Book Title: Gujarati Sahityano Itihas Part 01
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 292
________________ ગદ્ય ૨૭૭ પડે છે તે જ આ બાલાવબોધોની બહોળી અનુવાદપ્રવૃત્તિમાં ચાલક બળરૂપે છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ ગણાશે. રૂપદૃષ્ટિ તેમજ અર્થદૃષ્ટિએ ભાષાવિકાસના અભ્યાસ માટે બાલાવબોધસમેત જૂનું ગદ્યસાહિત્ય બહુમૂલ્ય સામગ્રી પૂરી પાડે છે. ઈ. ૧૨૭૪માં આશાપલ્લીમાં લખાયેલ આરાધના ઉપલબ્ધ ગદ્યકૃતિઓમાં સૌથી જૂની છે. સરળ અને સાથોસાથ સંસ્કૃતમય ગદ્યનો એક નમૂનો એમાં જોવા મળે છે : સમ્યક્ત્વપ્રતિપત્તિ કરહુ, અરિહંતુ દેવતા સુસાધુ ગુરુ જિનપ્રણીત ધર્મો સમ્યક્ત્વદેડકુ ઉચ્ચરહુ, સાગાઅત્યાખ્યાનું ઊચરહું, ચઊહુ સરણિ પઇસરહુ. પરમેશ્વર અરહંતસરણિ સકલકર્મનિર્મુક્તસિદ્ધસરણિ સંસારપરિવારસમુત્તરણયાનપાત્રમહાસત્ત્વસાધુસરણિ સકલપાપપટલકવલનકલાકલિતુ કેવલિપ્રણીતુ ધમ્મસરણિ સિદ્ધ સંઘગણ કેવલિ શ્રત આચાર્ય ઉપાધ્યાય સર્વસાધુ પ્રતિણી શ્રાવક શ્રાવિકા ઈહ જ કાઈ આશાતના કી હુતી તાહ મિચ્છા મિ દુક્કડં. ઈ.૧૨૮૪ના અરસામાં લખાયેલા જણાતા “અતિચારમાંથી* કાલવેલા પઢય, વિનયહીણ બહુમાનહીણુ ઉપધાનહીણુ ગુરુનિહર અનેરા કહઈ પડ્યું, અનેરશું કહઈ વ્યંજનકૂડુ અર્થકૂડુ તદુભયકૂડ કૂડઉ અફખરુ કાન માત્રિ આગલઉ ઓછઉ દેવંદણવાંદણ) પડિક્કમઈ સઝાઉ કરતાં પઢતાં ગુણતાં હુઉ હુઇ, અર્થકૂડુ કહઈ હુઈ, સૂવું અર્થ બેઉ કૂડાં કહ્યાં હુઇ, જ્ઞાનોપકરણ પાટી પોથી કમલી સાંપુર્ડ સાંપુડી આશાતન પશુ લાગઉ થુંકુ લાગઉ પઢતાં પ્રàષ મચ્છરુ અંતરાઈઉ હઉ કીધઉ હુઈ, તથા જ્ઞાનદ્રવ્યુ ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધિ વિણામ્ય વિણાસિતઉં . ઉવેખ્યું હુંતી સક્તિ સાર સંભાલ ન કીધિયઈ, અનેર) જ્ઞાનાચારિઉ કોઇ અતીચારુ હુઉ સૂક્ષ્મ બાદરુ મનિ વચનિ કાઈ પક્ષદિવસમાહિ તેહ સવહિ મિચ્છા મિ દુક્કડ. ઈ. ૧૩૦૨માં લખાયેલું એક સર્વતીર્થ નમસ્કાર સ્તવન બાલાવબોધ" પણ છે. વળી એ જ અરસામાં લખાયેલા “નવકારવ્યાખ્યાનમાંથી થોડો નમૂનો જોઈએ: નમો રિહંતાઈI II | માહરઉ નમસ્કાર અરિહંત હલ. કિસા જિ અરિહંત, રાગેષરૂપિઆ અરિ વારિ જેહિ હણિયા, અથવા ચતુષષ્ટિ ઇંદ્રસંબંધિની પૂજા મહિમા અરિહઈ; જિ ઉત્પન્ન દિવ્ય વિમલ , કેવલજ્ઞાન, ચઉત્રીસ અતિશયિ સમન્વિત, અષ્ટમહાપ્રાતિહાર્યશોભાયમાન મહાવિદેહિ ખેત્રિ વિહરમાન તીહ અરિહંત ભગવંત માહરઉ નમસ્કારુ હ8.

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328