________________
લૌકિક કથા આદિ ર૬ ૭
પ્રકરણ', ધર્માધર્મવિચાર કુલક’ ‘વજસ્વામીચરિત' (ઈ.૧૨૬૦), નેમિનાથજન્માભિષેક,' “મુનિસુવ્રતસ્વામી સ્તોત્ર, છપ્પન દિશાકુમારી જન્માભિષેક, જિનસ્તુતિ ઇત્યાદિ કાવ્યોમાં કર્તા તરીકે એમનો નામોલ્લેખ છે. કવિના નામોલ્લેખ વિનાનાં બીજાં કેટલાંક કાવ્યો તાડપત્રની એક જ પોથીમાંથી મળે છે તે પણ જિનપ્રભાચાર્યકૃત હોવાનું માનવામાં આવે છે. એમના “ભવ્યચરિત'માં નિરૂપિત કથાનકનો સંક્ષેપ નીચે પ્રમાણે છે :
ભવપુર નામે નગરમાં અનાદિ કાળથી મોહ નામે રાજા રાજ્ય કરતો હતો. એની મિથ્યાદષ્ટિ નામે પુત્રીમાં આસક્ત થયેલા લોકો ધમધર્મ, ભક્ષ્યાભક્ષ્ય અને ગમ્યાગમ્યને જાણતા નહોતા તથા એના વડે ભવમાં ભમાડાતા હતા. આ તરફ જિનરાજનો ઉદય થયો; એમણે ધર્મધ્યાનપુરમાં સંયમ નામે રાજા સ્થાપ્યો. એ રાજાને સર્વવિરતિ નામે પુત્રી હતી. ભવિક જીવને ભવિતવ્યતાને લીધે આત્મભાન થયું અને એણે સંયમ કને સર્વવિરતિની માગણી કરી. સંયમે એ આપી અને ભવિક ધર્મધ્યાન કરતો શિવપુરના માર્ગે લાગ્યો. આથી મિથ્યાષ્ટિને ક્રોધ થયો અને એ સર્વવિરતિ સાથે કલહ કરવા લાગી અને ભવિકને પણ પોતાનો સ્નેહ નહિ તોડવા માટે કહેવા લાગી, પણ પોતાનાં અનેક દુઃખોનું કારણ એ હોવાથી ભવિકે એનો તિરસ્કાર કર્યો, એટલે એ રડતીરડતી પોતાના પિતા મોહરાજને ત્યાં ગઈ. મોહરાજાએ એની જ્યેષ્ઠ ભગિની ભવિતવ્યતાને બોલાવી, અને આવું અનિષ્ટ સૂત્ર ગોઠવવા માટે એને ઠપકો આપ્યો. પોતાનું નાનું કુટુંબ જિનરાજાને પહોંચી શકતું ન હોવાથી એ શોકાતુર થઈને બેઠો. એની આ સ્થિતિ મિથ્યાત્વી મંત્રીએ જોઈ. એણે કહ્યું : 'પ્રભુ શોક શા માટે કરો છો? દરેકની યોગ્યતા પ્રમાણે એને આદેશ આપો!” ક્રોધ બોલ્યો : પ્રભુ આજ્ઞા આપો તો જિનના પરિવારને આ દેશ છોડાવી દઉં.” માને કહ્યું : માયાકુમારીની સહાયથી હું સૌ કોઈને હરાવીશ.’ લોભ બોલ્યો : “મારી સામે કોઈ યોદ્ધો આવી શકે એમ નથી. મદને કહ્યું : “મને રણનો પટો આપો તો ત્રણે ભુવનને વ્યાકુળ કરી નાખું” પ્રમાદે કહ્યું : “કાં તો તમને ત્રિભુવનના રાજા બનાવું, કાં તો સમરાંગણમાં મરી જાઉં.' આ સાંભળીને સંતોષ પામેલા મોહે પરમાનંદનગરને ઘેરો ઘાલ્યો. પહેલાં તો શરણે આવવાના કહેણ સાથે એણે જિનરાજા પાસે દૂત મોકલ્યો, પણ કંઈ વળ્યું નહિ. આગમનો ઢોલ વગડાવવામાં આવ્યો તે સાંભળીને મોહના સઘળા સુભટો સંતાઈ ગયા. વિવેકની આગેવાની નીચે, અઢાર સહસ શીલાંગ-૨થથી યુક્ત સંયમનું સૈન્ય બહાર નીકળ્યું. સુભટ પ્રમાદ સામે આવ્યો, એને વિવેકે સ્થાનભ્રષ્ટ કર્યો, ક્રોધકુમારને ઉપશમકુમારે માર્યો, માનને માર્દવે અનેક બાણ વડે વીંધી નાખ્યો; માયાને આજે મારી નાખી. એ જોઈને મોહરાજાનું દળ નાસવા માંડ્યું. લોભમલ્લને સંતોષે એના પરિજન સાથે માર્યો, ભટ દર્પને શીલ સુભટે હણ્યો. પછી મોહરાજ