________________
૧૮૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
કોઈ છે. જિનચંદ્રસૂરિ પાટણમાં૧ ખરતરગચ્છના આચાર્ય જિનપ્રબોધસૂરિની પાટે આવ્યા હતા. એમનો જન્મ ઈ. ૧૨૭૦માં, દીક્ષા પાટણમાં ૧૨૭૬માં, અને સૂરિપદપ્રાપ્તિ ઈ. ૧૨૮૫માં થઈ હતી.આ મહોત્સવ વૈશાખ સુદિ ત્રીજઅક્ષયતૃતીયાને દિવસે યોજાયેલો હોઈ કર્તાએ આ પ્રસંગને, વસંતઋતુને કેંદ્રમાં રાખી, આલંકારિક રીતે આપ્યો છે. આલંકારિક દૃષ્ટિએ એ સુમધુર રચના હોવાનું બચેલી થોડી કડીઓથી સમજાય છે. વસંતના આગમનનો ખ્યાલ આપી કવિ જણાવે છે કે,
અરે પુર પુર આંબુલા મઉરિયા, કોયલ હરખિય દેહ । અરે તહિં ઠએ ટહુકએ બોલએ...॥૪॥ અરે ઇસઉ વસંતુ પેખિત, નારિયકુંજ કામુ અરે સિંગારાવે વિવિહ પરિ સહે લોયહ વામુ અરે સિરિ મઉડુ, કનિ કુંડલવા, કોટિહિ નવસરુ હારુ। અરે બાહહિ ચૂડા, પાગિહિ નેઉ૨-કઓ ઝણકારુ...ll ...ધરણિદહ પાયાલિહિં પુવિહિં પંડિય લો। જીતઉં જીતઉં ઇમ ભણઇ સિગ્નિહિં સુ૨૫તિ ઇંદુ ॥૨૪॥૨ પ્રત્યેક પરામાં આંબાઓ ઉપર મોર આવી ગયા છે અને ત્યાં હરખે કોકિલા ટહુકા કરી રહી છે... આવા વસંતને જોઈ લોકો શણગાર સજી રહ્યાં છે: શિર પર મુકુટ, કાનમાં સુંદર કુંડળ, કંઠમાં નવસરા હાર, બાહુમાં ચૂડા અને પગમાં નુપૂરનો ઝણકાર. આવી ઋતુમાં કાવ્યના નાયક જિનચંદ્રસૂરિએ કામદેવને હરાવી સૂરિપદની પ્રાપ્તિ કરી. એમણે વિદ્વાનો ઉપર વિજય મેળવ્યો એવું સ્વર્ગમાં ઇંદ્ર કહે છે.]
આ ફાગુમાં ‘નારિય-કુંજર' શબ્દ બે વા૨ (કડી ૫ અને ૨૨) પ્રયોજાયો છે. સ્ત્રીઓની એવા પ્રકારની આ ગૂંથણી છે કે જેમાં સ્ત્રીઓનો એ સમૂહગત આકાર ‘હાથી’નું દૃશ્ય ખડું કરે છે.
જાણવામાં આવેલી બીજી મહત્ત્વની કૃતિ જિનપદ્મસૂકૃિત ‘સ્થૂલિભદ્રાગુ’ છે. જિનપદ્મસૂરિ પાટણમાં ખરતરગચ્છના આચાર્ય હતા. એમને ઈ. ૧૨૩૪માં આચાર્યપદ મળ્યું હતું. અને ઈ. ૧૨૪૪માં એમનું અવસાન થયું હતું. ‘સ્થૂલિભદ્રાગુ’ ૭ ‘ભાસ’માં
પ્રત્યેક ‘ભાસ’ના આરંભે ૧ દોહરો અને પછી ૩-૩ રોળા છંદમાં ઈ.૧૨૩૪૧૨૪૪ના ગાળામાં રચાયેલી નમૂનેદાર ફાગુ-રચના છે. ફાગુઓમાં સામાન્ય રીતે ‘વસંતઋતુ'ને કેંદ્રમાં રાખવામાં આવી હોય છે, જ્યારે ‘સ્થૂલિભદ્ર'ના ચાતુર્માસના પ્રસંગને કારણે આ ફાગુમાં વર્ષાઋતુ મૂર્ત થયેલી જોવા મળે છે. આ સ્થૂલિભદ્ર ઈ. પૂ.ની ૪થી સદી આસપાસ થયેલા એક તપસ્વી જૈનાચાર્ય હતા. પૂર્વાશ્રમમાં