________________
૨૭૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
વિવરણો કેમ લખાતાં એનો એક સારો નમૂનો અહીં જોવા મળે છે. પછીના સમયનાં અનેક વિવરણો અને ભાષાન્તરોમાં એ પદ્ધતિ વ્યાપક છે. એ ખંડાન્વયપદ્ધતિ છે, જેમાં મુખ્ય વાક્ય કે વિધાન રજૂ કર્યા પછી, જુદાજુદા પ્રશ્નો કરી એના સ્પીકરણરૂપે વિવરણ થતું.
પણ આ સર્વ અતિસંક્ષિપ્ત ગદ્યકૃતિઓ છે. સુદીર્ઘ અને વ્યવસ્થિત ગદ્યરચના આપણને પ્રથમવાર તરુણપ્રભસૂરિના “પડાવશ્યક બાલાવબોધ' ઈ.૧૩૫૫)માં મળે છે. આ વિસ્તૃત રચના બતાવે છે કે એની પૂર્વે ગુજરાતી ગદ્યનું ખેડાણ સારા પ્રમાણમાં થયું હોવું જોઈએ. ધાર્મિક વિષયોના ઉદાહરણરૂપે કર્તાએ એમાં નાનીમોટી અનેક કથાઓ આપી છે. એમાંની એક સંક્ષિપ્ત કથા અહીં જોઈએ :
કાશ્યપુ નાવી તેહરહઈ કિણિહિં વિદ્યાધરિ તૂઠઇં હૂતમાં વિદ્યા દીધી. તેહનઈ પ્રભાવિ તેહની ભાંડી આકાશિ થિકી તેહ સરસી ચાલઈ. અનેરઈં દિવસિ દગસૂકરુ-ભણિયઈ બ્રાહ્મણ તિણિ દીઠી. તઉ તિણિ બ્રાહ્મણિ તેહની સેવા કીધી. વિદ્યા તેહ કન્હા બ્રાહ્મણિ લીધી. વિદ્યપ્રભાવિ તેહની ધોયતી આકાશિ થિકી તેહ સરસી ચાલઈ. તઉ લોકુ આગેઈ બ્રાહ્મણ રહઈ ભક્તિ કરતલ, તેલ આશ્ચર્યું દેખી કરી ઘણેરઉં તેહ બ્રાહ્મણ રહઈ ભક્તિ પૂજા સત્કાર બહુમાન કરિવા લાગી. ઇસી પરિ બ્રાહ્મણ કાશ્યપની વિદ્યા કરી શ્રી પ્રાપ્ત હૂયઉ. અનેરઈ દિવસ અને રઈ કિણિહિં પૂછિઉ સુ બ્રાહ્મણ - ભગવન! મહંતુ તુમ્હારઉ પ્રભાવું, સુ તપ તણઉ પ્રભાવુ કિંવા વિદ્યા તણઉ પ્રભાવુ?” બ્રાહ્મણ ભાઈ ‘વિદ્યા તણઉ પ્રભાવુ એઉં.’ ‘એ વિદ્યા કિહાહુતી લાધી?’ વિષ્ણુ ભણઈ ‘હિમવંત ગિરિ વર્તમાન ગુરુવઈ ગરિ તુસી કરી આપી.” ઇસા કથન સમકાલિહિં જિ આકાશિ હૂતી
ધોતી ભૂમિ પડી. પાછઈ સુ બ્રાહ્મણ લઘુતાપ્રાપ્ત હુઈ. શ્રીધરાચાર્યત સંસ્કૃત ગણિતસારનો બ્રાહ્મણ રાજકીર્સિમિશ્રાકૃત બાલાવબોધ ઈ.૧૩૯૩માં રચાયો છે. તત્કાલીન અને પૂર્વકાલીન ગુજરાતનાં તોલ માપ અને નાણાં વિશે એ સારી માહિતી આપે છે અને પાટણના એક મોઢ વણિક કુટુંબનાં બાળકોને એ વિષયનું જ્ઞાન આપવા માટે એની રચના થઈ છે એ નોંધપાત્ર છે. એના પ્રારંભિક મંગલાચરણનું પ્રૌઢ સંસ્કૃતમય ગદ્ય મળે છે :
શિવુ ભણઈ દેવાધિદેવુ ભટ્ટારકુ મહેશ્વરુ, કિશું જુ પરમેશ્વર, કૈલાસશિષરમંડનું. પાર્વતીહૃદયરમણ, વિશ્વનાથ જિર્ણ વિશ્વ નીપજાવિઉં, તસુ નમસ્કાર કરીઉ બાલાવબોધનાર્થ, બાલ ભણીશું