________________
૨૮૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
ઔક્તિક છે. ઈસવી સનની સત્તરમી સદીના આરંભનું સાધુસુન્દરગણિત ઉક્તિરત્નાકર ઔક્તિકરચનાની આ પરંપરાના સાતત્યનો એક સુંદર નમૂનો છે. આ પ્રદેશની ભાષા શુદ્ધ ગુજરાતીરૂપે સ્થિર વિકાસ પામતી હતી તે સમયે આ બધાં ઔક્તિક રચાયેલાં હોઈ ભાષાવિકાસના અભ્યાસ માટે એમનું મહત્ત્વ ભાગ્યે સમજાવવું પડે છે. જૂની ગુજરાતીનો એક નાનકડો સાર્થ શબ્દકોશ કેવળ ઔક્તિકોને આધારે જ તૈયાર કરી શકાય એમ છે.
આ પછીના સમયમાં પણ નાનાંમોટાં અનેક ઔક્તિકો રચાતાં રહ્યાં છે, કેમ કે ઔક્તિકો દ્વારા સંસ્કૃતના અધ્યયનમાં સરળ પ્રવેશ થઈ શકતો હતો, અને જેમને ઉચ્ચ વિદ્યાની સાધના કરવી હતી અથવા વિદગ્ધ સાહિત્યિક સમાજમાં સ્થાન મેળવવું હતું અથવા ધાર્મિક અને દાર્શનિક અભ્યાસ વિશિષ્ટ રીતે કરવો હતો તેમને માટે સંસ્કૃતની અનિવાર્ય આવશ્યકતા હતી.
સંદર્ભનોંધ ૧. મુદ્રિત સંપા. ભોગીલાલ સાંડેસરા, પ્રસ્થાન', ફાગણ-ચૈત્ર, સં. ૧૯૮૮ (ઈ.૧૯૩૨) ૨. મુકિત : સંપા-આચાર્ય જિનવિજયજી, પુરાતત્ત્વ', પુસ્તક ૫, અંક ૪ ૩. મુદ્રિત : પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ', પૃ. ૮૬-૮૭; પ્રાચીન ગુજરાતી ગદ્યસન્દર્ભ
(સંપા. જિનવિજયજી), પૃ. ૨૧૮-૧૯
મુદ્રિત : પ્રાગૂકાસંગ્રહ, પૃ. ૮૭-૮૮ ૫. મુદ્રિત : પ્રાગૂકાસંગ્રહ, પૃ. ૮૮-૮૯, પ્રાગુગદ્યસંદર્ભ પૃ. ૨૧૯
મુદ્રિત : પ્રાગૂકાસંગ્રહ, પૃ. ૮૯-૯૦, પ્રાગુગદ્યસંદર્ભ પૃ. ૨૧૯-૨૨૧
એમાંથી છપાયેલી ૨૩ કથાઓ માટે જુઓ પ્રાગુગદ્યસંદર્ભ, પૃ. ૧-૫૯ ૮. એ જ, પૃ. ૫૪
મુદ્રિત : સંપા. ભોગીલાલ સાંડેસરા (જુઓ બારમા ગુજરાતી સાહિત્ય સંમેલનમાં નિબંધ “મધ્યકાલીન ગુજરાતનાં તોલ, માપ અને નાણાં વિષે કેટલીક માહિતી. વળી gaul Weights, Measures and Coinage of Mediaeval Gujarat, Journal of the Numismatic Society of India, December 1946
૧૦. પ્રાગુગદ્યસંદર્ભ પૃ. ૬૦૬ ૬