________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૯૯
લખાયેલો છે. ૨૧૭
ધ્યાન ખેંચે તેવો તો એક “નારાયણ-ફાગુ' છે. એ ઈ.૧૪૪૧ પહેલાંની રચના છે. આ ફાગુ દોહરા-ફાગુ-અઢયા-રાસક છંદોમાં મળે છે. આ રચના પાટણ પાસે આવેલા ધિણોજ ગામમાં થઈ છે. એક કડીમાં “કીરતિભેરુ સમાણ (કડી ૪૯) એવા નિર્દેશથી શ્રી મુનશીએ કિર્તિમરુ નામના જૈન સાધુની રચના હોવાની સંભાવના કરી છે. ઈ. ૧૪૪૧ની જે નકલ મળી કહી છે તે કીર્તિમેર નામના જૈનસાધના હાથની લખેલી હોઈ એ જ આ ગર્ભિત ઉલ્લેખથી અભીષ્ટ હોવાનો એમનો મત છે. જે અવતરણો આપવામાં આવ્યાં છે, આરંભમાં ‘વસંતવિલાસ' જેમ “સરસ્વતીથી જે મંગલાચરણ કર્યું છે, અને જે અંત છે તે જોતાં રચના ‘વસંતવિલાસ' જેમ જૈનેતર હોવાની વધુ શક્યતા છે. ‘વસંતવિલાસની સાથે કેટલુંક સામ્ય અવશ્ય છે, પણ એ એકકર્તક પ્રકારનું નહિ, પણ અનુકરણાત્મક પ્રકારનું છે. જ્યાં જ્યાં દોહરાબંધ પ્રયોજ્યો છે ત્યાંત્યાં સાંકળી-બંધનો સમાદર કર્યો છે, છતાં ફાગુ-અયા-રાસક છંદોનો પ્રયોગ કરેલો હોઈ ‘વસંતવિલાસ' પછી છેક સોમસુંદર-માણિક્ય-ચંદ્રસૂરિ-ધનદેવગણિ વગેરેના સમયની રચનાઓની નિકટતા વધુ સ્પષ્ટ થઈ રહે છે. એ ૬૪ કડીઓની રચના છે. એમાં આરંભમાં સૌરાષ્ટ્રનું, પછી સારિકાનું, અને પછી દ્વારકાસ્થ શ્રીકૃષ્ણનાં પરાક્રમ અને વૈભવનું યશોગાન છે. વસંત ઋતુનો સમય આવતાં વનદેવે શ્રીકૃષ્ણને વનવિહાર માટે વિનંતિ કરી. એ ઉપરથી પટરાણીઓ સાથે એઓ વનમાં ગયા અને
ત્યાં વસંતવિહાર કર્યો, શ્રીકૃષ્ણ મુરલીનું વાદન કર્યું. ગોપાંગનાઓ પટરાણીઓ અને બીજી હજારો રાણીઓ) તાલપૂર્વક સમૂહબદ્ધ નૃત્ત કરવા લાગી. રાસ રમતાંરમતાં શ્રીકૃષ્ણ વનમાં ઊંડે જવા લાગ્યા અને રાણીઓને ઘેર જવા કહ્યું. રાણીઓએ શ્રીકૃષ્ણનો માર્ગ રોકી રાખ્યો અને પછી શ્રીકૃષ્ણ રાણી સાથે વનક્રીડા કરી. વસંતવિલાસની જેમ ઉત્તમ પ્રકારની કવિતા નથી, છતાં થોડા અલંકારોની સમૃદ્ધિ આપવા કવિ ચાહે છે :
ગોપિય સહસ અઢાર બિહુ ઊણુ પરિવારા રૂવિહિં રતિવતી એ, ગૃહગુણ ગણવતી એ II૧૬II નારિય તનના રંગ, અભિનવ-ફૂલના રંગા
સિરિ ભરિ સુરતરુ એ, મોહઈ સુરતરુ એ ૧ળા ૨૧૮ [અઢાર હજાર ગોપીઓસોળ હજાર આઠ રાણીઓને બદલે)નો વિશાળ પરિવાર છે. રૂપમાં એ રતિ જેવી છે અને ઘરના ગુણોએ ગુણવતી છે. નારીઓનાં શરીરોનો રંગ અભિનવ નારંગી-ફૂલોના જેવો છે. મસ્તકો ઉપર ફૂલો ભર્યા છે તેનાથી જાણે કે નારીઓ પારિજાત વૃક્ષો ન હોય! એનાથી દેવો અને મનુષ્યો મોહ પામે છે.)