Book Title: Gujarati Sahityano Itihas Part 01
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 280
________________ લૌકિક કથા આદિ ૨૬૫ મઝ ન સુહાઈ ચાંદલુ રે, જાણે વિસ વરસંતિ; સીતલ વાઉ સોહામણું રે, પ્રિય વિણ તાપ કરંતિ. | સુણિ દાખી ડાહિમ આપણી રે, રંજિ મુઝ મનમોર; છયલપણઈ છાન રહ્યું રે, હીયડઉં કરી કઠોર. | સુણિ૦ એતા દહ ન જાણીયા રે, નિરગુણ જાણી કંત; હિવ ખિણ જાતક વરસ સઉ રે, જાઈ મુઝ બિલવંત સુણિ. જઈ કરવત સિર તાહરઈ રે, દીજત સિરજણહાર; વર વછોલ્યાં સાજણાં રે, તઉ તઉ જાણત સાર. | સુણિ૦ ઓલંભા દીજઈ કુણહ-રઈ રે, કુણિહિં દીજઈ દોસ; હીરાણંદ ઇમ ઊચરઈ રે, કીજઇ મનિ સંતોષ. | સુણિ. (કડી ૧૧૬-૧૨૨) ઈ.૧૨૨૯માં રચાયેલ વિનયચંદ્રકૃત સંસ્કૃત “મલ્લિનાથ મહાકાવ્યમાં એક આડકથા તરીકે વિદ્યાવિલાસની કથા આવે છે. ૨૦૩ શ્લોકના એ સંસ્કૃત ઉપાખ્યાનને કથાવસ્તુની દૃષ્ટિએ હીરાણંદ અનુસરે છે. આ કથાનકની પરંપરા એ પછી ગુજરાતી સાહિત્યમાં અવિચ્છિન્નપણે ચાલુ રહી છે. ઈ.૧૪૬૦માં ખરતરગચ્છીય ઉપાધ્યાય જ્ઞાનસાગરકત વિદ્યાવિલાસ ચોપાઈ, ઈ.૧૪૭૫માં અજ્ઞાત જૈન કવિકૃત વિદ્યાવિલાસ ચોપાઈ', ઈ.૧૬ ૧૬માં માણેકકૃત વિદ્યાવિલાસ રાસ' નોંધપાત્ર છે. અઢારમાં શતકમાં વળી જિનહર્ષ, અમરચંદ અને ઋષભસાગર એ જૈન કવિઓએ આ જ વિષય ઉપર લખ્યું છે. સુરતના લઘુ અને સુખ એ બે વણિક ભાઈઓએ ઈ.૧૬૬ ૭માં વિનયચટ્ટની વાર્તા રચી છે. ૨૦૩ શ્લોકની નાનકડી સંસ્કૃત આખ્યાયિકા લઘુ અને સુખની વિસ્તૃત પદ્યકથારૂપે ક્રમશઃ કેવી રીતે અવતાર પામે છે એનો સાહિત્યિક ઇતિહાસ તપાસવા જેવો છે. રત્નસિંહસૂરિશિષ્યકત ઉપદેશમાલાકથાનક છપ્પયનો નિર્દેશ અહીં જ કરવો ઉચિત થશે. કેટલાક અભ્યાસીઓ માને છે તેમ, અહીં છપ્પા એ કોઈ સાહિત્યપ્રકાર નથી, ઈની નવમી સદી પૂર્વે ક્યારેક મહારાષ્ટ્ર પ્રાકૃતમાં રચાયેલ, ધર્મદાસગણિત ઉપદેશમાલા'માંની કથાઓનો સારોદ્ધાર આ કાવ્ય છપ્પાઓમાં આપતું હોઈ

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328