________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૯૫
સાહિત્યપ્રકારોની પાછળ જૈન, અને ઉત્તરકાળમાં જેનેતર, કથાકારોનું પણ આ જ ધ્યેય રહ્યું છે.
ફાગુને અનુરૂપ વસ્તુ ન હોવા છતાં ફાગુપ્રકાર ઊભો કરવાનો પ્રયત્ન આપણે દોહરા-રોળા બંધના “રાવણિપાર્શ્વનાથ ફાગુ'માં જોયો. મેરુનંદન-કૃત “જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ' પણ ઈ.૧૩૭૬ (સં.૧૪૩૨)માં૨૦૩ થયેલો એવો પ્રયત્ન છે, છંદોબંધની દૃષ્ટિએ જોતાં આ ફાગુમાં દોહરાનો ‘વસંતવિલાસ' પ્રકારનો સાંકળી-બંધ લીધો છે એટલો મુખ્ય તફાવત. જિરાવલી એ આબુ પાસે આવેલું એક ગામ છે અને પ્રાચીન જૈન તીર્થ છે. ત્યાંના પાર્શ્વનાથ મંદિરના મૂલનાયકને લક્ષ્ય કરી પાર્શ્વનાથની યાત્રાનિમિત્તે પ્રસંગવશાતુ એમાં વસંત વગેરે દાખલ કરી “ફાગુનો પ્રકાર સાધી આપ્યો છે. આ કાવ્યના કર્તા મેરુનંદન ખરતરગચ્છના જિનોદયસૂરિના શિષ્ય હતા. સૂરિપદપ્રાપ્તિપ્રસંગને કેંદ્રમાં રાખી વિવાહલા-પ્રકારનું “જિનોદયસૂરિ વિવાહલું' આમની જ રચના છે. એક ‘અજિતશાંતિસ્તવન' પણ એમનું મળે છે. આરંભમાં તીર્થંકર પાર્શ્વનાથનું સંક્ષિપ્ત ચરિત આપી જિરાવલીમાં સ્થાપિત થયેલા પાર્શ્વનાથનું કેવું માહાભ્ય છે એ બતાવ્યું છે. એનું દર્શન કરવા દૂર દૂરથી શ્રાવકો આવે છે તેમાં ગુજરાત સૌરાષ્ટ્ર મારવાડ સિંધ દિલ્હી નાગોર દક્ષિણ વગેરે દેશોમાંથી આવેલી શ્રાવિકાઓ ગુણ ગાય છે. આવા તીર્થમાં મદને ક્ષોભ અનુભવી વસંત ઋતુનો વિસ્તાર કર્યો, વનસ્પતિ ખીલી ઊઠી, પક્ષીઓ આનંદમાં આવી ગયાં. આ સમયે ‘વિરહિણી સખીને કહે છે : સખી કહે, નાથ આ સમયે કેવી રીતે આવે? મારા દેહને લગાવવામાં આવતું શીતળ ચંદન અને આ ચંદ્ર મારી પીડા શમાવતાં નથી.” વગેરે. રજ આખા કાવ્યમાં શબ્દોની સુંદર ગૂંથણી સિવાય કાવ્યતત્ત્વનાં ખાસ દર્શન થતાં નથી. કવિ થંભણપુરી સેરીસા ફલોદી કરેડા શંખેશ્વર પંચાસર એ સ્થળોના પાર્શ્વનાથ-મૂલનાયકોને યાદ કરે છે અને પોતાના સમયમાં આ તીર્થો અસ્તિત્વમાં હોવાના ઐતિહાસિક તત્ત્વને પોષણ આપે છે. ૨૦૫
આ સમય આસપાસ રચાયાની સંભાવના છે તેવો કોઈ સમુધરનો નેમિનાથ ફાગુ જાણવામાં આવ્યો છે.૨૦૪ દરેક અર્ધને આરંભે ગેયતાને માટે અરે પદ સાચવતો આ અઠ્ઠાવીસ કડીઓનો સાદા દોહરા-બંધનો ફાગુ છે. કર્તા સમુધર કોણ હતો એ જાણવામાં આવ્યું નથી. એનું કથાવસ્તુ પણ કોઈ અજાણ્યું નથી. કવિ રૈવતકગિરિના સહસાગ્ર વનમાં યાદવો પહોંચ્યા ત્યાંથી વસ્તુ વિસ્તારે છે. થોડાં વનસ્પતિનામ, કોકિલ-મયૂર-ભ્રમર-કિનરના આનંદ-વર્ણન બાદ કષ્ણ-નેમિનો વાવડીમાં વિહાર, પછી સોળ હજાર ગોપી (શ્રીકૃષ્ણની રાણીઓ) સાથે નેમિનો વિહાર, છતાં વિરક્તિ, શિવાદેવી તથા શ્રીકૃષ્ણની પટરાણીઓનો સંવાદ વગેરે પસંદ કરેલી મધુર શબ્દાવલીઓમાં જોવા મળે છે. અંત નેમિનાથની વિરક્તિમાં આવે છે અને આ ફાગુ