________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૮૯
શ્રીકૃષ્ણની રાણીઓ સાથે રમે છે, પરંતુ એમનામાં આસક્તિ બતાવતા નથી. રમતા-ભમતા નેમિનાથ જ્યારે વાવને કાંઠે આવ્યા ત્યારે માબાપ અને સગાંઓએ માંડમાંડ વિવાહ કરવાને માટે મનાવ્યા.]
રાજિમતીનું વર્ણન આપતાં કવિએ અલંકાર ખાસ કરીને ઉàક્ષા)ની કેટલીક રચના કરી છે :
અહ સામલ-કોમલ કેશપાશ કિરિ મોર-કલાઉ અદ્ધચંદ સમુ ભાલ મયણ પોસઈ ભડવાઉ વંકુડિયાલીય ભંહડિયહ ભરિ ભુવણુ ભમાડા લાડી લોયણ-લહકુડલઈ સુર સગ્ગહ પાડઈ |૮|| ...અહ કોમલ વિમલ નિયંબબિંબ કિરિ ગંગાપુલિણા કરિ કર ઊરિ હરિણ-જંઘ પલ્લવ કરચરણ. મલપતિ ચાલતિ વેલણીય હંસલા હરાવી
સંઝારાગુ અકાલિ બાલુ મહકિરણ કરાવઈ ||૧૧||૧૦ રિાજિમતીના કોમળ કાળા વાળ ગૂંથેલા છે તે જાણે કે મોરની કળા ન હોય! કપાળ અર્ધચંદ્રાકાર જેવું છે, જ્યાં કામદેવ વીર પડકાર કરી રહ્યો છે. એની વાંકી ભમર સમગ્ર જગતને ભમાવી રહી છે, નેત્રોના ઉછાળથી આ બાલા દેવોને સ્વર્ગમાંથી પછાડી નાખે છે. એના નિતંબ કોમળ અને વિમળ છે તે જાણે કે ગંગાના કાંઠા ન હોવા સાથળ હાથીની સૂંઢ-શી છે, જંદા હરિણી જેવી છે, હાથ પગ વૃક્ષની કૂંપળ-શા છે. મલપતી ચાલતી એ ગતિમાં હંસોને હરાવી રહી છે. નખ એટલા રાતા છે કે અ-સમયે સાંજ ન હોય ત્યારે પણ) સંધ્યાના રંગનો ભાસ આપે છે.
નાયિકા નાયકનાં દર્શન કરે છે તેવે સમયે –
રુણઝણ એ રણઝણ એ રણઝણ એ કડિ ઘુઘરિયાલિા રિમિઝિમિ રિમિઝિમિ રિમિઝિમિ એ પવનઉર-જયલી.. નહિ આલત્તઉ વલવલી સેઅંસુયકિ-મિસિા
અખંડિયાલી રાયમાએ પ્રિઉ જોઅઈ મન-રિસિ || ૨૧ ૧૯૧ [કેડ ઉપરના કંદોરાની ઘૂઘરી રુણઝુણ રુણઝુણ રુણઝુણ ધ્વનિ કરે છે, પગમાંનાં બંને નૂપુર રિમઝિમ રિમઝિમ રિમઝિમ અવાજ કરે છે. સફેદ વસ્ત્ર હોય અને એમાં લાલ ટપકાં હોય તેમ નખ ઉપર અળતો લગાવેલો છે. સુંદર આંખવાળી રાજિમતી પૂર્ણ મને પ્રિયનાં દર્શન કરી રહી છે.)