Book Title: Gujarati Sahityano Itihas Part 01
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 281
________________ ૨૬ ૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧ કથાકૃતિઓની સમાલોચનાને અંતે એનો નિર્દેશ ઉચિત થશે. ઉપદેશમાલા એ ધર્મબોધ અને નીતિબોધ અર્થે લખાયેલો પ્રકરણગ્રંથ છે, અને જૈન સાહિત્યમાં એ ખૂબ લોકપ્રિય હોઈ એના ઉપર અઢાર સંસ્કૃત ટીકાઓ, એક પ્રાકૃત ટીકા અને જૂની ગુજરાતીમાં ત્રણ બાલાવબોધો જાણવામાં આવ્યાં છે. ‘ઉપદેશમાલાકથાનક છપ્પયમાં કર્તાએ ૮૧ ઝમકદાર છપ્પામાં ‘ઉપદેશમાલા'ની કથાઓનો સાર આપ્યો છે. એમાં કર્તાએ પોતાનો સ્પષ્ટ નામોલ્લેખ નહિ કરતાં પોતાને રત્નસિંહસૂરિના શિષ્ય તરીકે ઓળખાવેલ છે. પણ રત્નસિંહસૂરિના શિષ્ય વિનયચંદ્ર ઈ.૧૨૬૯ આસપાસ નેમિનાથ ચતુષ્યદિકા' રચી છે તે જ આ છપ્પાઓના કર્તા હોય એમ અનુમાન થાય છે. એમ હોય તો, ઈ.ના તેરમા શતકના ઉત્તરાર્ધની એ રચના ગણતાં ઉપદેશમાલાકથાનક છપ્પય' પછી આશરે સો-સવાસો વર્ષે ખરતર ગુરુ ગુણ વર્ણન છપ્પય' નામે એક વિસ્તૃત કાવ્ય પણ રચાયેલું છે. ખરતર ગચ્છના આચાર્યોના ગુણનું એમાં વર્ણન છે. ઈ.૧૪૧૯ આસપાસ વિદ્યમાન આચાર્ય જિનભદ્રસૂરિ સુધી આવીને એ વર્ણન અટકે છે, એ ઉપરથી એના કર્તા જિનભદ્રસૂરિના શિષ્યમંડળમાં હશે એવું અનુમાન થાય છે. રાજા સિદ્ધરાજ જયસિંહના સમયથી માંડી ઈ.ના પંદરમાં શતકના આરંભ સુધીના ખરતર ગચ્છના આચાર્યોની આનુપૂર્વી તથા એમના જીવનવૃત્ત વિશેની ઉપયોગી માહિતી એમાંથી મળતી હોઈ ઐતિહાસિક દષ્ટિએ આ રચના અગત્યની છે. ૨. રૂપકગ્રંથિ રૂપકગ્રંથિ (Allegory) પૂર્વ તેમજ પશ્ચિમમાં લોકપ્રિય એવો સાહિત્યપ્રકાર છે અને એનો વિનિયોગ મોટે ભાગે ધર્મપ્રચાર માટે થયો છે. આ પ્રકારની રચનાઓમાં પાત્રો શુભાશુભ ગુણોનાં પ્રતીકો હોઈ એવી રચનાઓનું મુખ્ય કથયિતવ્ય ગ્રહણ કરવાનું લોકોને સરળ પડે છે, જો કે આવી કૃતિઓ સામાન્યતામાં સરી પડે અને સાહિત્યિક દૃષ્ટિએ જોતાં યંત્રવતું નિરૂપણ કરનારી બની જાય એ એનું ભયસ્થાન છે. જૂના ગુજરાતી સાહિત્યમાં આ સાહિત્યપ્રકારના નમૂના સંખ્યાબંધ છે, જો કે જે કાલખંડની આપણે અહીં વાત કરીએ છીએ તેમાં એવી રચનાઓ કેવળ બેત્રણ ઉપલબ્ધ છે. એમાં સૌથી જૂનું જિનપ્રભાચાર્યનું “ભવ્યચરિત છે.’ ઈસવી સનના તેરમા શતકમાં થઈ ગયેલા, આગમગચ્છીય જિનપ્રભાચાર્યે ઉત્તરકાલીન અપભ્રંશ અથવા જૂની ગુજરાતીમાં નાનાંમોટાં સંખ્યાબંધ કાવ્યો રચ્યાં છે : મદનરેખા સંધિ' (ઈ.૧૨૪૧), “જ્ઞાનપ્રકાશ કુલક,” “ચતુર્વિધભાવના કુલક, મલ્લિચરિત્ર જીવાનુશાસ્તિ સંધિ', “નેમિનાથરાસુ, યુગાદિજિનચરિત કુલક, “ભવ્યચરિત,’ ભવ્યકુટુંબચરિત,' “સર્વચૈત્યપરિપાટી સ્વાધ્યાય', “સુભાષિતકુલક' “શ્રાવકવિધિ

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328