________________
૨૬૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
સામે આવ્યો, તેના સંયમરાજે ધ્યાનખડ્ગ વડે ટુકડા કરી નાખ્યા. સંયમનૃપનો જયકાર થયો. પરમાનંદનગરમાં ઉત્સાહ વ્યાપ્યો. મોહના જે કોઈ અનંત જીવ શરણ માગતા આવ્યા તેમનું રક્ષણ કરવામાં આવ્યું. સુગુરુ કહે છે કે સકલ જીવલોકમાં જિનપ્રભુ સિવાય બીજું શરણસ્થાન નથી.
૪૪ કડીની, ચોપાઈ છંદમાં રચાયેલી આ નાની કૃતિ કાવ્યરસની દૃષ્ટિએ સાધારણ છે, પણ ભાષાનો પ્રવાહ એમાં સરળ અને નિરાડંબર રીતે વહેતો જાય છે, પ્રારંભની થોડીક કડીઓ જોઈએ :
ભવિય સુણઉ ભવજીવહ ચરિઉ, સંખેતિહિ મણુ નિચ્ચલુ ધરિઉ; અસ્થિ અણાઇય ભવપુર નામુ, મોહાઉ તહિં વસઇ પગામુ. મિચ્છદિકિ તસુ વલ્લહ ધૂઅ, સયલ જીવ સા પિયયમ હૂય; તિણિહિં મોહિઉ એઉ યિલોઉ, વિનડિતુ ધરઈ ૫મોઉ. કવિ ન જાણઈ ધમ્માધમ્મુ, ભખાભખ્ખુ, ન ગમ્માગમ્મુ; નિચુરુğ સા પુણ ધરનારિ, જીવ ભમાડઈ વિવિહ પયારિ. (કડી ૧-૩)
કવિના નામોલ્લેખ વિનાનું, પણ જિનપ્રભાચાર્યકૃત ગણવામાં આવેલું, ‘જિનપ્રભુમોહરાજ વિજ્યોક્તિ' એ નામનું અપ્રગટ કાવ્ય પણ આ પ્રકારની રૂપકગ્રન્થિ છે. મોહનો પરાજ્ય તથા હેમાચાર્યના ઉપદેશને પરિણામે રાજા કુમારપાળનો જૈન ધર્મસ્વીકા૨ વર્ણવતું યશઃપાલનું રૂપકપ્રધાન સંસ્કૃત નાટક ‘મોહપરાજય’ (ઈ. ૧૨૨૯૩૨), જે એની રચના પછી તુરત ઉત્તર ગુજરાતમાં થરાદમાં ભજવાતું હતું, તેની આ પ્રકારનાં રૂપકો ઉપર ઠીક અસર થઈ જણાય છે. કુમારપાળ અને હેમચન્દ્ર સિવાયનાં, એમાંનાં સર્વ પાત્ર શુભાશુભ ગુણોનાં પ્રતીકો જ છે.
હતા.
એ પછીની રૂપકપ્રધાન ગુજરાતી કાવ્યરચનાઓમાં યશેખરસૂરિષ્કૃત ‘ત્રિભુવનદીપકપ્રબન્ધ' સૌથી જૂનો છે તેમ કવિતાદૃષ્ટિએ પણ અસાધારણ મહત્ત્વનો છે. એના કર્તા જયશેખરસૂરિ અંચલગચ્છના જૈન આચાર્ય ‘ત્રિભુવદીપકપ્રબન્ધ’માં રચનાવર્ષ આપ્યું નથી, પણ જયશેખરસૂરિએ પોતે જ ઈ.૧૪૦૬માં સંસ્કૃતમાં રચેલ ‘પ્રબોધચિન્તામણિ' નામની કૃતિનો એ ગુજરાતી અનુવાદ છે, એટલે એ પછી ટૂંક સમયમાં એ રચાયો હશે એમ ગણી શકાય. જયશેખરસૂરિ સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાતીના વ્યુત્પન્ન વિદ્વાન અને કવિ હતા અને એ ત્રણે ભાષાઓમાં એમણે સાહિત્યસર્જન કર્યું છે. એમણે ઈ.૧૩૮૦માં ‘ઉપદેશચિન્તામણિ' નામે ૧૨૦૦૦ શ્લોક પ્રમાણનો બૃહત્ સંસ્કૃત ગ્રંથ તથા ઈ.૧૪૦૬માં ‘ધમ્મિલ્લચરિત' મહાકાવ્ય રચ્યું છે. જૈન કુમારસંભવ’ એમની એક વિશિષ્ટ સંસ્કૃત રચના છે. આ ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતીમાં એમની