________________
રાસ અને ફાગુ સાહિત્ય ૨૨૧
એ
રલિયઇ તસુ ગુણ ગાહિં રાય રંજણું પંડિયતિલઉ | આંચલી આગમુ સિદ્ધંતુ પુરાણ વખાણિય, પડિવોહહ સવ્વલોઈએ ॥ ૨॥ આઠાહી આમિહિ ચઉથી, તેડાવઈ સૂરતાણુ પુહસિતુ મુખ જિણપ્રભસૂરિ ચલિયઉ, જિમ રસિ ઇંદુ અસપતિ કુતુવદીનુ નિરંજઉં, દીઠેલિ જિણ એ કૃતિ હિ મન સાસઉ પૂછઇ, રાયમણોરહ પૂરી એ ॥ ૪ ૬૪
વિમાણિ એ ॥ ૩॥ પ્રભસૂરિ એ
ચાર ચરણ ‘આંચલી' તરીકે નોંધ્યાં છે, જે હકીકતે ધ્રુવપદ જ કહી શકાય. એ પછી બે ચરણ કિંવા અર્ધ એ ગેયભાગ છે. આ ચારમાંનું એક પદ દોહામાં છે, બાકીના અજ્ઞાત દ્વિપદીનાં છે. કાવ્યની દૃષ્ટિએ કોઈ વિશિષ્ટતા નથી.
પંદરમી સદીના પૂર્વાર્ધમાં એક સોમકુંજર નામના સાધુ વડે ખરતરગચ્છપટ્ટાવલી’ મથાળે શ્રી દેશાખ રાજવલ્લભ ધન્યાશ્રી એ ચાર રાગો નીચે એ ગીતો અપાયાં છે. પહેલું ગીત તો પ્રથમ શ્રી (ધવલ) રાગ'નું છે. આ સવૈયા ચોપાઈ સો૨ઠા પ્રકારના છંદોની દેશીઓ છે. ધવલગીત એ ઈ.૧૧૮૫માં રચાયેલા શાલિભદ્રસૂરિના ભરતેશ્વરબાહુબલિરાસ'ની વણિ ૧૨મીમાં ‘સરસ્વતીધઉલ’ મથાળે ‘ધવલ’ ‘છૂટક’માં ‘સવૈયા' અને ‘હરિગીત’ના ઢાળ આપ્યા છે તેવો જ આ પ્રકાર છે. ગીતોમાં ધ્રુવપદનું એક ચરણ જ હોય તેવી રચના મળે છે; જેમકે
શ્રીજિનશાસન ઉધધરઉં એ.
નવઅંગ એ તણઇ વખાનિ શ્રીઅભયદેવસૂરિ જુગ૫વરો। પ્રગટઊ એ થંભણ પાસ, શ્રીજયતિહુઅણિ જેણે ગુરો || ૧૭ ||
આમાં ‘શ્રીજિનશાસન ઉરિઉં એ’ એ ધ્રુવનું એક માત્ર ચરણ છે. એણે ક્વચિત્ કોઈ કોઈ પદમાં પ્રત્યેક અર્ધના આરંભમાં ‘સાહેલી’ શબ્દ મૂકીને પણ પદ રચ્યાં છે, જે ગેયતાના વૈવિધ્ય માટે માત્ર છે. આ સિવાય આ પદોમાં કાવ્યની દૃષ્ટિએ કશું મળતું નથી. પદપ્રકાર રાસ-સાહિત્યમાં પ્રયુક્ત થતો હતો અને રેવંતગિરિરાસુ’ ‘સમરારાસુ' વગેરેમાં વૈવિધ્ય સાથે પણ રચાયેલ મળેલ જ છે, પણ સ્વતંત્ર ગીતો તો જવલ્લે જ જાણવામાં આવ્યાં છે. આપણને એનો પ્રબળ પુરસ્કારક તો નરસિંહ મહેતો જ મળે છે, જેણે સેંકડોની સંખ્યામાં પદોની રચના કરી આપી છે. પરંપરા જેમ જયદેવના ‘ગીતગોવિંદ’માં જોવા મળે છે તેમ આ જૈન સાહિત્યકારોના રાસો'માં અને ક્વચિત્ મળતાં ‘ધવલો' અને ‘ગીતો'માં પણ મળે છે.
આ પૂર્વે ઉલ્લિખિત જિનપ્રભસૂરિ સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ અને ગુજર ભાખાભૂમિકાના એ યુગના એક સમર્થ સાહિત્યકાર હતા. એમની અપભ્રંશ રચનાઓમાં ‘સંધિ’ ‘કુલક’ ‘સ્વાધ્યાય’ ‘સ્તોત્ર’ ‘સ્તવન’ મથાળે કેટલીક રચનાઓ મળે છે, પરંતુ