________________
૧૯૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
ખેલ માટે હોવાનું અંતે સૂચવે છે.∞ હકીકતે સાદી વાર્તા આપવા સિવાય વિશેષ કોઈ તત્ત્વ આ ફાગુમાંથી મળતું નથી.
આવો જ એક સાદો નેમિનાથફાગુ’ કોઈ પદ્મનો મળ્યો છે. ચૌદ કડીઓનો આ ફાગુ સાદા દોહરાઓમાં રચાયેલો છે અને કવિતાની દૃષ્ટિએ પણ એમાં કોઈ વૈચિત્ર્ય નથી. નેમિનાથના મંદિર સમક્ષ ‘ગુજર' ધરતીની નારી ફાગુ ખેલતી બતાવાઈ છે. ચીલા-ચાલુ શબ્દાવલી સિવાય કશું મળતું નથી. તેરમી કડીમાં સામાન્ય ઉપમા આપી સંતોષ લીધો છે, જેમકે
-
હંસ સરોવરિ જિમ મિલ્યા, મહુવર જિમ વણરાયા પઉમ ભણઇ તિમ સામિય-ચલણે મુઝ મનુ જાઇ ||૧૩|| ૨૦૮
[જેમ સરોવ૨માં હંસ મળ્યા હોય, વનરાજિમાં જેમ ભમા હોય, તે પ્રમાણે પઉમ' (સં. પદ્મ) કહે છે કે સ્વામી નેમિનાથના ચરણમાં મન જાય છે.]
આ પદ્મ તે ‘સ્થૂલિભદ્ર ફાગુ'ના કર્તા જિનપદ્મસૂરિ હોવાની કોઈ શક્યતા નથી. ‘સાલિભદ્રકક્ક’ અને ‘દૂહામાતૃકા’ એક ‘પઉમ'ની રચનાઓ છે તે, સંભવે છે કે, આ જ ‘પઉમ’ની હોય. એ બંને કૃતિઓ આ ફાગુ કરતાં વધુ ઉચ્ચ કોટિની છેઃ એક ચરિત્રાત્મક છે, બીજી ઉપદેશાત્મક સુભાષિતોના રૂપમાં છે.
જેમનાં રચ્યાવર્ષ નથી મળ્યાં તેવા બીજા પણ થોડા ફાગુ જાણવામાં આવ્યા છે. તેમાં અજ્ઞાત કવિનો પુરુષોત્તમ પાંચ પાંડવ ફાગ’ છે. ઈ.૧૪ મી-૧૫મી શતાબ્દીની સંધિ આસપાસ આવી રચના થાયની સંભાવના છે. કાવ્યનું વસ્તુ એવું છે કે પાંચે પાંડવોને એમના લગ્ન પછી દ્રૌપદી સાથે લઈને પાંડુ રાજા હસ્તિનાપુરમાં આવે છે, જે વખતે નગરમાં એમના સત્કારનો ઉત્સવ ઊજવાય છે. એ પછી ગંગા-યમુનાના દોઆબમાં આવેલા કુલપર્વત ઉપર પાંડવો અને યાદવો ક્રીડા કરવા જાય છે તે વખતે ખીલી ઊઠેલી વસંતઋતુનું કવિ વર્ણન કરી ‘ફાગુ’નું રૂપ સાચવી આપે છે. આ ક્રીડાના અંતે નારદ આવી ઋષિતીર્થોના વંદનનું માહાત્મ્ય કહે છે. એક દોહરો અને બબ્બે રોળા, દોહરાનું ચોથું ચરણ રોળાના પહેલા ચરણમાં આવૃત્ત થયું હોય તેમ, એમ આઠ ભાસમાં ચોવસી કડીઓનો આ નાનો ફાગુ છે. આ પ્રણાલી ‘સ્થૂલિભદ્રફાગુ’ જેટલી જૂની છે જ. કવિ કાવ્યમાં સુંદર પદાવલીઓ રાબેતા મુજબ આપે જ છે. બેશક, ક્વચિત્ અલંકાર પણ પ્રયોજી લે છે. કુળપર્વત ઉપર કરેલા મંડપને માટે
મંચ - મિસિહિ કિરિ સુરવિમાણ મિહયલિ અવતારિઉ ॥૨॥ [મંચને બહાને જાણે કે દેવોનું વિમાન પૃથ્વીતલ ઉપર ઉતાર્યું!]
૨૦૯