________________
રાસ અને ફગુ સાહિત્ય ૧૮૩
એ પાટલિપુત્રપટના)ના રાજા નંદના અમાત્ય શકટાલના પુત્ર હતા. પાટલિપુત્રની કોશા નામની ગણિકાના પ્રેમમાં પડી એના જ ઘરમાં સતત બાર વર્ષ રહ્યા હતા. શકટાલના મૃત્યુ બાદ રાજાએ એમને પ્રધાનપદ આપવાની ઈચ્છા કરેલી, પરંતુ શકટાલના નાના પુત્ર શ્રી કે પ્રધાનપદ મેળવવા પિતાની જ હત્યા કરી નાખી. પરિણામે સ્થૂલિભદ્રને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને સંભૂતિવિજય નામના જૈનાચાર્યની પાસે જઈ એમણે ભગવતી દીક્ષા લઈ લીધી. ગુરુનો આદેશ થતાં પહેલો ચાતુર્માસ પેલી ગણિકા કોશાને ત્યાં જ ગાળવા સ્થૂલિભદ્ર આવી પહોંચ્યા. એમને જોઈ કોશા ખૂબ જ રાજી થઈ, પણ યૂલિભદ્ર પર કોઈ પણ પ્રકારની અસર ઉપજાવી શકાઈ નહીં. કામવિજયી સ્થૂલિભદ્ર પૂરા ચાર માસ કોશાને ત્યાં વિતાવી, કોશાને પ્રતિબોધ પમાડી ગુરુ પાસે આવી પહોંચ્યા. જૈન સાહિત્યકારોએ સ્થૂલિભદ્રના આ મદનવિજયના પ્રસંગને અનેક રચનાઓથી બહલાવ્યો છે. જિનપદ્રસૂરિએ આ પ્રસંગને “ફાગુના રૂપમાં ગાયો છે.
સ્થૂલિભદ્ર કોશાને ત્યાં જઈ રહે છે એ વિશે કવિ જણાવે છે કે –
ધર્મલાભુ મુણિવઈ ભણિ ચિત્રશાલિ મંગેવિા રહિયઉ સીહકિસોર જિમ ધીરિમ હિયઈ ધરેવિ પા ઝિરિમિરિ ઝિરિમિરિ ઝિરિમિરિ એ મહા વરિસંતા ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહંતિ ઝબઝબ ઝબઝબ ઝબઝબ એ વજુલિય ઝવકઈ થરહર થરહર થરહર એ વિરહિણિ મણુ કંપS I૬ II મહુર-ગંભીર-સરણ મેહ જિમ જિમ ગાજતે પંચબાણ નિય કુસુમબાણ તિમ તિમ સાજંતે જિમ જિમ કેતકિ મહમહંત પરિમલ વિહસાવડા
તિમ તિમ કામિય ચરણ લગિ નિય રમણિ મનાવઈ | છા સ્થૂિલિભદ્ર અભિગ્રહ ધારણ કરીને કોશા ગણિકાને ત્યાં ચિત્રશાળામાં આવી રહ્યા. સિંહબાળની જેમ હૃદયમાં ધીરજ ધારણ કરીને ત્યાં રહ્યા. એ સમયે વાદળો ઝરમર ઝરમર વરસી રહ્યાં છે, વોકળા ખળખળ ખળખળ વહી રહ્યા છે, વીજળી ઝબઝબ ઝબકારા કરી રહી છે, વિરહી જનોનાં મન થરથર કંપી રહ્યાં છે. મધુર ગંભીર સ્વરૂપથી મેઘ જેમજેમ ગાજી રહ્યો છે તેમ તેમ કામદેવ પુષ્પધન્વા પોતાનાં ફૂલોરૂપી બાણ સજ્જ કરી રહ્યો છે, જેમજેમ મઘમઘાટ કરતી કેતકી પરિમલ ફેલાવી રહી છે તેમતેમ કામી જનો પગે પડી પોતાની રમણીઓને મનાવી રહ્યા છે.)
કવિ કોશાના શણગારનું પણ સુમધુર સુરેખ વર્ણન રજૂ કરે છે, વર્ણનાતે જણાવે છે કે