________________
૧૫૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
ગેયતાવાચક આપતો, એક ચરણોને બદલે મોટે ભાગે બેકી ચરણોને અંતે પ્રાસ આપતો. ક્વચિત્ ૨૭, ૩૧, ૩૬, ૪૧ એ કડીઓ ત્રણત્રણ અર્ધવાળી આપતો જોવા મળે છે. ૪૦થી ૫૧ની કડીઓ કલીરાસ’ અને ‘સમરારાસુમાંના દોહરાના ઉત્તરાર્ધના બેકી ચરણના પ્રથમ શબ્દના : કારવાળાં ત્રણ આવર્તન આપતી દેશી છે. પરથી ૬ કડીઓનો ખંડ ખૂબ અનિયમિત માપની પંક્તિઓનો છે, જેમાં ૬૦ ૬૧-૬ ૨ એ કડી ૬ અર્ધ ર અર્ધ અને ૫ અર્ધની છે; આવું કેમ હશે એ સમજાતું નથી. ૬૩મી કડીથી ૬સુધીનો કહી શકાય તે ખંડ ‘તહિં નચિન એ મહિલડી એ લલા ગીય ગિરિનારે એવી ધ્રુવપંક્તિ જાળવતું સ્પષ્ટ ગીત છે. ૭૦મી કડીથી દોહરાનું માપ શરૂ થાય છે, જેમાં એક ચરણ પછી ‘હરીયાતી સૂડી ?' અને બેકી ચરણ પછી “મનીની સૂડી રે જેવાં ધ્રુવપદ છે. એક જ અર્ધ આપી આ સુંદર દેશી ગીત તૂટે છે. કાવ્ય અપૂર્ણ રહે છે. આ અપૂર્ણ રાસમાં છેલ્લી બહરિયાલાની દેશીની પૂર્વના અર્થમાં મંડલિક એમ કહે એવું વાક્ય આવે છે એટલે પ્રલોભન થાય, પરંતુ ૬ રમી કડીના આરંભમાં “મંડલિકે ત્યાં વાસ માંડચો’૩૨ એવું વાક્ય હોઈ એ મંડલિક સોરઠ દેશનો રાજવી સ્પષ્ટ છે. પરંતુ ૬૧મી કડીના છેલ્લા ચોપાઈઘાટના ટુકડાઓમાં છે. શ્રેષ્ઠ કવિ ગઢવી ખેંગાર કહે છે એ અર્થનું વાક્ય મળે છે.૧૩ આસપાસની સંગતિ મેળવતાં આ ગઢવી ખેંગાર' ગ્રંથકારની છાપ હોય એમ કહી શકાય છે. કવિ પહેલાંનો “અયનર' શબ્દ અસ્પષ્ટ છે, એટલી સંદિગ્ધતા રહે છે. કાવ્યવસ્તુની દૃષ્ટિએ જોતાં – પોરવાડ કુળમાંના વર્ધમાનના કુળમાંના ચાડસીના કુળમાં પથ વગેરે પુત્રો થયા હતા. એણે પાટ બેસીને નરસીહ(નરસિંહ) રતન વગેરે સાત ભાઈઓને બોલાવી મંત્રણા કરી, અને સંઘ કાઢવાનું નક્કી કર્યું. અને સંઘની દેખભાળનું કામ નરસીહને સોપ્યું અને સંઘમાં ભાગ લેવા માટે દેશદેશાવરમાં કંકોતરીઓ મોકલવામાં આવી. પછી રામત નામનો ભાઈ પાટણ ગયો અને ત્યાંથી કર્ણ નરેશ્વર(કર્ણ વાઘેલા)ની સંઘ કાઢવાની પરવાનગી લઈ આવ્યો. આ સમાચાર મળતાં લોકોને ખૂબ જ આનંદ થયો. લોકો ઉત્સવો ઉજવવા માંડ્યા, દેરાસરમાં રાસ રમાવા લાગ્યા, “લકુટારસ (દાંડિયારસરાસ) ખેલાવા લાગ્યા, અને પછી ફાગણ સુદિ પાંચમને દિવસે સંઘે પ્રયાણ કર્યું. આમાં સંઘવી સોહડદેવે પણ સાથ આપ્યો. દસે દિશાના સંઘે મુહુર્ત પછી ફાગણ સુદ દસમને દિવસે નીકળીને પિલુયાણા પ્રથમ મુકામ કરી પછી ડાભલ નગરમાં જઈ રહ્યાં. ત્યાં કર્ણરાજાએ સંમાન કર્યું. * ત્યાં દેવાલા મયગલપર, નાગલપુર, પેથાવાડ(જ્યાં મંડણદેવની મુલાકાત થઈ. સીકર, જંબુ, ભડકુ, રાણપુર, લોલિયાણપુર, પિપલાઈ જઈ પહોંચ્યા, જ્યાંથી શત્રુંજય આસપાસ ડુંગરો દેખાવા લાગ્યા. હવે ત્યાંથી પાલીતાણે સંઘ પહોંચ્યો. ત્યાંનાં જિનાલયોમાં ઉત્સાહથી અનેક પ્રકારના ઉત્સવ કર્યા પછી રૂપાવટી, સેલડિયા, અમરેલી, વિકિયાણા