________________
૨૦૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
સુધીમાં જાણવામાં આવ્યો નથી. વળી ‘રાસુ પછીના “અઢઉઓમાં છેલ્લું ચરણ આવર્તિત કર્યું છે. શિખરિણી અને શાર્દૂલવિક્રીડિતમાં લખાયેલા સંસ્કૃત શ્લોક જોતાં જ કવિની શક્તિનો સફળ પરિચય થાય છે. ૨૩૦ ફાગુનું વસ્તુ જાણીતું છે. કવિ આરંભમાં સંસ્કૃત શ્લોકોમાં તેમજ ગુજરાતી કડીઓ (૧-૩ અને ૪-૭)માં નેમિકુમારની પ્રશસ્તિ સાથોસાથ પ્રધાનપણે ચિદાનંદસ્વરૂપ પરમબ્રહ્મને નમસ્કાર કરે છે. ૨૩૧ કવિએ મંજુલ પદાવલીઓની પૂર્વના કવિઓની પદ્ધતિનો તો સમાદર કર્યો જ છે. નેમિકુમારનું કથાનક શરૂ કરતાં આરંભમાં કવિ નેમિનાથના પોતાના સુધીના નવ અવતાર કયા કયા થયા એ વિગત આપી છે, જે અત્યાર સુધીની ફાગુરચનાઓમાં નથી અપાઈ. યાદવોનો દ્વારકાનિવાસ, શ્રીકૃષ્ણનું રાજશાસન, નેમિકુમારે બલથી શ્રીકૃષ્ણના ભુજને હચમચાવી નાખ્યો વગેરે, તદ્દન ટૂંકમાં આપી શ્રીકૃષ્ણને નેમિકુમાર રાજ્ય ઝૂંટવી લેશે એવો ભય થયો એ વાત એમણે બલદેવને કહી, પરંતુ આકાશવાણીએ એવો અવિશ્વાસ ન રાખવાનું કહી નેમિ તો પરમ યોગીશ્વર છે' એમ કહ્યું – એ કથાનક આપ્યું છે. એ સમયે હવે કવિ વસંતઋતુના આગમનનું ચિત્ર ખડું કરે છે. (અહીં કવિએ મરાઠી પ્રકારનાં ભૂતકૃદત પ્રયોજ્યાં છે એ નોંધપાત્ર છે.)૨૩૨ નેમિનાથને આ વખતે મુગતિ રમણી હીઈ ધરંતો' બતાવવામાં આવ્યા છે. કવિ આ પછી લગભગ ચીલાચાલુ પદ્ધતિનું વનસ્પતિ-વર્ણન, નેમિકૃષ્ણ-ગોપીરાણીઓ)ની વાવડીમાંની જલક્રીડા, અને પછી પરણવાને માટેની સમજાવટ આપવામાં આવ્યાં છે. અહીં પ્રાય: સ્વભાવોક્તિઓથી નિરૂપણને શબ્દમધુર બનાવવાનો કવિનો પ્રયત્ન રહ્યો છે. નેમિકુમારનો વરઘોડો નીકળે છે ત્યારે રાજિમતી અટારીએ ચડીને જુએ છે. એ રીતે આગળ વધતાં મનુષ્યોનો આનંદ અને ભોજન માટેનાં પશુઓના ચિત્કાર સાંભળતાં નેમિના હૃદયમાં વિરક્તિ ઉદ્દભૂત થાય છે, અહીંનું રાસક-ગાન (૬૨-૬૪) પ્રસંગને તાદશ કરી આપે છે. નેમિકુમાર ચાલ્યા જતાં રાજિમતીનો વિરહતાપ એની ઉક્તિઓથી વધુ રોચક કર્યો છે :
ધાક ધાઉં, જાઈ જીવન મોરડા, મોરડા! વાસિમ વાસિ રે પ્રીય પ્રીય મ કરિઅરે, બાપીયડા! પ્રીયડા મેહનઈ પારિ રે I ૬૯ ]
અઢી
પ્રીયડા મેહ-નઈ પાસિ, વીજલડી નીસારા સરભરિયાં આંસૂયડે, હિવ હંસલડા ઉડિએ | સિદ્ધિ-રમણિ પ્રિય રાચિ, કહીય ન પાલિ વાચ | તૂ ત્રિભુવનપતિ એ, કુણ દીકઈ મતિ એ? || ૭૦ || રાજલ ટલવલઇ રે, જિમ માછલી થોડઈ જલિ // ૭૧ | ૨૩૩