________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૮૫
અને ‘ગુણવંત’ તો ગાયકનું જ વિશેષણ છે :
ઇણ પરિ નિજ પ્રિય રંજવઈ મુંજ-વલણ ઈણિ ઠાઈ
ધન ધન તે ગુણવંત વસંતવિલાસુ જિ ગાઈ || ૮૪|| શ્રી મુનશીએ એક દ્વારકાલીલાવિષયક ફાગુ સાથે સમાનતાના અંશ વિચારી કોઈ નતર્ષિની એ રચના માની, આ રચના પણ એની જ મનાવવા પ્રયાસ કર્યો છે, પણ એ વાત તર્કશુદ્ધ નથી. આ રચના પંદરમી શતાબ્દીમાં તો સારી રીતે જાણીતી હતી. એક રત્નમંદિરમણિએ પોતાની “ઉપદેશતરંગિણી' (ઈ.૧૪૬ ૧ નજીક) નામની કૃતિમાં “અલિયુગ ચરણ ન ચાંપએ” એ કડી ઉધૂત કરી છે જ.] હિંદીના : એક વિદ્વાન માતાપ્રસાદ ગુપ્ત આ રચનાને, એમાં નિરૂપાયેલી જીવનની મુક્તતાને કારણે, ભારતવર્ષમાં થયેલા મુસ્લિમ શાસન પહેલાંની અને એ પણ ઉત્તર ભારતવર્ષમાં થયેલી હોવાનું કહ્યું છે. પરંતુ કાવ્યમાં પ્રયોજાયેલા સાંકળી-બંધ વિશે એમને ખ્યાલ નહોતો. આ સાંકળી-બંધ સાદા દોહરાની “જિનચંદ્રસૂરિફાગુ' (ઈ.૧૨૮૫ નજીક) રચના અને કૃષ્ણવર્ષીય જયસિંહસૂરિની સાંકળી-બંધની બીજા નેમિનાથ ફાગુ' (ઈ.૧૩૬૬)ની રચનાના વચ્ચેના ગાળાની હોવાનું સ્પષ્ટ કરે છે. હકીકતે સાહિત્યકારો ઉપર મુસ્લિમ શાસનની પણ અસર થવી જ જોઈએ એવું કાંઈ નથી. ગુજરાતમાં છેક દયારામ સુધીની રચનાઓ જોઈએ તો એની અસર સર્વત્ર કાંઈ માલૂમ પડતી નથી. આમ ‘વસંતવિલાસ ઈ.સ.ની ૧૪મી શતાબ્દીના આરંભ આસપાસની હોવાની શક્યતા છે.
‘વસંતવિલાસની “બૃહદ કે લઘુ ગમે તે વાચનાને નિહાળવામાં આવે, એમાં મહત્ત્વના ત્રણ ખંડ જોવા મળે છે; ફાગુઓમાં આ જાતના ખંડ અસ્વાભાવિક પણ નથી હોતા, એની માંડણીને એ અપેક્ષિત પણ છે : ૧. વસંતઋતુની ઉદ્દીપક સામગ્રી, ૨. વિરહિણીની ઉત્તપ્ત દશા, અને ૩. પ્રિયતમની પ્રાપ્તિ તથા પ્રેમવિલાસ. ‘વસંતવિલાસમાં અંતભાગમાં વિદગ્ધ નાયિકાની અન્યોક્તિઓ મળે છે, જે પરિશિષ્ટ જેવી લાગે છે. આ કાવ્યમાં સૂચક રીતે વિપ્રલંભ અને પછી સંભોગ એમ શૃંગારનાં બંને રૂપ નિરૂપાયાં છે. કાવ્યના શરૂના ભાગમાં જોઈ શકાય છે કે –
વસંત તણા ગુણ ગહગલ્લા મહમહ્યા સવિ સહકાર... I૪||
માનિનિ-જન-મન-ક્ષોભન શોભન વાઉલા વાઇ નિધુવન-કેલિ-કલામય-કામિય-અંગિ સુહાઈ || ૬ |
વનિ વિરચ્યાં કદલીહર દીહર મંડપ-માલા તલિયા-તોરણ સુંદર વંદરવાલિ વિશાલ ૮II ખેલન વાવિ સુખાલિય જાલિય ગુખિ વિશ્રામાં