________________
પરિચય મેળવવા, અસલ ભાષામાં ઠીક થઈ પડશે :
રાસ અને ક્ષગુ સાહિત્ય ૨૦૭
પ્રવાલાં નવાં
હુઈં
દંતા દાડમ-બીજડાં, અધર બે જાચ્યાં દીપઇ સું જલ આંષડી કમલની જેસી પાંષડી । નાસા સા શુક-ચંચડી,ભમહડી દીસð બેઊ વાંકડી બોલું કિં બહુના, કુમાર મલુ કાંઇ અ ઓપાઇ નહીં ||૩૨ ||
અહીં એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે વર્ણમેળ-ગણમેળ વૃત્તોમાં પાદાંત અનુપ્રાસની કર્તાને જરૂર નથી જણાઈ. નેમિકુમારની બાળલીલા અને આગળ જતાં નેમિકુમારને પરણવા સમજાવવાની નિષ્ફળતા શ્રીકૃષ્ણને થાય છે. ત્યાં કવિએ વસંતઋતુને પછી અવતારે છે. કવિ પ્રસંગ મળતાં ભાષાને અલંકારસમૃદ્ધ કરવાનું ચૂકતા નથી :
અંગિ ।
ચંપકની દીસઇ એ કલી નીકલી કિરિ એ રયણિ-રણદીવીય નવીય કરીય
પીલીય અનંગ || ૪૫ ||
દીપઇ રાતા કણયર દીણય૨ કિરિ અવતાર... || ૪૬ || ૨૪૨
[ચંપાની પીળી કળી. એના અંગમાંથી નીકળી છે, જાણે કે કામદેવે નવી, રાતમાં ઉપયોગમાં લેવાની, દીવી કરી ન હોય! કર્ણિકારનાં રાતાં ફૂલ એવાં દેખાય છે કે જાણે સૂર્યનો અવતાર થયો ન હોય!]
નેમિકુમાર સાથેના ગોપીઓ(રાણીઓ)ના વિહારમાં કવિ સ્વભાવોક્તિ સુંદર શબ્દાવલીઓમાં ઊભી કરે છે. આગળ જતાં જાન સોંઢે છે ત્યારે
•
જે વારુ ગજ ભદ્રજાતિક ભલા ગાજઇ મંદિઇ આગલા ચાલતા હિમવંત પર્વત જિસ્યા દીસઇ સર્વે ઉજલા... || ૬૬ ||
૨૪૩
[ભદ્રજાતિના જે સુંદર ઉત્તમ હાથીઓ હતા તે મદોન્મત્ત થઈ ચિચિયારી કરતા હતા, એ બધા હિમાલય પર્વત જેવા ઉજ્જવલ વર્ણના દેખાતા ચાલ્યા જતા હતા.
નેમિકુમારે પશુઓ જોયાં અને વૈરાગ્ય આવ્યું; પશુઓને બંધનમાંથી છૂટાં મૂકી ગૃહત્યાગ કર્યો. આ જાણી રાજિમતીને ભારે દુ:ખ થયું :
દેવ!
નાહ! સનેહ મું દાખુન, દાખિન રાખિ-ન તુઝ વિષ્ણુ ક્ષણ મઝ રાજન! રાજ ન ભાવઈ હેવ || ૭૫ ||
૨૪૪
[હે નાથ મારા પ્રતિ સ્નેહ બતાવોને, દેવ, દાક્ષિણ્ય રાખોને. તમારા વિના, હે રાજન! મને હવે રાજ્યનું સુખ ગમતું નથી.]
આમ આ કાવ્ય નિર્વેદાંત બની રહે છે, છતાં યુક્તિ પ્રયોજી સુખાંત કરી