________________
૨૩૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ- ૧
૬૪.
૬૫.
૬૬.
૬ ૭.
૬૮.
જૈન સાહિત્યકારોએ ‘રાસ’ મથાળે અને જૈનેતર આખ્યાનકારોએ ‘આખ્યાન' મથાળે સેંકડોની સંખ્યામાં રચનાઓ કરી છે, આ બધી જ કાંઈ કાવ્યતત્ત્વ સાચવતી નથી હોતી, છતાં સાહિત્યનું તો અંગ બની જ રહે છે. ‘ફાગુ' તો મોટે ભાગે કાવ્યતત્ત્વવિભૂષિત છે, પરંતુ બીજા પ્રકારોમાં કાવ્યતત્ત્વ થોડું યા નહિવત્ તો ઠીક, કેટલીક કૃતિઓમાં અંશમાત્રનો પણ અભાવ જોવા મળે છે. છતાં એ સૌ ‘સાહિત્ય’માં તો સમાવેશ પામે જ છે. ઉપર પણ એ જ દૃષ્ટિથી એ વર્ગીકરણનો પ્રયત્ન છે.
ડૉ. હ. ચૂ. ભાયાણી ‘સંદેશક-રાસકની પ્રસ્તાવનામાં જેને શ્વેતાંવર કિંવા પુર્નર અપભ્રંશ કહે છે તે આ. ‘સંદેશક-સસક' આ ગુર્જર અપભ્રંશનાં લક્ષણ ધરાવે છે (સંદેશકરાસક, પ્રસ્તા., પૃ. ૪૭).
આચાર્ય શ્રી જિનવિજયજી અબ્દુર્ રહેમાનનો આ સમય નિર્દેશે છે (એ જ, પ્રસ્તાવના, પૃ. ૧૩). લક્ષ્મીધરની સંસ્કૃત ટીકા. સં. ૧૪૬૫ (ઈ. ૧૪૦૯)માં રચાયેલી હોઈ એ પૂર્વનો સમય તો ખરો જ. આ ઉત્તરમર્યાદા છે. એણે વ્યંજનોનું કૃત્રિમ દ્વિત્વ ધરાવતાં રૂપ વાપર્યા છે એના ઉપરથી મેં પંદરમી શતાબ્દી એની ઉત્તરમર્યાદા સ્થાપેલી (જુઓ ‘આપણા કવિઓ' પૃ. ૩૨૭), પરંતુ એનો આરંભ જૂના સમયમાં શરૂ થઈ ગયેલો જ હતો અવહટ્ટપ્રકાર-ડિંગળના આદ્યરૂપમાં. આમ વધુ જૂના સમયમાં એટલે કે આચાર્ય હેમચંદ્રના સમયમાં અબ્દુર્ રહેમાનને મૂકવાનું મને હવે વધુ યોગ્ય લાગે છે.
વિજયનગર એ સાબરકાંઠાનું પોળો ગામ એ મારા તરફથી સૂચવાયેલું, પણ હવે સંસ્કૃત ટીકા પ્રાપ્ત થતી હોઈ એ સ્પષ્ટ રૂપે જેસલમેર (પશ્ચિમ મારવાડ)-ના પ્રદેશનું વિક્રમપુર છે. પથિક તો મુલતાન-સામોરનો જ છે, અને ખંભાતના ધોરીમાર્ગમાં વચ્ચે વિજયનગ૨થી પસાર થવું પડે એ સ્વાભાવિક છે. મહમૂદ ગઝનવી ગિઝનીથી સિંધ અને મારવાડના આ જ માર્ગે છેક અણહિલ્લપુર સુધી આવી ત્યાંથી સોમનાથ પાટણ પહોંચ્યો હતો.
વિજ્યનયરહુ કાવિ વ૨૨મણિ,
ઉત્તુંગથિ૨થોરથણિ, બિરુડલક્ક ધયરટ્ઠ-પઉહ૨ । દીણાણણ પહુ ગૃિહઇ, જલપવાહ પવહંતિ દીહર । વિરહગૃિહિ કણમંગિ-તણુ તહ સાલિમપવત્રુ | ણજ્જઇ રાહિ વિડંબિઅઉ તારાહિવઇ સઉન્નુ || ૨૪ || ફુસઈ લોયણ રુવઈ દુક્ષ્મત્ત,
ધમ્મિલઉ મુમુહ, વિજ્યુંભઇ અરુ અંગુ મોડઇ । વિરહાનલિ સંતવિઅ, સસઇ દીહ કરસાહ તોડઇ |
ઇમ મુહ વિલવંતિયહ મહિ ચલ ણેહિ છિ ંતુ ।
અદ્ભુકીણઉ તિણિ પહિઉ પહિ જોયઉ પવતંતુ ૨૫|| (સંરાસક, પૃ.૧૧-૧૨)