________________
૧૮૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
નવ-જોવન-વિલસંત-દેહ નવનેહ-ગહિલ્લી પરિમલ-લહરિહિ મયમયંત રઈકેલિ-પાહિલ્લી. અહર-બિંબ-પરવાલ-ખંડ વર-ચંપાવની
નયન-સલૂણી ય હાવ-ભાવ-બહુગુણ-સંપની ||૧૬ II [એનો દેહ નવા વૌવનથી શોભી ઊઠ્યો છે. નવા પ્રેમથી એ ઘેલી બની બેઠી છે. રતિકેલિમાં પહેલ કરવા તૈયાર એ પરિમલની લહરીઓથી બહેકી રહી છે, એના હોઠ પરવાળાના ખંડ-શા છે, એના દેહનો વર્ણ ચંપાના વર્ણ જેવો છે. આંખોમાં લાવણ્ય છે, હાવભાવ વગેરે ગુણોથી પૂર્ણ છે.]
આવી અનુપમ સૌંદર્ય ધરાવતી કોશાની ધૂલિભદ્ર ઉપર કાંઈ અસર થતી નથી, ઊલટું, સ્થૂલિભદ્ર કોશાને ઉપદેશ આપી એને વિરતિ તરફ ખેંચી જાય છે. ગુરુ પાસે જઈ પહોંચે છે ત્યારે ગુરુએ –
દુક્કરદુક્કરકારગુ તિ સૂરિહિ સુ પસંસિલ
સેક-સમુક્કલ-જસુ લસંતુ સુરનરહ નમંસિઉ ૨૬ll દુિષ્કરમાં દુષ્કર કાર્ય કરનાર તરીકે એની પ્રશંસા કરી; શંખના જેવો ઉજ્જવલ એનો યશ હતો, જેને સુરનરો નમી રહ્યા હતા.]
કવિ કાવ્યાંતે સ્પષ્ટ કહે છે કે આ ફાગ ખેલવા માટે છે અને ચૈત્ર માસમાં નર્તકો નાચતાં આ ફાગુ ગાય છે :
ખરતર ગચ્છિ જિણપદમસૂરિ કિય ફાગ રમેવલ
ખેલા નાચઈ ચૈત્રમાસિ રંગિહિ ગાયેવી સમયાનુપૂર્વીની દૃષ્ટિએ, દોહરાના વિશિષ્ટ સાંકળીબંધની દૃષ્ટિએ, અને ભાષાની પણ કોઈ કોઈ વિશિષ્ટતાની દૃષ્ટિએ ધ્યાન ખેંચનારી રચના અજ્ઞાતકર્તક “વસંતવિલાસ ફાગ છે. એની જે થોડી હાથપ્રતો સંગ્રહાયેલી જાણવામાં આવી છે તેમાં નકલ થયાનું વર્ષ બતાવતું ઈ.૧૪પર(સં.૧૫૦૮)નું એક ઓળિયું છે. આ પ્રત સચિત્ર છે અને એમાં મૂળ દોહરાઓનો ભાવ જણાવતાં સંસ્કૃત શ્લોક પણ આપવામાં આવ્યા છે. વર્ષ ધરાવતી એક બીજી પ્રત આગ્રાના જેન ભંડારની, કાવ્યની લઘુવાચના' આપતી, ઈ. ૧૫૧૮ છે, એની પણ ગુજરાતમાં જ નકલ થયેલી છે. બૃહદ્વાચના' અને લઘવાચના' ધરાવતું આ કાવ્ય એના સ્વરૂપ ઉપરથી સ્પષ્ટ રીતે જૈનેતર રચના છે. આરંભમાં જ “સરસ્વતીની અર્ચના કરવાની કવિએ પ્રતિજ્ઞા કરી છે. કાવ્યને અંતે “મુંજ “ગુણવંત’ એવાં નામ મળતાં હોઈ એમાંથી કોઈએક આનો કર્યા હોવાની સંભાવના કરવામાં આવી છે, પરંતુ શબ્દો એવી રીતે ગોઠવાયેલા છે કે એમાંથી મુદ્રા' અલંકાર ઊઠતો નથી. મુંજ' (સં.) શબ્દ “વયણ'નું માત્ર વિશેષણ છે