Book Title: Gujarati Sahityano Itihas Part 01
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 294
________________ ગધ ૨૭૯ અજ્ઞાન તીહ કિહિં અવબોધ જાણિવા તણઈ અર્થિ આત્મીયલશોવૃદ્ધયર્થ શ્રેયસ્કરણાર્થ શ્રીધરાચાર્યું ગણિત પ્રકટીકૃત. શ્રાવકવ્રતાદિ અતિચાર'નું સાદું ગદ્ય ઈ. ૧૪૧૦માં લખાયેલું મળ્યું છે. ઈસવી સનના ચૌદમા શતકના ઉત્તરાર્ધમાં અને પંદરમાના પૂર્વાર્ધમાં થયેલા તપાગચ્છના આચાર્ય સોમસુન્દરસૂરિ (ઈ.૧૩૭૪-૧૪૪૩) પ્રકાંડ પંડિત હોવા સાથે એક શિષ્ટ ગ્રંથકાર હતા. એમણે અનેક સંસ્કૃત ગ્રંથો અને ગુજરાતી કાવ્યો ઉપરાંત ‘ઉપદેશમાલા (ઈ.૧૪૨૯), ષડાવશ્યક', યોગશાસ્ત્ર’, ‘આરાધનાપતાકા', “નવતત્ત્વ', ભક્તામરસ્તોત્ર', “ષષ્ટિશતક પ્રકરણ૧૧ આદિ ઉપર બાલાવબોધો આપ્યા છે. ખરતરગચ્છની પિપ્પલક શાખાના આચાર્ય જિનસાગરસૂરિએ સં.૧૫૦૧ (ઈ.૧૪૪૫)માં “ષષ્ટિશતક' ઉપર બાલાવબોધ રચ્યો છે. “ષષ્ટિશતક' ઉપરાંત બીજા અનેક શાસ્ત્રીય ગ્રંથો ઉપર ઉપાધ્યાય મેરુસુન્દરના વિશદ બાલાવબોધો આપણા અભ્યાસપાત્ર કાલખંડ પછી તુરતમાં રચાયા હોઈ એની મર્યાદામાં આવતા નથી. સોમસુન્દરસસૂરિના યોગશાસ્ત્ર’ બાલાવબોધમાંની એક સંક્ષિપ્ત કથા એમની સરળ પણ રસપ્રદ ગદ્યશૈલીના ઉદાહરણ તરીકે જોવા જેવી છે : આગઈ એકઈ ગામિ બિ ભાઈ હુંતા. પહિલિ મેઘની વૃષ્ટિઇ એક ભાઈ નદીતઈ તીરિ કાષ્ઠાદિક કાઢિવા ગિઉ. ઇસિઈ પૂર વહી ગિઉં છઈ નદીનાં તટિ સોનીયા ભરિ કડાહિ દીઠી. તે લેઈ કામ ખરડિયા ભણી નિવરઈ કહ માહિ ધોવા લાગઉ. તેતલઈ તે હાથ હૂતી વિછૂટી. દ્રહમાંહિ પડી. તેહની મૂછશું કરી પેલી ગહિલઉ થિી. ઇમઈ જિ કહઈ ‘આહાં ધોતાં ગઈ ગઈ.” પાછઉ ધરિ આવિલ. જિ કો બોલાવઈ તેહ હૂઈ ધોતાં ગઈ ગઈ ઈમ જિ કહઈ. પછઈ સગે તે ઓરડી માહિ ધાતી કેતલાઈ દિહાડા ભૂષિઉ રાષિઉ. ભૂખ શું કરી તે ગહિલપણ૯ ગિઉં. વડા ભાઈ આગલિ સોનઈઆ ભરી કડાહીનઉ વૃત્તાંત કહિઉ. તેહÇઈ તે વાત સાંભળતાં મોહઈ કરી ગહિલપહલું થિ7. ઇમ જિ કહઈ તઈં કાંઈ ધોઈ? જિ કો બોલાવઈ તેહ આગલિ ઈમ જિ કહઈ “તઈ કાંઈ ધોંઈ?” પછઈ સગે તે હૂ ઓરડી માંહિ ધાતી ભૂષઈ સૂકવિ8. તેહઈનઉ ગહિલપણ૯ ઇમ ગમિઉં. ઇમ જીવ અણછતાંઠે વસ્તઈં મોહઈ કરી ગહિલઉ થાઈ પછઇં મરી દુર્ગતિઈ જાઈ. મોટે ભાગે શબ્દાર્થ અને પ્રસંગોપાત્ત ભાવાર્થ સમજાવતા ષષ્ટિશતક' ઉપરના જિનસાગરસૂરિના બાલાવબોધમાંથી એક ગાથાનું વિવરણ જોઈએ :

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328