવા લાગ્યો. રાષ્ટ્રકૂટ, સેંધવ વગેરે રાજ્યોનાં અનેક દાનશાસન મળ્યાં છે. અણહિલવાડના ચાવડા રાજાઓ બ્રાહ્મણોને તેમજ જૈનોને પ્રોત્સાહન