________________
લૌકિક કથા આદિ ૨૪૭
છઠ્ઠો સેકો), સોમદેવકૃત કથાસરિત્સાગર' અને મેગ્નકૃત બૃહત્કથામંજરી (બંને ઈ.નો અગિયારમો સૈકો) એ ત્રણ રચનાઓ છે. એ પૈકી સોમદેવકૃત “કથાસરિત્સાગરનો વિસ્તાર લગભગ વાલ્મીકિના ‘રામાયણ' જેટલો હોઈ એના ઉપરથી મૂળ ગ્રંથની ઇયત્તાની કંઈક કલ્પના આવશે.
વાચક સંઘદાસગણિત “વસુદેવ-હિંડો' એ પાંચમાં સૈકા આસપાસ બૃહત્કથાનું પ્રાકૃત ગદ્યમાં થયેલું જૈન રૂપાન્તર છે. મૂળ બૃહત્કથામાં વત્સરાજ ઉદયનના પુત્ર નરવાહનદત્તનાં અનેકવિધ પરિભ્રમણો-પરાક્રમો તથા અનેક વિદ્યાધર અને માનવકન્યાઓ સાથે એનાં પાણિગ્રહણ વર્ણવેલાં છે અને કથાના આ મુખ્ય કલેવરમાં સેંકડો નાનાંમોટાં વાર્તાચક્રો અને આડકથાઓ આવે છે. સિંહાસનબત્રીસી’ અને વેતાલપચીસી'નાં વાર્તાચક્રો સૌ પહેલાં એમાં મળે છે. પંચતંત્રની વાર્તાઓનો સમાવેશ પણ એની અમુક પાઠપરંપરામાં હતો. મુગ્ધકથાઓ' – અડવાની વાતો પણ એમાં હતી. એમ કહી શકાય કે લોકવાર્તાઓના આ સમૂહને સમાવવા માટે કર્તાએ નરવાહનદત્તની મુખ્ય કથાનો ઉપયોગ કર્યો છે. આ રચનાનું જૈન રૂપાંતર તે “વસુદેવ-હિંડી', “વસુદેવ-હિંડી” એટલે “વસુદેવનું પરિભ્રમણ’. જેને પુરાણકથા પ્રમાણે, શ્રીકૃષ્ણના પિતા વસુદેવ પોતાની યુવાવસ્થામાં ગૃહત્યાગ કરીને નીકળ્યા હતા અને વર્ષોના પરિભ્રમણ દરમિયાન એમણે અનેક માનવ અને વિદ્યાધર કન્યાઓ સાથે લગ્ન કર્યાં હતાં તથા અનેક પ્રકારનાં પરાક્રમો કરતાં જગતના કડવા-મીઠા અનુભવો લીધા હતા. એનો વૃત્તાંત એ “વસુદેવ-હિંડી'ના કથાભાગનું મુખ્ય કલેવર છે, પણ જ્યાં જ્યાં તક મળી ત્યાં ત્યાં કર્તાએ અનેક ધર્મકથાઓ, લોકકથાઓ અને વાદસ્થલો તેમજ તીર્થકરો તથા સાધુઓ અને ધાર્મિક પુરુષોનાં ચરિત્રો તથા ‘કથાનુયોગમાં સમાવેશ પામતી બીજી અનેક વાતોનું નિરૂપણ કરીને “વસુદેવ-હિંડી’ ગ્રંથને એક મહાકાય ધર્મકથારૂપે રજૂ કર્યો છે. “બૃહત્કથાના નાયક નરવાહનદત્તને સ્થાને જૈન લેખકે શ્રીકૃષ્ણના પિતા વસુદેવને મૂક્યા છે અને બીજાં કેટલાંક પરિવર્તનો કરીને મૂળની શૃંગારકથાને ધર્મકથાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. (..સિં!IRાવવસેળ થH વેવ પરિમ | – “વસુદેવ-હિંડીનો અપ્રગટ મધ્યમ ખંડ).છતાં ઠેઠ પાંચમી સદી જેટલા પ્રાચીન કાળમાં તેમજ પ્રાકૃત ભાષામાં એની રચના થયેલી હોઈ, મૂળ “બૃહત્કથાની લાક્ષણિકતા તેમજ ગુણાત્યની કાવ્યશક્તિનું વધારે સ્પષ્ટ જીવંત અને પ્રતીતિજનક ચિત્ર રજૂ કરે છે, એમ કથાસરિત્સાગર' અને “બૃહત્કથામંજરી” જેવા પછીના કાળના સંસ્કૃત સંક્ષેપો સાથે “વસુદેવ-હિંડીની તુલના કરતાં લાગે છે.
પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં જોઈએ તો, રામાયણ-મહાભારત અને અન્ય પુરાણાદિને આધારે થયેલી રચનાઓની તુલનાએ લોકવાર્તાને વસ્તુ તરીકે લઈને