________________
રાસ અને ફાગુ સાહિત્ય ૨૦૫
[અરે દોડો, દોડો; મારું જીવન જઈ રહ્યું છે, અરે મોર, ટહુકા કર નિહ. અરે બપૈયા ‘પિઉ’ ‘પિઉ' પોકાર નહિ; પ્રિય તો મેઘની પાસે ગયો છે. પ્રિય મેઘની પાસે છે અને વીજળી નિસાસા નાખે છે. આંસુથી સરોવર ભરાઈ ગયાં છે, હવે, હે હંસ, ઊડી જા. પ્રિયને સિદ્ધિરૂપી રમણી ગમે છે, મને આપેલું વચન એ પાળતા નથી. તું ત્રણે ભુવનનો પતિ છે, તને શિખામણ કોણ આપે?]
રાજિમતી ટળવળે છે, જેવી થોડા પાણીમાં માછલી ટળવળતી હોય તેમ.’ કવિએ સ્વાભાવિક રીતે કેટલેક સ્થાને ભાષાને અર્થાલંકારોથી સમૃદ્ધ કરી છે. બાકી મંજુલ શબ્દાવલીઓના વિષયમાં અગાઉના ફાગુઓની જેમ કવિનો સંપૂર્ણ કાબૂ અનુભવાય છેઃ ભાષા સ્વાભાવિક સ્વરૂપમાં હૃદયંગમ રીતે વહી જાય છે.
આ પૂર્વના બેઉ ફાગુઓની સમકક્ષામાં શોભી ઊઠે તેવો એક ફાગુ ઈ.૧૪૪૬માં રચાયેલો છે, જે નરસિંહ મહેતાના સાહિત્યકાળમાં જઈ પહોંચે છે. રાસયુગની સંધિનો હોઈ એને અહીં જ પેલા બેઉ ફાગુઓની સાથોસાથ લઈ લેવાથી સળંગ પ્રવાહ સચવાશે. આ ફાગુ તે ‘સુરંગાભિધ નેમિફાગ’. ‘ફાગુ’ની કાયામાં નહિ, પરંતુ પુષ્ટિકામાં જણાવ્યા પ્રમાણે ધનદેવગણની આ રચના છે.૨૪ વસ્તુ નેમિનાથના જીવનપ્રસંગનું જાણીતું છે, માણિક્યચંદ્રસૂરિની જેમ આ કવિએ પણ વિસ્તારથી કથાનક બહલાવ્યું છે. આરંભનો શ્લોક અને છેલ્લો ચોરાસીમો શ્લોક શાર્દૂલવિક્રીડિતવૃત્તમાં પણ સંસ્કૃતમાં છે, જ્યારે આ સિવાયના બિં મથાળે અપાયેલી કડીઓ (૮, ૧૮, ૨૫, ૩૨, ૩૯, ૪૮, ૫૭, ૬૬, ૭૬, અને ૮૩) શાર્દૂલવિક્રીડિતવૃત્તમાં લોકભાષામાં આપી છે. કાવ્યબંધની દૃષ્ટિએ સવૈયાબંધના રાસક' (૩-૪, ૧૦-૧૧, ૧૯-૨૦, ૨૬-૨૭, ૩૩-૩૪, ૪૦-૪૧, ૪૯-૫૦, ૫૮-૫૯, ૬૭-૬૮, અને અને ૭૭-૭૮)ના અનુસંધાનમાં છેલ્લાં ચરણોના આવર્તનથી ‘અઢેઉ’ (‘આંદોલ;’ ૫-૬, ૧૨-૧૩, ૨૧૨૨, ૨૮-૨૯, ૩૫-૩૬, ૪૨-૪૩, ૫૧-૫૨, ૬૦-૬૧, ૬૯-૭૦ અને ૭૯-૮૦) આપી એના પછી ત્યાં ત્યાં સાંકળી બંધના દોહરાઓના રૂપમાં ‘ફાગુ’ એમ છંદોનાં મથાળાં કર્યાં છે. આ ફાગુ-દોહરાઓની સંખ્યા ક્યાંક ઓછી, ક્યાંક વધુ છે. ખરી (૭-૮, ૧૪-૧૭, ૨૩-૨૪, ૩૦-૩૧, ૩૭-૩૮, ૪૪-૪૭, ૫૩-૫૬, ૬૨-૬૫, ૭૧-૭૫, ૮૧૮૨ આમ કેટલેક સ્થળે બબ્બે, એક સ્થળે પાંચ, બાકી ચાર-ચાર કડી). ભાષા ઉ૫૨ કવિની ઘણી સારી પકડ છે. જુઓ આરંભથી જ કડી, એમ અનુપ્રાસની ગૂંથણી કર્ણરમણીય બની જ છે :
સામિણી ।
દેવી દેવિ નવી કવીશ્વર તણી વાણી અમી-સારણી વિદ્યા-સાયર-તારણી મઝ ઘણી હંસાસણી ચંદા દીપતિ જીપતી સરસતી મઇં વીનવી બોલું નેમિકુમાર-કેલિ નિરતી ગિě કરી રંજતી || ૨ ||
વીનતી
૨૩૫