________________
૨૨૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
પાણિી પીઉ ગઇદવઈ દુખજલંજલિ દેજે || ૩૫ || ગિરિવાઈ ઝંઝોડિયઉ પાય થાહર ન લહેતિ |
કડિ ત્રોડઈ કડિ થક્કી હિયડઉં સોસહ જંતિ || ૩૬ // ૩૭ દોહાના કાવ્યને ગાવાનું છે, જેમાં ગેયતાની દૃષ્ટિએ કોઈ વિશિષ્ટતા જોવા મળતી નથી. કવિએ આમાં સૌરાષ્ટ્રનાં કેટલાંક ગામો અને સ્થળો-નદી ગિરનાર તરફ યાત્રાએ જતાં યા આખી યાત્રામાં આવતાં હોય તેવાં ગણાવ્યાં છે. કવિએ ૧૫મી કડીમાં અસંતપુર પહોંચ્યાં ત્યારે ચોરોનો ભય નડેલો એ તરફ ધ્યાન ખેંચ્યું છે, જે નાળિયેરીઓવાળો કોઈ ડુંગર હતો. આ બંને સ્થાન આજે ઓળખી શકાતાં નથી.
આ યુગમાં ધવલ-મંગલ ગવાતાં હતાં એવા નિર્દેશ કોઈ કોઈ રાસમાં આવે છે, પરંતુ ધવલ વ્યાપક રીતે જાણવામાં આવ્યા નથી. પ્રથમ જાણવામાં આવેલ એક ધવલગીત કોઈ સાહ રયણનું અને બીજું કોઈ ભત્તઉનું છે. (ઈ. ૧૨૨૧).૧૧ સવૈયાની દેશીના ઢાળનાં ૨૨૦ કડીઓનાં આ ધવલગીત જિનપતિસૂરિ નામના જૈનાચાર્યની
સ્તુતિનાં છે. કાવ્યમાં કોઈ પણ ચમત્કારતત્ત્વ નથી, પરંતુ બંધની દષ્ટિએ વિશિષ્ટતા જોવા મળે છે, જેમકે –
તિહુઅણ-તારણ સિવસુખકારણ વંછિય પૂરણ કલ્પતરો |
વિઘનવિનાસણ પાવ-પણાસણ દુરિતતિમિરભર સહકરો | ૧ || આમાં આંતર પ્રાસની રચના. ભત્તીના ધવલગીતમાં ૭મી વગેરે કડીઓ ઝૂલણા' છંદમાં મળે છે :
અવર વર વાસુરિ પુન્યભર-ભાચુરિ
મૂલ નક્ષત્રિ ચઉથઈ જુ સારો ધુણઈ સુર નમઈ નર ચરણ ચૂડામણિ
જાય૩ પુત્ર નરવય-કુમારોII આ પછી લગભગ સોએક વર્ષ બાદ રચાયેલાં ચાર “ગીત' પણ મળી આવ્યાં છે, જે વિવિધતીર્થકલ્પ' વગેરે અનેક રચનાઓના કર્તા જિનપ્રભસૂરિની પ્રશસ્તિનાં છે. એમાંના એક પદમાં જિનપ્રભસૂરિને ઈ. ૧૩૨૯માં મહમદ અને કુતબુદ્દીન સુલતાનનો મેળાપ થયાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ગેયતાની દૃષ્ટિએ “આંચલી’ અને “ધ્રુવપદની કડીઓનો પ્રકાર આમાં નિર્દેશાયો છે; જેવો કે,
કે સલહઉ ઢીલી નવરુ હે, કે વરનઉ વખાણૂ એT જિનપ્રભસૂરિ જગ સલહીજઇ, જિણિરંજિલ સુરુતાણ || 1 || ચલ સખિ વંદણ જાહ ગુણ, ગરુવઉ જિનપ્રભસૂરિ |