________________
રાસ અને ફુગુ અહિત્ય ૨૧૯
અત્યાર સુધી જાણવામાં આવેલો છંદોબદ્ધ કવિતા આપનાર જૈનેતર આ પહેલો કવિ છે.
પંદરમી સદીની પૂર્વેની પચીસી અને પછીનો પણ થોડો ભાગ પોતાની સંસ્કૃતપ્રાકૃત-અપભ્રંશ વગેરે રચનાઓ સાથે “ઉત્તર ગૌર્જર અપભ્રંશ ભાષાભૂમિકામાંથી વિકસી આવેલી, હવે ગુજરાતની ભૂમિની થઈ ચૂકેલી, ભાલણે જેને “ગુજર ભાખા” કહી છે તે ભૂમિકામાં નેમિનાથફાગ અને ત્રિભુવનદીપકપ્રબંધ' નામના (એમના પ્રબોધચિંતામણિ' ગ્રંથના અનુવાદરૂપ અનેક છંદોમાં યોજાયેલા પ્રબંધ, ઉપરાંત શુદ્ધ કુતવિલંબિત' ગણમેળ ૯ કડીઓની “અર્બુદાચલ વીનતી' નામની જયશેખરસૂરિની રચના જાણવામાં આવી છે. ભાષા-ભૂમિકા એ કોટિએ આવી ચૂકી છે કે એનો ખાસ અનુવાદ કરવાનો ન રહે. આમ તો સ્તુતિપ્રકાર છે, પરંતુ એમાં કવિ ક્વચિત્ અલંકાર પ્રયોજી લે છે, જેમકે
કનકકાંતિ કલઈ રિસહેસરો તિણિ ગુણિઈ પ્રભુ સોહગ-સુંદરો!
જલદ-જામલિ જાદવુ સામલઉ ભવિક-કેકિય આસ ભલઉ વલઉં || ૩ || ઋિષભેશ્વર ઋષભદેવ સોનાના જેવી કાંતિવાળો દેહ ધરાવે છે, એ ગુણે એ પ્રભુ સુભગ અને સુંદર છે. યાદવ શ્યામલ નેમિનાથ મેઘના જેવા છે અને ભક્તજનોરૂપી મોરની આશાને માટે ભલા છે – ભલી રીતે પૂરનારા છે.)
ધ્યાનમાં રાખવા જેવું છે કે છંદની દષ્ટિએ ઉપરના પદ્યમાં “કલે “ગુણે’ સામલો’ ‘ભલો” “વલો’ એવાં રૂપ માગી લે છે, જે એ સમયે ઉચ્ચારણ કેવું હશે એનો ખ્યાલ આપે છે.
ચૌદમી સદીના પૂર્વાર્ધની એક “ચચ્ચરી' નામની રચના સોલણ કવિની મળે છે.૨૧૦ બારમી સદીના જિનદત્તસૂરિની અપભ્રંશની “ચર્ચરીની એક ગેયરચના પ્રભસૂરિની પણ એક “ચાચરી સ્તુતિ જાણવામાં આવી છે.૨૬૨ આ છેલ્લી રચના પણ ‘અપભ્રંશની છે, જ્યારે ગુજર ભાખા' તરફ ઢળી પડેલી સોલણની ચર્ચારી નામની ગેય રચનામાં ગિરનારની તીર્થયાત્રાનો પ્રસંગ સ્તુત્યાત્મક રીતે નિરૂપ્યો છે : આમાં ક્વચિત્ કવિ વર્ણન પ્રયોજી લે છે :
નીઝર-પાણિક ખલહલઈ વાનર કરહિ પુકારા કોઈલ-સદુ સુહાણઉ તહિં ડુગરિ ગિરિનારિ II ૩૩|| જઈ મઈ દિઠી પાડી ઉંચ દિઠું ચડાઉi તઉ ધંમિઉ આણંદિયઉ લદ્ધિઉ સિવપુરિ ઠાઉ | ૩૪ હિયડા જંઘઉ જે વહઈ તા ઊર્જિત ચડેજા