________________
૨૦૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
૪૧-૪૯ કડીઓમાં ‘આંદોલ’ નીચે ‘સારંગધર' ધ્રુવપંક્તિવાળું એક ગીત પકડાય છે. એમાં એક કડીનો ભાવ
-
તારા માહિ જિમ ચંદ્ર, ગોપિય માહિ મુકુંદા પણમઇ સુર નર ઇંદ, સારંગધર.
॥ ૪૮ ૨૧૯ [તારામાં જેમ ચંદ્ર તે રીતે ગોપીઓમાં ભગવાન મુકુંદ છે, જેમને દેવો મનુષ્યો અને ઇંદ્ર નમન કરે છે.]
આમ થોડીક અલંકારિકતાને અપવાદે વર્ણનો ચીલા-ચાલુ મધુર શબ્દાવલીઓથી જ મંડિત છે.
ઈ.૧૫મી શતાબ્દીના અંતભાગમાં લગભગ પ્રથમ કક્ષાના કહી શકાય તેવા જૈન વિદ્વત્કવિઓને હાથે નમૂનેદા૨ રચનાઓ થયેલી જાણવામાં આવી છે. નારાયણ ફાગુ'માં જે છંદોવૈવિધ્ય પ્રાપ્ત થાય છે તે જ્યશેખરસૂરિના બે નેમિનાથજ્ઞગુ’ને અપવાદે, વધુ સુશ્લિષ્ટ સ્વરૂપે જોવા મળે છે. માત્ર જયશેખરસૂરિએ એમના બેઉ ફાગુમાં સાંકળી-બંધનો દોહરો લીધો છે અને આમ એમણે જૂની પ્રણાલીનો સમાદર કર્યો છે. આ જયશેખરસૂરિ આંચલિક ગચ્છના મહેંદ્રપ્રભસૂરિના શિષ્ય હતા. એ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના સમર્થ કવિ અને વિદ્વાન હતા. ઈ.૧૩૮૦થી લઈ ઈ.૧૪૦૬ સુધીમાં થયેલી રચનાઓમાં ‘પ્રબોધચિંતામણિ' ઈ.૧૪૦૬, ધમ્મિલચરિત કાવ્ય’ ‘જૈનકુમારસંભવ કાવ્ય’ અને ‘નલદમયંતી ચંપૂ’ એમની કાવ્યકૃતિઓ છે. એ નૈયાયિક પણ હતા. ‘ન્યાયમંજરી' એમનો ન્યાયવિષયક ગ્રંથ છે. આ ઉપરાંત એમની પાસેથી સંખ્યાબંધ સંસ્કૃત તેમજ એક પ્રાકૃત ગ્રંથ પણ મળે છે. ત્રિભુવનદીપક પ્રબંધ' એ રૂપકકાવ્ય એમના પ્રબંધચિંતામણિ'ના વસ્તુ ઉપર લોકભાષામાં રચાયેલી કૃતિ છે. આ કાવ્યમાં એમણે અક્ષરમેળ વૃત્તોનો પણ ઉપયોગ કર્યો છે, ‘બોલી’ મથાળે ગદ્ય પણ લખ્યું છે. ‘અર્બુદાચલ-વીનતી' તો ૯ કડીનું ‘ધ્રુવિલંબિત વૃત્ત'નું સર્જન છે. આ કવિનો પ્રથમ નેમિનાથાગુ' ૧૧૪ સાંકળીબંધના દોહરાઓની રચના છે. કાવ્યનું વસ્તુ સુપ્રસિદ્ધ છે. દ્વારકા અને શ્રીકૃષ્ણનું ૧-૧ કડીમાં વર્ણન આપી પછી શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ નેમિનાથનું વર્ણન કરતાં શ્રીકૃષ્ણને હલબલાવી નાખ્યાનું સુંદર શબ્દાવલીથી કહે છે. શ્રીકૃષ્ણ અને નેમિ ક્રીડા કરવા નીકળે છે તે વખતે કવિ વસંતને અવતારે છે, જેમાં વનસ્પતિની ખિલવણી, વિરહી જનોનો સંતાપ વગેરે આપી બતાવે છે કે -
બેઉ બંધ બલબન્ધુર સિંધુર જિમ વન-તીર ખેલઈં વિપુલ ખડોખલી આકલી પાડતી નીરિ ૨૨૦ [બલિષ્ઠ એવા શ્રીકૃષ્ણ અને નેમિ બેઉ ભાઈ વનની સરહદે જતા હાથીઓની