________________
૨૫૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
જિમ વનિ ભૂલિ હરણલી, તિમ હું સામી સાથ. પોપટ કિલકિલતી વન વિચરતી, બેલી વર વીસાસ, સધિ સામી સાહસ કીલ : હું એકલી નિરાસ. પોપટ ભણિ અસાઈત ભવ-અંતરિ સમરિ સામણિ કંત, હંસાઉલિ ધરતી ઢલી, પ્રીલ પ્રીઉ મુષિ ભણંત. પોપટ
કથા-કાવ્યોમાં વચ્ચેવચ્ચે કરુણ અને વીરરસનાં ગીતો મૂકવાનો પ્રઘાત જૂના ગુજરાતી સાહિત્યમાં વ્યાપક છે, અને હંસાઉલિ' બતાવે છે કે નિદાન ચૌદમા સૈકા સુધીમાં આ પરંપરા સુસ્થાપિત થઈ ચૂકી હતી. સંભવ છે કે એ પરંપરા અપભ્રંશકાલ જેટલી જૂની હોય. એ પછી સદીઓ સુધી એ પરંપરા ચાલુ રહી છે અને સંખ્યાબંધ જૈન અને જૈનેતર કૃતિઓમાં આવાં ગીતો છે. પદ્મનાભના ‘કાન્હડદેખબધુમાં, પ્રેમાનંદના દશમસ્કન્ધ' આદિમાં આવાં ગીતોરૂપે કેટલાંક ઉત્તમ ઊર્મિકાવ્યો મળે છે અને એ જ પરંપરાના પ્રભાવ નીચે સત્તરમા સૈકાનો વેદાન્તી કવિ અખો પોતાના કડવાબદ્ધ દાર્શનિક કાવ્ય “અખેગીતામાં અનેક શ્રેષ્ઠ ગીતો આપે છે.
બહંસાઉલિના સમય પછી મળતી ઉપલબ્ધ લૌકિક કથાઓમાં જિનોદયસૂરિનો ‘ત્રિવિક્રમરાસ” ઈ.૧૩૫૯માં રચાયેલો છે. જિનોદયસૂરિ ખરતર ગચ્છના જૈન આચાર્ય હતા. એઓ પાલનપુરના વતની હતા. એમનો જન્મ ઈ.૧૩૧૯માં થયો હતો. એમનાં માતાપિતાનાં નામ રુદ્રપાલ અને ધારલદેવી હતાં. તથા એમનું પોતાનું પૂર્વાશ્રમનું નામ સમર હતું. એમની દીક્ષા બાલ્યાવસ્થામાં જ, ઈ.૧૩૨૬માં થઈ હતી અને એમને સોમપ્રભ નામ આપ્યું હતું. ઈ.૧૩૫૦માં જેસલમેરમાં એમને વાચનાચાર્યની પદવી અપાઈ હતી, અને ઈ.૧૩૫૯માં ખંભાતમાં જૂના ગુજરાતી ગદ્યસાહિત્યના ઇતિહાસમાં પડાવશ્યક બાલાવબોધ ના કર્તા તરીકે જાણીતા તરુણપ્રભસૂરિને હસ્તે-એમને આચાર્યપદવી મળી હતી અને જિનોદયસૂરિ નામ અપાયું હતું. જિનોદયસૂરિનું અવસાન ઈ. ૧૩૭૬માં થયું હતું. એમને સૂરિપદ પ્રાપ્તિ થઈ એ અરસામાં- ઈ.૧૩૫૯ આસપાસ-એ અંગેના મહોત્સવને વર્ણવતો “શ્રીજિનોદયસૂરિપટ્ટાભિષેક રાસ' એમના એક શિષ્ય જ્ઞાનકલશ મુનિએ રચેલો છે. જિનોદયસૂરિના ત્રિવિક્રમરાસમાં વિક્રમનાં પરાક્રમોના પ્રસંગ નિરૂપાયા હશે એ સ્પષ્ટ છે, પણ એ રાસ હજી અપ્રગટ હોઈ (જૈન ગૂર્જર કવિઓ.' ભાગ ૧, પૃ.૧૫-૧૬) એની સમાલોચના શક્ય નથી. ઈ.૧૪૪૩માં રચાયેલ સાધુકીર્તિનો વિક્રમચરિત્રકુમારરાસ” પણ અપ્રગટ છે; એની એક જૂની હસ્તપ્રત રામલાલ મોદી પાસે મારા જોવામાં આવી હતી. એ પછી એક સદી કરતાં વધુ સમય બાદ રચાયેલ, જૈનેતર મધુસૂદનકૃત હિંસાવતી-વિક્રમચરિત્ર વિવાહ (સંપાદક શંકઅસાદ રાવળ, ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૩૫) સાથે સાધુ કીર્તિની કૃતિનું કેટલુંક સામ્ય છે.