________________
ગદ્ય ૨૮૩
અને સાહિત્યિક સામગ્રી સોલંકીયુગને સ્પર્શ કરતી માનવી એ વધારે પડતું નથી. અન્ય ભગિનીભાષાઓની પ્રકાશિત રચનાઓમાં માત્ર જૂની મૈથિલી ભાષામાં અનુમાને ચૌદમા સૈકામાં રચાયેલ જ્યોતિરીશ્વર કવિશેખરકૃત વર્ણરત્નાકર'ની તુલના આપણા વર્ણકો સાથે કરી શકાય એમ છે.
૩. ઔક્તિક
ઔક્તિક એટલે ઉક્તિ અથવા ભાષા વિશેની રચના. ગુજરાતીના માધ્યમ દ્વારા સંસ્કૃત વ્યાકરણ શીખવવા માટે તૈયાર થયેલી કૃતિઓને ઔક્તિક કહે છે. ઔક્તિકના મૂળ કર્તાઓને મન ગુજરાતી ભાષા એક સાધનથી વિશેષ નથી, પણ આધુનિક અભ્યાસીને તો ઔક્તિકો ખૂબ ઉપયોગી છે, કેમકે ભાષાની વ્યાકરણ-વિષયક લાક્ષણિકતાઓનું એ નિરૂપણ કરે છે. પ્રત્યેક ઔક્તિકમાં ઘણુંખરું એક નાનો શબ્દકોશ હોય છે (જો કે એમાં શબ્દો અકારાદિ ક્રમે ગોઠવેલા હોતા નથી), અને એથી ભાષાના શબ્દભંડોળ તેમજ શબ્દોના અર્થવિકાસના અભ્યાસ માટે ઔક્તિકો બહુમૂલ્ય સામગ્રી પૂરી પાડે છે.
શ્રીમાલવંશીય ઠક્કર કૂરસિંહના પુત્ર સંગ્રામસિંહકૃત બાલશિક્ષા' (ઈ.૧૨૮001 સૌથી પ્રાચીન ઉપલબ્ધ ઔક્તિક છે. એ વખતની ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત કાતંત્ર' વ્યાકરણનું જ્ઞાન થવા માટે બાલશિક્ષા' રચાયેલ છે. બારમા સૈકામાં સિદ્ધહેમ' વ્યાકરણ રચાયું ત્યાર પહેલાં ગુજરાતમાં સર્વત્ર “કાતંત્ર' વ્યાકરણનો પ્રચાર હતો અને એ પછી પણ એનો પ્રભાવ ઠીક સમય સુધી ચાલુ રહ્યો હતો. સંજ્ઞાપક્રમ, સંધિપ્રક્રમ, સ્વાદિપ્રક્રમ, કારકપ્રક્રમ, સમાસ પ્રક્રમ, અન્યોક્તિવિજ્ઞાનપ્રક્રમ, સંસ્કાઆક્રમ અને ત્યાદિપ્રક્રમ એ પ્રમાણે આઠ પક્રમોમાં “બાલશિક્ષા' વહેંચાયેલ છે. ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થઈઈ. ૧૩૦૪) તેનાથી પચીસ વર્ષ પૂર્વે ગુજરાતી ભાષાનું સ્વરૂપ કેવું હતું એના ઉપર આ ગ્રંથ પ્રકાશ પાડે છે.
એ પછી, ઈ.ના ચૌદમા સૈકાના પૂર્વાર્ધમાં કોઈ ભટ્ટારક સોમપ્રભસૂરિકૃત ઔક્તિક' તથા એ જ અરસામાં દેવભદ્રના શિષ્ય તિલકત “ઔતિક મળે છે. બંને અપ્રગટ છે. ૨૨
કુલમંડનગણિકૃત મુગ્ધાવબોધ ઔક્તિક' (ઈ.૧૩૯૪) એવા સમયે રચાયું છે કે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં એક સીમાચિહ્ન બની રહે છે. અજ્ઞાતકર્તિક “ષકારક”ની રચના પણ એ અરસામાં થઈ છે. દેવસુદરસૂરિના શિષ્ય ગુણરત્નસૂરિએ ઈ.૧૪૧૦માં ‘ક્રિયારત્નસમુચ્ચય" નામે ધાતુકોશ રચ્યો છે, અને એમાં તત્કાલીન ભાષામાં ક્રિયાપ્રયોગ કેમ થતા એનાં ઉદાહરણ આપ્યાં છે. ઈ.૧૪૨૮માં કોઈ અજ્ઞાત બ્રાહ્મણ લેખકનું ઉક્તિયકમ્ જ એક વિસ્તૃત અને વિશદ