________________
લૌકિક કથા આદિ ૨૫૭
શોધવા ગયો. એણે એક પરબ જોઈ. પરબવાળી વૃદ્ધાએ કહ્યું કે “આ હરસિદ્ધ માતાની પરબ છે. જેટલું પાણી લેશો તેટલું લોહી આપવું પડશે.” કુમારે પ્રેમવશાત્ આ શરતનો
સ્વીકાર કર્યો અને સાવલિંગાને પાણી પાયું. વૃદ્ધાએ લોહી માગતાં સદયવત્સ પોતાનો શિરચ્છેદ કરવા તૈયાર થયો ત્યારે દેવીએ એને અટકાવીને કહ્યું કે “હું ઉજ્જયિની અને પ્રતિષ્ઠાનની કુલદેવી છું, મેં તારી પરીક્ષા કરવા માટે આ યુક્તિ કરી હતી.” કુમારે એની પાસે સંગ્રામમાં અને ધૂતમાં વિજય મેળવવાનું વરદાન માગ્યું. દેવીએ પાસાના ચૂતમાં વિજય માટે એને બે પાસા, કપર્દક ચૂતમાં વિજય માટે કપર્દિકાઓ. અને સંગ્રામમાં વિજય માટે લોહરૃરિકા આપી.
આગળ ચાલતાં સાવલિંગાએ સ્ત્રીઓના સમૂહની વચ્ચે એક કુમારિકાને ધ્યાન કરતી જોઈ. સાવલિંગાએ પ્રશ્ન કરતાં કહ્યું કે “અહીંથી પાંચ કોસ દૂર આવેલ ધારાવતી નગરીના રાજા ધારાવીરની લીલાવતી નામે હું પુત્રી છું. બંદીજનોના મુખે સદયવત્સના ગુણ સાંભળીને એને વરવા માટે આ કામિતપ્રદ તીર્થમાં છ મહિનાથી ધ્યાન ધરી રહી છું. સદયવત્સ મળ્યો નહિ તેથી આવતી કાલે ચિતામાં બળી મરીશ.” સાવલિંગાએ આ વાત સદયવત્સને કરી. કુમાર ધારાવતી નગરીમાં આવ્યો અને એણે લીલાવતી સાથે લગ્ન કર્યું. લીલાવતીને પિયરમાં રાખી સદયવત્સ અને સાવલિંગા આગળ ચાલ્યાં. માર્ગમાં એમને ચાર ચોર મળ્યા. તેમણે સદયવલ્સને ધૂત રમવાનું આહ્વાન આપ્યું અને હારે એણે મસ્તક આપવું પડે એવી શરત રાખી. દેવીના વરદાનથી સદયવત્સ જીત્યો, પણ એણે સજ્જનતાથી ચોરોનાં મસ્તક છેદ્યાં નહિ. આથી ખુશ થઈને ચોરોએ એને અદષ્ટાંજન, રસસિદ્ધિ, સંજીવની આદિ વિદ્યાઓ આપવા માંડી, પણ સદયવલ્સે એ લીધી નહિ. આમ છતાં એક ચોરે એના ઉત્તરીયના છેડે પદ્મિનીપત્રવેષ્ટિત લક્ષ મૂલ્યનો કંચુક બાંધી દીધો.
આગળ ચાલતાં એઓ એક નિર્જન નગરમાં પહોંચ્યાં. ત્યાં રાજભવન પાસે એક સ્ત્રી રડતી હતી. તેણે સદયવત્સને કહ્યું કે નંદરાજાની લક્ષ્મી છું અને અનાથ હોવાને કારણે રડું છું. તમે મારા સ્વામી થાઓ.” લક્ષ્મીએ સદયવત્સને ધનના ઢગલા બતાવ્યા. પછી સદયવત્સ અને સાવલિંગા પ્રતિષ્ઠાન આવ્યાં અને પાસેના નગરમાં બારોટને ત્યાં ઊતર્યા. સસરાનું ગામ હોવાથી પ્રવેશ માટે યોગ્ય વસ્ત્રાભૂષણ લેવા માટે સદયવત્સ નગરમાં જવા માંડ્યો ત્યારે સાવલિંગાએ કહ્યું કે તમે પાંચ દિવસમાં પાછા નહિ આવો તો હું ચિતામાં પ્રવેશ કરીશ.’ નગપ્રવેશ કરતાં કુમારને એક ટૂંઠો સામે મળ્યો. સિંહલના રાજાનો એ સુરસુંદર નામે પુત્ર હતો. પાંચસો હાથી અને એક કરોડ મહોર લઈને એ કૌતુકવશાત્ નગર જોવા આવ્યો હતો, પણ ધૂતમાં એ હારી ગયો અને જુગારીઓએ એના હાથ અને કાન કાપી નાખ્યા હતા. પૂંઠાની સાથે કુમારે નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં સદયવત્સની વિદગ્ધતા પ્રગટ