________________
૧૯૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
કવિ આ પછી નેમિનાથના વિરાગના કારણરૂપે રહેલા વાડામાંનાં પશુઓનો નિર્દેશ કરી કાવ્યને નિર્વેદમાં ફેરવી નાખે છે, અને નેમિનાથના ચાલ્યા ગયા પછી રાજિમતીનો પ્રિયવિરહ થોડા પણ સૂચક શબ્દોમાં નિરૂપી કરુણ વિપ્રલંભનો ખ્યાલ આપે છે. કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ કદાચ આ શુદ્ધ વિપ્રલંભ ન હોઈ શકે :
સમુદવિજય સિવદેવિ રામુ કેસવુ મનાવા નઈ-૫વાહ જિમ ગયઉ નેમિ ભવભવેણુ ન ભાવી ધરણિ ધસક્કઈ પડઈ દેવિ રાઉલ વિહલંઘલુ
રોઅઈ રિજ્જઈ વેસુ રૂવું બહુ મન્નઈ નિફલુ / ૨૪ ૧૯૨ (સમુદ્રવિજય, શિવાદેવી, બલરામ અને શ્રીકૃષ્ણ મનાવે છે, પરંતુ નદીના પ્રવાહની જેમ નેમિનાથ ચાલ્યા ગયા; સંસારમાં ફરી આવવાનું એને ગમતું નથી. રાજિમતી ખૂબ ખૂબ વિહુવલ બની ધરણી ઉપર ધબાક દઈને પડે છે, રુએ છે, કકળે છે, અને પોતાના વેશ-રૂપને તદ્દન નિષ્ફલ માને છે.]
કવિનો તત્કાલીન ભાષા ઉપર સારો કાબૂ છે અને ભાષાને એના સ્વાભાવિક સ્વરૂપમાં સુંદર શબ્દાવલીઓથી કશા આડંબર વિના રમતી ખેલતી બતાવે છે.
ઈ.૧૩પ૩નો કોઈ હલરાજનો “યૂલિભદ્દફાગ’ જાણવામાં આવ્યો છે. વસ્તુ નવું નથી. ઈ.૧૩૬૬ આસપાસ નેમિનાથને લગતા બે ફાગુ કૃષ્ણવર્ષીય જયસિંહસૂરિના મળે છે. આ વિદ્વાન પણ મલધારી રાજશેખર જેવા બહુશ્રુત છે. ઈ.૧૩૬ ૬નું એમનું સંસ્કૃત કુમારપાલચરિત મહાકાવ્ય અને ભાસર્વજ્ઞના ન્યાયસાર' ઉપરની
ન્યાયતાત્પર્યદીપિકા ટીકા એની પ્રતીતિ કરાવે છે. નેમિનાથ ફાગુ' એ મથાળે એમના ભિન્નભિન્ન બે રાસ ભિન્નભિન્ન ધાટીએ, પુનરુક્તિ વિના રચાયેલા મળે છે. પ્રથમ નેમિનાથ ફાગુ' જિનપદ્રસૂરિના “સ્થૂલિભદફાગુ' અને રાજશેખરના “નેમિનાથ ફાગુ'ની ધાટીએ ૭ ભાસમાં વિભક્ત થયેલો છે. પ્રથમથી છ ભાસમાં એક દોહરો અને એક જ રોળા છે. દ્વિતીય નેમિનાથ ફાગુ' ‘વસંતવિલાસની જેમ સાંકળીબંધ દોહરાઓમાં છે. આમ ફાગુના બંને પ્રકારના બંધોનો યોગ્ય રીતે ઉપયોગ કરી લે છે. એ જૈન ફાગુઓનો પરિચય તો ધરાવે જ છે, એ જ પદ્ધતિનો સમાદર છે, તેથી; પરંતુ વસંતવિલાસની તો એની રચનાઓમાં છાયા પણ જોવા મળે છે. વસંતવિલાસના વિરહિણી-વર્ણનનો આ દોહરો :
ઉર વરિ હારુ તે ભારુ મેં સાયરિ સિંગારુ અંગારુ
ચી, હરઈ નવિ ચંદનું ચંદુ નહિ મનોહારુ જવા જયસિંહસૂરિની રચનામાં – “પ્રથમ નેમિનાથ ફાગુ'માં –