________________
રાસ અને ફાગુ સાહિત્ય ૨૧૩
ત્યાગ કરો, પૂરી ઊલટથી સમરસ બની રહો. ત્રણે ભુવનના ગુરુ શ્રીમહાવીર ધીર છે અને વળી ધર્મની ધુરા ધારણ કરનારા છે, એઓ સેવકો વગેરેનાં ખરાબ વચન ઘણાં દુઃસહ છતાં સતત સહન કરી લે છે. જે પ્રમાણે જગતના પરમ ગુરુ મહાવીર માણસ-પશુપક્ષી-દેવો વગેરે તરફની મુશ્કેલીઓને ખમી ખાતા હતા તેમ ક્ષમાને આગળ કરીને ખમી ખાઓ કે જેવી રીતે શત્રુસેનાનું બલ પણ નમી પડે.]
શરૂમાં ચાર ચરણ રોળાનાં અને પછીનાં બે ચરણ ઉલ્લાલ છંદનાં હોય તેવો આ જાણીતો છપ્પો' છે.
આ જ પ્રકારના છપ્પાઓમાં રચાયેલું બીજું છ છપ્પા નામનું કાવ્ય પહરાજ નામના એક કર્તાએ જિનોદવસૂરિ (ઈ.૧૩૫૯માં પાટ બેઠેલા)ની પ્રશસ્તિમાં ગાયા છે. ૨૫૬ છયે છપ્પાઓને અંતે એણે પોતાના નામની છાપ આપી છે, તે રીત ઘણા પછીના લૌકિક-કથાકાર શામળ વગેરેમાં જાણીતી છે :
મુણિવર મનુમય કલિહિ ભત્તિ જિણવરહ મનાવUT અવર તરુણિ નહુ ગમઈ સિદ્ધિ રમણિ ઈહ ભાવUT કરઈ તવણિ બહુ ભંગિ રંગ આગમ વખાણાં અબુહ જીવ બોહંત લેત સુભત્વ નાણયT જિણઉદયસૂરિ ગચ્છાહવઈ મુખ અગ્નિ ધોરિ સુપહા પહરાજ' ભણઈ : સુપસાઉ કરિ સિવ મારગ દિખાલ મહુ || ૨ || કવણિ કવણિ ગુણિ યુગઉ કવણિ કિણિ ભેટ વખાણઉI થૂલભદ્ર તુહ સીલ લબ્ધિ ગોયમ તુહ જાણકા. પાવપંક મઉમલિક દલિલ કન્દપ્ય નિરુત્તઉT તુહ મુનિવર સિરિ તિલઉ ભવિય કપૂરુ પહત્તક | જિણઉદયસૂરિ મણહર-૨યણ સુગુરુ પટ્ટધર ઉદ્ધરણા
પહરાજ' ભણઈ : દમ જાણિ કરિ, ફલ મન-વંછિઉ સુકરણ //પા. મનમાં ભક્તિ સાધી છે તેવા મુનિવર જિનવરને મનાવી રહ્યા છે. બીજી કોઈ સ્ત્રી એમને ગમતી નથી, એમને સિદ્ધિરૂપી રમણી માત્ર ગમે છે અનેક પ્રકારે તપ કરે છે. ભોળા માણસોને બોધ કરે છે અને પવિત્ર અર્થવાળું જ્ઞાન લે છે. મુખ્ય માર્ગની ધુરા ઉઠાવનાર હે જિનોદયસૂરિ, સત્યથ ઉપર ચાલતાં આપ સારી કૃપા કરો અને મને કલ્યાણનો માર્ગ બતાવો એમ પહરાજ' કહે છે. કયા કયા ગુણોને ધ્યાનમાં લઈ સ્તુતિ કરું? આપની કઈ કઈ મુલાકાતનાં વખાણ કરું? ચૂલિભદ્ર અને ગૌતમનું જે ચારિત્ર્ય અને વળી સંપ્રાપ્તિ (તે તમે પ્રાપ્ત કરી છે.) પાપરૂપી કાદવને દૂર કર્યો છે અને