________________
રાસ અને ફાગુ સાહિત્ય ૨૦૯
નિર્મલ નિજકુલકમલ-દિવાય૨ સાયર સમ ગંભીર 21 અનુદિન નવ નવ માઇ મનોરથ, રથવર સારથિ ધીર રે ||૧૩|| સહિ મનોહર શશિકર-નિરમલ કમલ-સુકોમલ પાણિ । ગજગતિ-લીલા-મંથર ચાલઇ બોલઇ સુલલિત વાણિ ૨ || ૧૪ ||૨૪૭
[નિર્મળ એવા પોતાના કુલરૂપી કમલને સૂર્ય-સમા, સાગરના જેવા ગંભીર એવા એમના દરરોજ નવા મનોરથ ૨થ ઉપર ધીર સારથિની જેમ સમાતા નથી. એ નિર્મલ ચંદ્રના જેવું હાસ્ય કરે છે. એમના હાથ કમલના જેવા સુકોમળ છે; હાથીની ચાલના જેવી ચપલ ચાલે ચાલતા આ બાળક સુંદર વાણી બોલે છે.]
પ્રથમ દીક્ષા વખતના ઉત્સવોને અંતે દીક્ષા મળે છે અને શિષ્ય પોતાનો વિદ્યાભ્યાસ વધા૨વા લાગે છે. એ સમયે વસંતઋતુનું આગમન થાય છે. આવી ઋતુ ઉપર આ દીક્ષિત શિષ્ય વિજય મેળવે છે અને કેટલાંક વર્ષો પછી ગુરુ પાસેથી સૂરિપદ પામી પાટ ઉપર બેસે છે. નાની (૬૫ કડીઓની) છતાં એક સારી કૃતિ આ રીતે અજ્ઞાત કવિની મળે છે.
ઉપસંહાર
‘ઉત્તર ગુર્જર અપભ્રંશ’ના ઉઠાવથી ખીલેલા ‘રાસયુગ’ની ઈ. ૧૪૫૦ સુધીની મર્યાદાને સ્વીકારી ત્યાં સુધીની ફાગુ-૨ચનાઓને અહીં સમાવી લેવામાં આવી છે. અહીં સુધીમાં અપાયેલા બધા ફાગુ કાવ્યગુણથી યુક્ત છે એવું નથી, કેટલીક માત્ર ચીલા-ચાલુ પદ્ધતિએ રચાયેલી રચનાઓ છે, થોડી જ રચનાઓ કાવ્યગુણમંડિત છે. અને એ વિશે ત્યાંત્યાં એનો પરિચય સુલભ કરવાનો પ્રયત્ન થયો છે. ફાગુઓ આ સમય પછી પણ રચાયા છે; કેટલાકનો નિર્દેશ પ્રસંગવશાત્ ઉપર આરંભમાં થઈ પણ ગયો છે. અનુલ્લિખિત ફાગુઓ તે તેના સમયની મર્યાદામાં, ‘આદિભક્તિયુગ' અને ‘આખ્યાનયુગ'માં, આપવાનો યત્ન થશે જ. ‘રાસયુગ'માં ખીલેલા સાહિત્યપ્રકારોમાં ‘ફાગુપ્રકાર’ એના કાવ્યતત્ત્વને લઈ વિશિષ્ટ સ્થાન સાચવી રહ્યો છે એમ કહેવામાં કાંઈ અત્યુક્તિ થતી નથી.
અન્ય સાહિત્યપ્રકારો
‘રાસયુગ’નાં ૩૦૦ વર્ષોના ગાળામાં જે મુખ્ય સાહિત્યપ્રકાર ખેડાયો તે તો ‘રાસકાવ્યો’નો. એ પછી ભલે સંખ્યામાં વધુ ન હોય, પરંતુ કાવ્યતત્ત્વની દૃષ્ટિએ દીપી ઊઠતો પ્રકાર તે ‘ફાગુ-કાવ્યો’નો. આ ઉપરાંત પણ નાનાનાના અને સંખ્યામાં ઓછા મળતા સાહિત્યપ્રકાર પણ ખેડાયા કર્યા હતા. અહીં એવા પ્રકારોનો