________________
૨૧૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
એક પછી એક પરિચય ઠીક થઈ પડશે.
૧. બારમાસી બારમાસી એ લક્ષણથી ‘વિરહ-કાવ્ય છે. એમાં ઋતુવાર પ્રત્યેક માસનું નાયક કે નાયિકાના વિરહનું વર્ણન આપી નાયક-નાયિકાના સુભગ મિલનને નિરૂપવામાં આવ્યું હોય છે. વિપ્રલંભશૃંગારને મૂર્ત કરી આપતી અનેક રચનાઓ મહાકાવ્યો અને “ઋતુસંહાર' જેવા કે “સંદેશક રાસક' જેવા ભાષા-કાવ્યમાં જોવા મળે છે, પરંતુ “બારમાસ' તરીકેનાં સ્વતંત્ર નિરૂપણ થયેલાં જાણવામાં નથી. “રાસયુગમાં પણ એકમાત્ર રચના જાણવામાં આવી છે અને એ “ઉવએસમાલ-કહાણ છપ્પયના કર્તા વિનયચંદ્રસૂરિની નેમિનાથચતુષ્યદિકા૨આ વિનયચંદ્રસૂરિએ ઈ.૧૨૬લ્માં પર્યુષણાકલ્પ' ઉપર નિરુક્ત રચેલું હોઈ કર્તાનો સમય તેરમી સદીની વચ્ચેની બે પચીસીઓ કહી શકાય. આ યુગમાં કે એની પૂર્વે અપભ્રંશકાળમાં રચાયેલી આવી કોઈ રચના જાણવામાં આવેલી ન હોઈ ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશની બારમાસી સાહિત્યપ્રકારની આ પહેલી રચના કહી શકાય.
કવિએ આ કાવ્યમાં નેમિનાથના વિરહને કારણે એમનાં વાગ્દત્તા રાજલરાજિમતીને જે અસાધારણ સંવેદન થાય છે તે ચોપાઈ છંદના સહારે રસિક બાનીમાં આપ્યું છે. પછીની બીજી બારમાસીઓની જેમ એ સંવેદન અહીં પણ નાયિકાના મુખમાં જ આપી કવિ કવિતાને આત્મલક્ષી કોટિમાં મૂકી દે છે. નાયક નિકટમાં હોતાં જે સંયોગો સુખદ હોય છે તે તેના વિરહમાં અત્યંત દુઃખદ થઈ પડે છે, એ આ પ્રકારના કાવ્યમાં જોવા મળે છે. એ સર્વથા કરુણરસ નથી, કરુણમાં તો આત્યંતિક વિરહ હોય છે, જ્યારે અહીં અંતે સુખાંત હોઈ એ વિપ્રલંભ શૃંગાર બની રહે છે. કવિએ અલંકારની દૃષ્ટિએ પણ સભાનતા રાખી છે. કેટલીક સ્વભાવોક્તિઓ –
શ્રાવણિ સરવણિ કયું મેહ ગજ્જઈ વિરાહ રિઝિજ્જઈ દેહુI | વિજુ ઝબક્કઈ રફખસિ જેવ નેમિહિ વિષ્ણુ સહિ સહિયાં કેમ ||રા [શ્રાવણમાં સરવડાં વરસાવતો કડવો મેઘ ગાજી રહ્યો છે અને એને કારણે દેહ કપાઈ રહેલો છે. વીજળી રાક્ષસણીની પેઠે ઝબકારા મારે છે. હે સખી, નેમિનાથ વિના આ કેવી રીતે ખમી શકાય
સામાન્ય રીતે પછીની બારમાસીઓમાં જે વસ્તુ નથી મળતી તે આમાં છે સખી તરફથી નાયક માટે નાયિકના હૃદયમાં અણગમો ઉત્પન્ન કરાવવાનો પ્રયત્નો
સખી ભણઈ : સામિણિ મન ઝૂરિ દુજ્જણ તણા મ વંછિત પૂરિ ગયઉ નેમિ તક વિણઠઉ કાંઈ અછઈ અનેરા વરહ સયાઈ ||૩||